નવી દિલ્હી: (New Delhi) ભારતીય વાયુ સેનાના (Airforce) હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Tamilnaduhelicoptarcrash) ભારતના પહેલાં CDS જનરલ બિપીન રાવત (CDSBipinrawat) સહિત 14 લોકોના મોત થયા છે. આ દુ:ખદ ઘટના પર ખેદ વ્યક્ત કરવાના બદલે પાડોશી દેશ ચીને (China) એવી બેહૂદી હરકત કરી છે કે ભારતીયોનું લોહી ઉકળી ઉઠ્યું છે. પાડોશી દેશ ચીને જનરલ બિપીન રાવતના મૃત્યુ પર શોક વ્યક્ત કરવાના બદલે ભારતીય સેનાને ટોણો માર્યો છે. ચીની મીડિયા છેલ્લાં ત્રણ દિવસથી બિપીન રાવતની મોતની ઘટના પર સતત અનિચ્છનીય ટીપ્પણીઓ કરી રહ્યું છે.
ચીનના ગ્લોબલ ટાઈમ્સે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સના મૃત્યુને લઈને ભારતીય સેના સામે ઝેર ઓક્યું છે. ગ્લોબલ ટાઈમ્સે આ ઘટનાને ભારતીય સેનાની ભૂલ ગણાવી છે. ચીને ટોણો માર્યો કે, રાવતના મૃત્યુથી ભારતીય સેનાને આધુનિક બનાવવાના મિશનને મોટો ફટકો પડ્યો છે. ગ્લોબલ ટાઈમ્સે બેશરમીની હદ વટાવતા એવી ટીપ્પણી કરી કે હેલિકોપ્ટર દુર્ઘટના ભારતીય સેનાની ઉણપ દર્શાવે છે. રાવતને ચીન વિરોધી દર્શાવી આવા ટોણા ગ્લોબલ ટાઈમ્સે માર્યા છે.
તમને જણાવી દઈએ કે દિવંગત જનરલ બિપીન રાવત વાસ્તવિક નિયંત્રણ રેખા (ભારત-ચીન વચ્ચેના સરહદી વિવાદ) પર ચીનનું નામ લઈને સતત નિવેદનો આપતા રહેતા હતા. મોદી સરકાર તણાવભરી સ્થિતિમાં ચીનનું નામ લેતા બચતી હોય ત્યારે પણ જનરલ રાવત દબંગાઈથી ચીનને ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દેતા હતા. તાજેતરમાં જ જનરલ બિપીન રાવતે કહ્યું હતું કે, ભારતનું દુશ્મન ચીન છે, પાકિસ્તાન નહીં. ચીનથી ભારતને ખતરો છે પાકિસ્તાનથી નહીં.
હવે જનરલ બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું છે. ત્યારે ચીનનો શાસક પક્ષ કમ્યૂનિસ્ટ પાર્ટીના મુખપત્ર મનાતા ન્યૂઝપેપર ગ્લોબલ ટાઈમ્સમાં ભારત પર ટીપ્પણીઓ કરવામાં આવી રહી છે. ગ્લોબલ ટાઈમ્સને ચીનની સરકાર વતી પ્રોપેગેન્ડા ફેલાવનારું ન્યૂઝપેપર પણ માનવામાં આવે છે. ગ્લોબલ ટાઈમ્સ દ્વારા કરાતી ટીપ્પણીઓના ઉગ્ર પ્રત્યાઘાત ભારતમાં પડી રહ્યાં છે. ભારતીયો સોશિયલ મીડિયામાં ચીની અખબારની ટીપ્પણીઓ સામે ઉગ્ર રીએક્શન્સ આપી રહ્યાં છે.