બાળમજૂરી કરાવવી એ ગુન્હો છે અને એ અંગે કાયદો પણ બનાવ્યો છે પરંતુ છતા પણ સુરત શહેરના ટેક્ષટાઇલ્સ માર્કેટો, મિલો અને મોટી મોટી ઔદ્યોગિક સંસ્થાઓ આ મોટી સંખ્યામાં બાળમજૂરી કરતા હોય તેવા દૃષ્યો જોવા મળે છે. બાળ મજૂરીના વિરોધમાં વધુને વધુ જાગૃતિ કેળવાય તેમજ બાળ શ્રમિકોનું ભવિષ્ય અંધકારમય ન બને તે માટે બાળ મજૂરી કરાવતી સંસ્થાઓ સામે કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવવી જ જોઇએ. હાલમાં જ સુરતમાં ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સએ પાડેલી ત્રણ રેડમાં જે તે સંસ્થાઓ સામે કાર્યવાહી કરી તેમજ એફઆઇઆર અને નિયમ ભંગનો કેસ કર્યો છે. કલેકટર વિભાગ દ્વારા કાર્યવાહી કરવા છતાં પણ હજુ શહેરના અનેક સંસ્થાઓ અને માર્કેટોમાં મોટી સંખ્યામાં બાળ મજૂર જોવા મળી રહ્યા છે જે દેશના ભવિષ્યને અંધકાર આ દિશા તરફ લઇ જઇ રહ્યા છે. પ્રજાની જાગૃતિ અને સહકારથી જ બાળ મજૂરી સંપૂર્ણ રીતે નાબુદ કરવુ સંભવ બનશે એ હકીકત છે.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બાળ મજૂરી નાબુદ અભિયાન
By
Posted on