Charchapatra

મોંઘવારીમાં બાળકનું ભણતર

આ જમાનામાં બાળકોને શિક્ષણ આપવુ તો જરૂરી જ હોય છે. બાળક બે અઢી વરસના થાય કે એને પ્લેગ્રુપમા ભણવા મુકવા પડે. પણ તેની ફી સાંભળો તો આઘાત લાગે. પ્લેગ્રુપ એક દંપતી તેના બાળકને પ્લેગ્રુપમાં મુકવા ગયા ત્યા વરસની 40000 ફી કહી. આટલી મોટી રકમ નાના નાના બાળકને ખાલી રમાડવા, કે ગીતો વડાવવાના આટલા બધા પૈસા આતો ઇ નાના બાળકોની વાત. બાકી ઘણી બધી સ્કૂલોની ફી પણ ખૂબ જ મોટા આકડામા ચુકવવી પડે છે. ટ્યુશન ક્લાસના અલગ યુનીફોર્મ, ચોપડી, રીક્ષા, વાન વિવિધ ખર્ચા અલગ ત્યારબાદ કોલેજની ફી અલગ આ ખર્ચ કર્યા બાદ પણ નોકરી માટે પાછા ફાફા જ હોય છે.

તાત્પર્ય એવુ કે શિક્ષણ માટે મોંઘવારી ઓછી થવી જોઇએ. સરકારે શિક્ષણ અંગે એવી સ્કમો બનાવવી જોઇએ કે આટલી બધી ફી ભરવામા મુક્તિ મળે. આમ જોઇએ તો શિક્ષણ સરકારી સ્કૂલોમા પણ હોય છે. પણ એમા કોઇપણ જાતની સગવડ કે સવલત નથી  મળતી. સરકારી સ્કૂલોને અદ્યતન સગવડોથી સજ્જ કરવી જોઇએ. જેવી રીતે આરોગ્ય અને તંદુરસ્તી માટે મા-કાર્ડ જેવા વિવિધ કાર્ડ ઉપલબ્ધ હોય છે. તેમ શિક્ષણ માટે પણ આવા લાભ જરૂરી છે.
સુરત     – કલ્પના વૈદ્ય       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વિપક્ષી એકતા – ખાટલે મોટી ખોડ
દેશમાં બે જ રાષ્ટ્રીય પક્ષ : એક ભાજપ અને બીજો કોંગ્રેસ. તે સિવાયના બધા પ્રાદેશિક પક્ષો. હવે મોદી અને ભાજપને હરાવવા માટે બધા પ્રાદેશિક પક્ષોએ એક થઈ ગઠબંધન બનાવીને ભાજપને ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ટકકર આપવી છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે બધા પ્રાદેશિક પક્ષોના વડાને વડા પ્રધાનનું પદ જોઈએ છે. પરિણામે તેઓ વચ્ચે એકરાગિતા કેળવાતી નથી, પરિણામે ગઠબંધનની વાત શકય બનતી નથી. કોંગ્રેસ ભાજપ પછીનો એક્માત્ર રાષ્ટ્રીય પક્ષ હોવા છતાં તેનું નેતૃત્વ અન્યોને માન્ય નથી.

બાકી હતું તે મમતા બેનરજીએ કોફિનમાં પહેલો ખીલો ઠોકી દીધો છે અને એવું જાહેર કર્યું છે કે ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી તેમનો પક્ષ એકલે હાથે લડશે, કોઈ ગઠબંધનમાં જોડાશે નહીં. હવે બીજા એક બે પ્રાદેશિક પક્ષો પણ જો આવું વિચારે તો પછી એ બધા ગઠબંધન રચી શકે જ નહીં અને તો ભાજપને ટકકર આપવાની વાત જ બાજુ પર રહી જાય. લાગી એવું રહ્યું છે કે આ પ્રાદેશિક પક્ષોનો સંઘ છૂટોછવાયો જ રહેવાનો છે જેનો સીધો ફાયદો ભાજપને થશે.
સુરત     –  સુરેન્દ્ર દલાલ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top