Gujarat

ફ્લાવર શોમાં એન્ટ્રી ફી ઘટાડી 30ની 20 કરવા દાદાનું મનપાને સૂચન

અમદાવાદ: શનિવારે મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફન્ટ ખાતે ફ્લાવર શોનું (Flower Show) ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ફ્લાવર શોની મુલાકાત લેતા G-20 થિમ (G-20 Theme) આધારિત સ્કલ્પચરની તેમજ ફૂલ છોડની માહિતી પણ મેળવી હતી. સાથે જ મુખ્યમંત્રીએ અમદાવાદ મનપાના અધિકારીઓને એન્ટ્રી ફી 30થી ઘટાડી 20 કરવાનું સૂચન કર્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.તા.31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી-2023 સુધી લોકો આ ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે.

CM ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો
10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર ફૂલો-છોડની પ્રદર્શનીમાં જુદી જુદી રમતોના સ્કલ્પચર, G-20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતાં લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થિમ આધારીત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. તો ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી વધુ ભીડ ન થાય એ માટે આ 13 દિવસ દરમિયાન અટલ ફૂટ ઓવરબ્રિજ બપોરે 2 વાગ્યાથી બંધ કરી દેવામાં આવશે.

CM ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો

ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઊભા કરવામાં આવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શનિવારે ભવ્ય ફ્લાવર શો ખુલ્લો મુકાયો છે. મુખ્યમંત્રીએ ફ્લાવર શોની મુલાકાત લેતા G-20 થીમ આધારિત સકલ્પ્ચરની તેમજ ફૂલ છોડની માહિતી પણ મેળવી હતી. સાથે જ મુખ્યમંત્રીએ અધિકારીઓને એન્ટ્રી ફી 30થી ઘટાડી 20 કરવાનું સુચન કર્યું છે..સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફલાવર ગાર્ડન ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 સુધી લોકો આ ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે. 10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર ફુલો-છોડની પ્રદર્શનીમાં જુદી જુદી રમતોનાં સ્કલ્પચર, G-20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો,

આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. તો ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી વધુ ભીડ ન થાય તે માટે આ 13 દિવસ દરમિયાન અટલ ફૂટઓવરબ્રિજ બપોરે બે વાગ્યાથી બંધ કરી દેવામાં આવશે.

Most Popular

To Top