World

ચીની લોન એપ્સ: પેમેન્ટ ગેટવે એકાઉન્ટ્સમાં રખાયેલા રૂ. 46 કરોડના ભંડોળો ઇડીએ ફ્રીઝ કર્યા

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટે (ED) આજે જણાવ્યું હતું કે તેણે મર્ચન્ટ એન્ટાઇટીઝના (Merchant Entities) રૂ. ૪૬.૬૭ કરોડના ભંડોળો (Funds) જે ચાર ઓનલાઇટ પેમેન્ટ (Online Payment) ગેટવે એકાઉન્ટો ઇઝબઝ, રેઝરપે, કેશફ્રી અને પેટીએમમાં મૂકવામાં આવ્યા હતા તે સ્થગિત કરી દીધા છે. આ સપ્તાહે તેણે એક ચીની કાબૂ હેઠળના ઇન્વેસ્ટમેન્ટ ટોકન એપ પર પાડેલા દરોડાઓ પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.

  • આ ભંડોળો રેઝરપે, કેશફ્રી, પેટીએમ વગેરેના એકાઉન્ટોમાં મૂકવામાં આવ્યા હતા
  • પેમેન્ટ કંપનીઓ કહે છે કે આ નાણા સાથે અમારે કંઇ લેવાદેવા નથી

ભંડોળો એન્ટિ મનીલોન્ડરિંગ કાયદા હેઠળ થીજાવી દેવામાં આવ્યા છે. આ છેલ્લામાં છેલ્લું પગલું એના પછી આવ્યું છે જ્યારે આ એજન્સીએ આ મહિનાની શરૂઆતમાં રેઝરપે, પેટીએમ અને કેશફ્રીના બેંગલુરુ ખાતેના પરિસરો પર એપ-બેઝ્ડ ઇન્ટસ્ટન્ટ લોન આપતી કંપનીઓ, જે ચીની વ્યક્તિઓના કાબૂ હેઠળ છે તેમના ઓપરેશનોમાં કથિત ગેરરીતિના મુદ્દે દરોડા પાડ્યા હતા અને બાદમાં તેમના ખાતાઓમાં મૂકવામાં આવેલા રૂ. ૧૭ કરોડના ભંડોળોની જપ્તી માટેના આદેશો જારી કર્યા હતા.

હાલના દરોડાઓ ૧૪મી સપ્ટેમ્બરે આરોપીઓના દિલ્હી, મુંબઇ, ગાઝિયાબાદ, લખનૌ અને ગયા ખાતેના અનેક પરિસરો પર પાડવામાં આવ્યા હતા જે એચપીઝેડ તરીકે ઓળખાતા એપ-બેઝ્ડ ટોકન સામેની મની લોન્ડરિંગની તપાસ સંદર્ભમાં પાડવામાં આવ્યા છે. આ જ ઓપરેશનના ભાગરૂપે દિલ્હી, ગુરુગ્રામ, મુંબઇ, પુણે, ચેન્નાઇ, જયપુર, જોધપુર વગેરે શહેરોમાં પણ દરોડાઓ પાડવામાં આવ્યા હતા. જે રૂ. ૪૬.૬૭ કરોડ થિજાવી દેવામાં આવ્યા છે તે વિવિધ બેંક ખાતાઓ અને વર્ચ્યુઅલ એકાઉન્ટોમાં રાખવામાં આવ્યા હતા એમ ઇડીએ જણાવ્યું છે. આ કંપનીઓ રોકાણના નામે યુઝરો પાસેથી યુપીઆઇ અને પેમેન્ટ ગેટવેઝ મારફતે નાણા મેળવતી હતી, કેટલીક રકમ રોકાણકારોને પરત આપવામાં આવી હતી અને કેટલીકની ઉચાપત કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંગે કેશફ્રીના પ્રવકતાએ કહ્યું હતું કે કંપની તપાસમાં ઇડીને સહકાર આપી રહી છે જ્યારે પેટીએમ તરફથી કહેવાયું હતું કે આ નાણા સાથે અમારે કંઇ લાગતુ વળગતું નથી અને તે જુદી સ્વતંત્ર કંપનીના છે.

Most Popular

To Top