હથોડા(Hathoda): પાલોદ પોલીસ (Police) ચોકીના ફોજદાર અશોક પટેલ (Ashok Patel) ગુરુવારે (Thursday) પેટ્રોલિંગમાં (Petroling) નીકળતાં કીમ ચાર રસ્તાના જાહેર માર્ગ પર ગભરાયેલા જેવો એક બાળક (Children) રોડ ઉપરથી પસાર થતો મળી આવ્યો હતો. ત્યારે ફોજદાર અશોક પટેલે નવ વર્ષના બાળકને પોલીસ ચોકીમાં લઈ આવી મળી પૂછપરછ કરતાં તે કીમનો હોવાનું જણાવ્યું હતું. જે ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી આવ્યો હશે એવું અનુમાન લગાવી કીમ પોલીસને જાણ કરી બાળકના પિતા કીમ ખાતે આવેલી સોના રૂપા સોસાયટીમાં રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું.
પુત્ર કીમથી નેશનલ હાઈવે કીમ ચાર રસ્તા ખાતે રખડતો મળી આવ્યો હોવાની જાણ થતાં જ તેના પિતા જિતેન્દ્ર પ્રવીણ પરમાર પાલોદ પોલીસ ચોકીએ દોડી આવ્યા હતા અને પાલોદ પોલીસને જણાવ્યું હતું કે, મારે કીમ ખાતે સીટિંગની દુકાન આવેલી છે. આ મારો પુત્ર દતરંગ સવારે 9 વાગ્યે દુકાનમાં બેસી ઓનલાઈન ક્લાસ કરતો હતો. અને અચાનક દુકાનમાંથી ચાલી નીકળ્યો હતો. તેની શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો. અને જિતેન્દ્ર પ્રવીણ પરમારનાં પત્ની ચંદ્રિકાબેન સાથે 10 મહિના પહેલાં છૂટાછેડા થયા હતા. આ બાળક દતરંગ તેમની સાથે રહે છે. રસ્તે રખડતા બાળકનું પાલોદ પોલીસે પિતા સાથે મિલન કરાવતાં પિતાની આંખમાં હર્ષનાં આંસુ જોવા મળ્યાં હતાં.