‘પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો તેને ગતિશીલ કરવા માટે બાહ્ય બળ આપવું જરૂરી છે. તેવી જ રીતે ગતિશીલ પદાર્થને સ્થિર કરવા માટે તેને બાહ્યબળ આપવું પડે છે’ – ભૌતિક શાસ્ત્રનો ગતિનો આ નિયમ ઘણા શિક્ષકો શાળામાં બાળકો ઉપર પણ લાગુ કરે છે. જે ખોટું છે. નહિ ભણતા બાળકને ભણતુ કરવા માટે મારની જરૂર નથી અને ભણવા સિવાઇની બાબતોમાં પ્રવૃત્ત બાળકને રોકવા માટે પણ મારવાની જરૂર નથી. આમ તો શિક્ષણમાં, ખાસ તો પ્રાથમિક શિક્ષણમાં બાળકને ભણાવવા માટે ‘માર શાસ્ત્ર’ નહિં ‘માનસ શાસ્ત્ર’ની જરૂર છે. સુપ્રિમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે. શાળામાં બાળકને શારિરિક શિક્ષા કરવા પર સંપુર્ણ પ્રતિબંધ છે.
શાળા સરકારી હોય કે ખાનગી કોઇપણ શિક્ષક બાળકને મારઝૂડ કરી શકતો નથી. અગાઉના સમયમાં નાના – નાના પ્રસંગો માટે પોલીસ કેસ નોંધાયાના કિસ્સા છે. આમ છતાં દેશમાં બાળકોને મારવાનાં કિસ્સા બને છે. હવે તો છોકરાઓ પાસે મોબાઇલ છે. વિડિયો ઊતરતા અને વાયરલ થતા વાર નથી લાગતી. પણ મુદ્દો વાયરલ થવાનો, પોલિસ કેસ થવાનો કે વિવાદ થવાનો નથી. મુદ્દો છે શિક્ષણ માટે બાળકને માર મારવાનો. અને એ પણ એ હદે કે બાળકને ફેકચર થઇ જાય, તે મરી જાય, તે ડરી જાય અને કાયમ માટે શિક્ષણથી જ નફરત થઇ જાય!
શાળા જીવનના શિક્ષણમાં બાળક સાથે નાના ટપલા, ટપલી એ મુદ્દો નથી. બાળક પણ જાણતું હોય છે કે સાહેબ તેને શીખવાડવા માટે ટોકે છે કે કોઇકની દાઝ ઊતારવા! વળી ઘણીવાર મા-બાપ પણ શિક્ષકોને કે શાળા સંચાલકોને કહેતા હોય છે કે ‘ના ભણે તો મારજો’ પણ ના… આપણે મારવાના નથી! જૂના સમયના ઘણા ખ્યાલો બદલવાની જરૂર છે. ‘સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે રુમઝુમ’ વાળી વાત ખોટી છે.
આજે શિક્ષણમાં ગીજુભાઇ બધેકાની ખોટ સાલે છે. મેડમ મોન્ટેસરીના પ્રયોગાત્મક પ્રાથમિક શિક્ષણનો તો સાવ છેદ ઊડી ગયો છે. ‘જ્ઞાન સાથે ગમ્મત’ એ સૂવાકય તો હવે શાળાના બોર્ડ પણ જોવા મળતું નથી. એ માત્ર પ્રાથમિક શિક્ષણમાં વ્યાપેલું ખાનગીકરણ અને અંગ્રેજી માધ્યમનો ક્રેઝ બાળકને ગોખણપટ્ટીના બોજા તળે દાબે છે. નવા સમયમાં ઘટતી રોજગારી અને નીચા પગારો માતા-પિતા માટે ટેન્શનનો વિષય છે. આ આર્થિક સંકડામણના યુગમાં માંડ માંડ બાળકોની ફી ભરતા મા-બાપ માટે બાળકનું ભણવું ટેન્શનનો વિષય છે. એમા પણ નબળુ રહેવું કે નપાસ થવું તે આઘાતજનક છે. પરિણામે આજે દર ત્રીજા ઘરમાં બાળકોને ભણવાના નામે માર પડે છે.
મૂળભૂત રીતે આ માતા-પિતાનું ફસ્ટ્રેશન છે જેનો ભોગ બાળક બને છે. વર્તમાન સમયમાં આપણાં બાળકનું ભાવિ શું હશે તે બાબતે આપણું મન ભારે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. પરિણામે આપણે શિક્ષણ નામનો એકમાત્ર ભરોસો તૂટી પડવાના ભયે ગભરાઇ જઇએ છીએ. પણ વાત આ જ સમજવાની છે કે બાળકને પ્રાથમિક શિક્ષણમાં આપણે શિક્ષણની નજીક લાવવાનું છે અને આપણું આ વર્તન બાળકને ભણવાથી દૂર લઇ જાય છે. આજે ઉચ્ચ શિક્ષણમાં ફિલ્મ સ્ટાઇલ જ્ઞાન પ્રવેશ્યુ છે કે યુવાનને (બાળકને) રસ હોય એ ભણવાદો જયારે પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ એ તો મૂળભૂત શિક્ષણ છે. એમાં ‘રસ પડે એવું’ અને રસ પડે એટલું!’ – એ ફિલસુફી ચાલે તેમ નથી ત્યાં તો ‘રસ પડે એ રીતે ભણાવવાનું છે!’
આજે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં શિક્ષક સામે અનેક ચેલેન્જીસ છે. સૌથી પ્રથમ ચેલેન્જ એ છે કે ખાનગીકરણને કારણે શાળાઓ પણ સામાજીક આર્થિક વર્ગ મુજબ વહેંચાઇ ગઇ છે. સૌ પ્રથમ છે ફાઇવસ્ટાર સ્કુલ કલ્ચર જયાં બાળક મોટા ઘરમાંથી આવે છે ગાડીમાં આવે છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો તમારે એને પ્રેમથી જ ભણાવવાનું છે. વળી એને કેટલું આવડવું જોઇએ તે પણ તેના વાલીએ નકકી કર્યું છે. માટે આવા ફાઇવસ્ટાર કલ્ચરવાળી શાળાઓના શિક્ષકોએ તો અલગ જ પ્રશ્નોનો સામનો કરવાનો છે. તેમને તો પોતાનો ડ્રેસ, પોતાની ભાષા, પોતાની સ્ટાઇલ…. પર વધાર ધ્યાન આપવાનું છે જેથી બાળક ટીચર માટે ફરીયાદ ન કરે. બીજી ઉચ્ચ મધ્યમવર્ગીય શાળાઓ છે જયાં શિક્ષકોએ પોતાના અભ્યાસની રીતે અપડેટ રહેવાનું છે અને થોડા સંપન્ન પરિવારના બાળકો ભણાવવાના છે. તેમને બાળકોને શિક્ષા કરવાની નથી પણ તેમના પેરેન્ટસને સતત અપડેટ કરવાના છે.
ત્રીજા પ્રકારની શાળાઓ આપણી મુખ્ય સમસ્યા છે. જયાં મધ્યમ વર્ગના બાળકો ભણે છે. શિક્ષકોને ઓછો પગાર મળે છે. સંચાલકોને માત્ર ફી મા રસ હોય છે. બાળકો નબળા હોય તો પણ મા-બાપની મહત્વકાંક્ષાઓ ઊંચી હોય છે. અહિં દરેક શિક્ષકનો શિક્ષણ માટેનો અભિગમ જૂદો હોય છે કેટલાક તો બીજા તાલિમી અને સંચાલકોના સગા-વહાલાના કે પરિવારના સભ્ય હોય છે. આ શાળાઓમાં બીચારા બાળકોનું બન્ને બાજુએથી આવી બને છે. શિક્ષકોને શિક્ષણ – તાલિમના મૂળભૂત ખ્યાલો જ સ્પષ્ટ નથી હોતા બીજી તરફ મા-બાપ માત્ર પરિણામલક્ષી હોય છે. સતત તુલના કરતા હોય છે. અહિં શિક્ષણ કેળવણી – ઘડતર એ માત્ર બજારની સ્પર્ધા હોય છે જયાં બાળક ભાર ઊંચકે છે – દોડે છે – હાંફે છે. ડફણા ખાય છે અને શિક્ષણ મેળવવાના નામે બાળપણ ગુમાવે છે. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
‘પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો તેને ગતિશીલ કરવા માટે બાહ્ય બળ આપવું જરૂરી છે. તેવી જ રીતે ગતિશીલ પદાર્થને સ્થિર કરવા માટે તેને બાહ્યબળ આપવું પડે છે’ – ભૌતિક શાસ્ત્રનો ગતિનો આ નિયમ ઘણા શિક્ષકો શાળામાં બાળકો ઉપર પણ લાગુ કરે છે. જે ખોટું છે. નહિ ભણતા બાળકને ભણતુ કરવા માટે મારની જરૂર નથી અને ભણવા સિવાઇની બાબતોમાં પ્રવૃત્ત બાળકને રોકવા માટે પણ મારવાની જરૂર નથી. આમ તો શિક્ષણમાં, ખાસ તો પ્રાથમિક શિક્ષણમાં બાળકને ભણાવવા માટે ‘માર શાસ્ત્ર’ નહિં ‘માનસ શાસ્ત્ર’ની જરૂર છે. સુપ્રિમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે. શાળામાં બાળકને શારિરિક શિક્ષા કરવા પર સંપુર્ણ પ્રતિબંધ છે.
શાળા સરકારી હોય કે ખાનગી કોઇપણ શિક્ષક બાળકને મારઝૂડ કરી શકતો નથી. અગાઉના સમયમાં નાના – નાના પ્રસંગો માટે પોલીસ કેસ નોંધાયાના કિસ્સા છે. આમ છતાં દેશમાં બાળકોને મારવાનાં કિસ્સા બને છે. હવે તો છોકરાઓ પાસે મોબાઇલ છે. વિડિયો ઊતરતા અને વાયરલ થતા વાર નથી લાગતી. પણ મુદ્દો વાયરલ થવાનો, પોલિસ કેસ થવાનો કે વિવાદ થવાનો નથી. મુદ્દો છે શિક્ષણ માટે બાળકને માર મારવાનો. અને એ પણ એ હદે કે બાળકને ફેકચર થઇ જાય, તે મરી જાય, તે ડરી જાય અને કાયમ માટે શિક્ષણથી જ નફરત થઇ જાય!
શાળા જીવનના શિક્ષણમાં બાળક સાથે નાના ટપલા, ટપલી એ મુદ્દો નથી. બાળક પણ જાણતું હોય છે કે સાહેબ તેને શીખવાડવા માટે ટોકે છે કે કોઇકની દાઝ ઊતારવા! વળી ઘણીવાર મા-બાપ પણ શિક્ષકોને કે શાળા સંચાલકોને કહેતા હોય છે કે ‘ના ભણે તો મારજો’ પણ ના… આપણે મારવાના નથી! જૂના સમયના ઘણા ખ્યાલો બદલવાની જરૂર છે. ‘સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે રુમઝુમ’ વાળી વાત ખોટી છે.
આજે શિક્ષણમાં ગીજુભાઇ બધેકાની ખોટ સાલે છે. મેડમ મોન્ટેસરીના પ્રયોગાત્મક પ્રાથમિક શિક્ષણનો તો સાવ છેદ ઊડી ગયો છે. ‘જ્ઞાન સાથે ગમ્મત’ એ સૂવાકય તો હવે શાળાના બોર્ડ પણ જોવા મળતું નથી. એ માત્ર પ્રાથમિક શિક્ષણમાં વ્યાપેલું ખાનગીકરણ અને અંગ્રેજી માધ્યમનો ક્રેઝ બાળકને ગોખણપટ્ટીના બોજા તળે દાબે છે. નવા સમયમાં ઘટતી રોજગારી અને નીચા પગારો માતા-પિતા માટે ટેન્શનનો વિષય છે. આ આર્થિક સંકડામણના યુગમાં માંડ માંડ બાળકોની ફી ભરતા મા-બાપ માટે બાળકનું ભણવું ટેન્શનનો વિષય છે. એમા પણ નબળુ રહેવું કે નપાસ થવું તે આઘાતજનક છે. પરિણામે આજે દર ત્રીજા ઘરમાં બાળકોને ભણવાના નામે માર પડે છે.
મૂળભૂત રીતે આ માતા-પિતાનું ફસ્ટ્રેશન છે જેનો ભોગ બાળક બને છે. વર્તમાન સમયમાં આપણાં બાળકનું ભાવિ શું હશે તે બાબતે આપણું મન ભારે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. પરિણામે આપણે શિક્ષણ નામનો એકમાત્ર ભરોસો તૂટી પડવાના ભયે ગભરાઇ જઇએ છીએ. પણ વાત આ જ સમજવાની છે કે બાળકને પ્રાથમિક શિક્ષણમાં આપણે શિક્ષણની નજીક લાવવાનું છે અને આપણું આ વર્તન બાળકને ભણવાથી દૂર લઇ જાય છે. આજે ઉચ્ચ શિક્ષણમાં ફિલ્મ સ્ટાઇલ જ્ઞાન પ્રવેશ્યુ છે કે યુવાનને (બાળકને) રસ હોય એ ભણવાદો જયારે પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ એ તો મૂળભૂત શિક્ષણ છે. એમાં ‘રસ પડે એવું’ અને રસ પડે એટલું!’ – એ ફિલસુફી ચાલે તેમ નથી ત્યાં તો ‘રસ પડે એ રીતે ભણાવવાનું છે!’
આજે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં શિક્ષક સામે અનેક ચેલેન્જીસ છે. સૌથી પ્રથમ ચેલેન્જ એ છે કે ખાનગીકરણને કારણે શાળાઓ પણ સામાજીક આર્થિક વર્ગ મુજબ વહેંચાઇ ગઇ છે. સૌ પ્રથમ છે ફાઇવસ્ટાર સ્કુલ કલ્ચર જયાં બાળક મોટા ઘરમાંથી આવે છે ગાડીમાં આવે છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો તમારે એને પ્રેમથી જ ભણાવવાનું છે. વળી એને કેટલું આવડવું જોઇએ તે પણ તેના વાલીએ નકકી કર્યું છે. માટે આવા ફાઇવસ્ટાર કલ્ચરવાળી શાળાઓના શિક્ષકોએ તો અલગ જ પ્રશ્નોનો સામનો કરવાનો છે. તેમને તો પોતાનો ડ્રેસ, પોતાની ભાષા, પોતાની સ્ટાઇલ…. પર વધાર ધ્યાન આપવાનું છે જેથી બાળક ટીચર માટે ફરીયાદ ન કરે. બીજી ઉચ્ચ મધ્યમવર્ગીય શાળાઓ છે જયાં શિક્ષકોએ પોતાના અભ્યાસની રીતે અપડેટ રહેવાનું છે અને થોડા સંપન્ન પરિવારના બાળકો ભણાવવાના છે. તેમને બાળકોને શિક્ષા કરવાની નથી પણ તેમના પેરેન્ટસને સતત અપડેટ કરવાના છે.
ત્રીજા પ્રકારની શાળાઓ આપણી મુખ્ય સમસ્યા છે. જયાં મધ્યમ વર્ગના બાળકો ભણે છે. શિક્ષકોને ઓછો પગાર મળે છે. સંચાલકોને માત્ર ફી મા રસ હોય છે. બાળકો નબળા હોય તો પણ મા-બાપની મહત્વકાંક્ષાઓ ઊંચી હોય છે. અહિં દરેક શિક્ષકનો શિક્ષણ માટેનો અભિગમ જૂદો હોય છે કેટલાક તો બીજા તાલિમી અને સંચાલકોના સગા-વહાલાના કે પરિવારના સભ્ય હોય છે. આ શાળાઓમાં બીચારા બાળકોનું બન્ને બાજુએથી આવી બને છે. શિક્ષકોને શિક્ષણ – તાલિમના મૂળભૂત ખ્યાલો જ સ્પષ્ટ નથી હોતા બીજી તરફ મા-બાપ માત્ર પરિણામલક્ષી હોય છે. સતત તુલના કરતા હોય છે. અહિં શિક્ષણ કેળવણી – ઘડતર એ માત્ર બજારની સ્પર્ધા હોય છે જયાં બાળક ભાર ઊંચકે છે – દોડે છે – હાંફે છે. ડફણા ખાય છે અને શિક્ષણ મેળવવાના નામે બાળપણ ગુમાવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.