Top News

WHOએ કહ્યુ કે ચીન કોરોના વાયરસને….

જીનીવા: કોરોનાવાયરસજન્ય કોવિડ-19ના રોગચાળાને હાથ ધરવા માટે ચીન વધુ ઝડપથી પગલાં લઇ શક્યું હોત એમ વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)ની રોગચાળા પ્રતિસાદ તપાસ ટીમે જાહેર કર્યું છે.

હુ તરફથી તપાસ કરનાર સમિતિએ જણાવ્યું હતું કે વ્યાપકપણે છૂપો રોગચાળો હતો જેને કારણે તે વૈશ્વિક રીતે ફેલાયો હતો. જો શરૂઆતના લક્ષણો ઓળખીને પગલા ભરાયા હોત તો વધુ ઝપડી કાર્યવાહી કરી શકાઇ હોત એમ આ ટીમે જણાવ્યું હતું. હુનો ટેકો ધરાવતી આ સ્વતંત્ર તપાસ પેનલે જણાવ્યું હતું કે તે સ્પષ્ટ છે કે ગયા વર્ષે જાન્યુઆરીમાં ચીનના સ્થાનિક અને રાષ્ટ્રીય સત્તાવાળાઓ જાહેર આરોગ્યના પગલાઓ વધુ ઝડપથી લઇ શક્યા હોત. ગયા વર્ષના જુલાઇ માસમાં ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ રચેલી આ તપાસ સમિતિને કારણ ચીન નારાજ થયું હતુ. બીજી બાજુ , અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે હુ પર ચીન તરફી વલણનો આક્ષેપ કર્યો હતો.

કોરોના વાયરસ એવો વૈશ્વિક રોગચાળો (PANDEMIC) છે જેણે વિશ્વને તબાહ કરી નાખ્યું છે, આના ફેલાવવાની ગયા વર્ષે ચીનના વુહાનમાં શરૂ થઈ હતી. એક વર્ષ પછી, ચીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO ) ની ટીમને કોરોના વાયરસનો સ્રોત શોધવા માટે કેહતા વુહાન પહોંચી હતી. ત્યારે ડબ્લ્યુએચઓની ટીમે વુહાન પ્રવાસ વચ્ચે કોરોના વાયરસ અંગે મોટો ખુલાસો કર્યો છે.

વુહાન (WUHAN) લેબના વૈજ્ઞાનિકોએ (SCIENTIST) સ્વીકારી લીધું છે કે રહસ્યમય ગુફાઓમાંથી ચામાચીડિયાના નમૂના લેતી વખતે તેમને કેટલાક બેટ દ્વારા કરડવામાં આવ્યા હતા. જેમાં ચીની વૈજ્ઞાનિકની બેદરકારીનો એક વીડિયો સામે આવ્યો છે, જે આનો ખુલાસો કરે છે. લગભગ બે વર્ષ પહેલાં ચીનના સરકારી ટીવી ચેનલ સીસીટીવી પર બતાવવામાં આવેલા એક વીડિયોમાં, ચીની વૈજ્ઞાનિકોએ ચામાચીડિયાના કરડવાને સ્વીકાર્યું છે.

ચીની વૈજ્ઞાનિકો જે ગુફાઓમાંથી નમુનાઓ એકત્રિત કરવા ગયા હતા તે કોરોના વાયરસ (COVID)થી સંક્રમિત ચામાચીડિયાનું ઘર હોવાનું કહેવાય છે. તાઇવાન ન્યૂઝ અનુસાર, 29 ડિસેમ્બર, 2017 ના રોજ, એક ચીની સરકારી ટીવી ચેનલે વિડિઓ રજૂ કરી, જેમાં ચીની બેટ વુમન તરીકે ઓળખાતા શી ઝેંગલી અને તેની ટીમ સાર્સની ઉત્પત્તિ શોધી કાઢવા માટે નીકળી.


બ્યુઓસેફ્ટી લેવલ 4 લેબ તરીકે ઓળખાતા વુહાન લેબના કેટલાક વૈજ્ઞાનિકોએ ટી-શર્ટ પહેરી હતી, જ્યારે કેટલાક બેટને અસ્પષ્ટ રીતે પકડેલા જોવા મળે છે. પરિણામે, બેટ દ્વારા ટીમના સભ્યને કરડ્વામાં આવ્યું હતું.  સંશોધનકર્તા પોતે વીડિયોમાં આની કબૂલાત કરે છે અને તેનો હાથ બતાવે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટીમના સભ્યો ટી-શર્ટ પહેરીને બેટની ખૂબ જ ચેપી મળ એકત્રિત કરી રહ્યા છે. દરમિયાન કોઈએ પણ પી.પી.ઇ કીટ (PPE KIT)નથી પહેરી.આટલું જ નહીં વુહાન લેબની અંદરનો સ્ટાફ પણ મોજા વગર કામ કરતો બતાવાયો છે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top