ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાના પરિણામ (Result) સામે આવ્યા ગયા છે. ગુજરાતમાં ભાજપ (BJP) રેકોર્ડ બ્રેક (Record Break) કરી બહુમતી સાથે સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલના (CM Bhupendra Patel) 20 મંત્રીમાંથી 19 મંત્રીઓની જીત થઈ છે. ત્યારે નવી સરકાર રચવાની તૈયારીને આગળ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે પહોંચ્યા હતા. અહીં તેમના કેબિનેટ સાથે મળી મુખ્યમંત્રીએ રાજ્યપાલને રાજીનામું (resignation) આપ્યું હતું. હવે ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ ભાજપ હવે નવી સરકાર રચવાની કવાયત હાથ ધરી છે. આગામી દિવસોમાં ધારાસભ્ય દળની બેઠકને લઈ નિર્ણય લેવામાં આવશે. ગતરોજ મતગણતરી ધીમે ધીમે આગળ વધતા મંત્રીઓ પણ જીત તરફ આગળ વધી રહ્યા હતા.
શપથવિધિમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે
ભાજપની ભવ્ય જીતની કમલમમાં જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. પરિણામો જાહેર થયા બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જીત બાદ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી હતી. ત્યાર બાદ 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધિ યોજાશે તેવી જાહેરાત કરાઈ હતી. ત્યારે મુખ્યમંત્રીની શપથવિધિ સમારોહને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આ શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તોડ્યો પોતાનો જ રેકોર્ડ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો હતા. તેમણે આ વખતે કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકને હરાવ્યાં હતા. અમીબેનને માત્ર 21120 મત મળ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીને ઘાટલોડિયા બેઠક પર 15902 મત મળ્યાં છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ 191360ની લીડથી વિજેતા બન્યાં છે.
કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકને માત્ર 21 હજાર જ મત મળ્યાં
વર્ષ 2017ની ચૂંટણી ભાજપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતાપદ હેઠળ લડી હતી. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલને ટીકિટ આપવામાં આવી હતી. જ્યાંથી તેમણે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને હરાવ્યા હતાં. તે વખતે ભૂપેન્દ્ર પટેલ 117750ની લીડથી ચૂંટણી જીત્યા હતાં. આ રેકોર્ડ તેમણે આ વખતે તોડ્યો છે અને 73 હજાર મત વધુ મેળવ્યાં છે. તેમની સામે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકને માત્ર 21 હજાર જ મત મળ્યાં છે.