Dakshin Gujarat

ચીખલી હાઇવે પર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કૂદી ટેમ્પો સાથે અથડાઈ, એકનો જીવ ગયો

ઘેજ: (Dhej) ચીખલી નજીક આલીપોર નેશનલ હાઇવે (National Highway) પર સુરત તરફ જઇ રહેલા ચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કૂદી વલસાડ તરફ જઈ રહેલા ટેમ્પા સાથે અથડાતા કારમાં ચાલકની બાજુમાં બેસેલા કાલાવાડના 25 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

  • ચીખલી હાઇવે પર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કૂદી ટેમ્પા સાથે અથડાતા એકનું મોત
  • અકસ્માતમાં ટેમ્પો અને કારના ભૂક્કો બોલી ગયો, બંને વાહનોના ચાલકને પણ ઇજા પહોચી

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ રવિવારના રોજ બપોરના સમયે નેશનલ હાઇવે પર સુરત તરફ જઇ રહેલી સફેદ રંગની ક્રેટા કાર નંબર જીજે-13-એએમ-6400ના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા આલીપોર ગામની સીમમાં કાર ડિવાઇડર કુદી વલસાડ તરફ જઈ રહેલા આઇસર ટેમ્પો નંબર જીજે-15-એવી-3834ના આગળના ભાગે ધડાકાભેર અથડાતા કારના ભૂક્કો બોલી ગયો હતો અને કારમાં ચાલકની બાજુમાં બેસેલા ગૌતમભાઈ કાળુભાઈ લાલકિયા (ઉં.વ. 25, રહે. લાલકિયા ફળિયા મોખાકરોડ તા. કાલાવાડ, જી. જામનગર)ને ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કારચાલક અને આઇસર ટેમ્પાના ચાલકને પણ નાની-મોટી ઇજા થઈ હતી. પોલીસે ટેમ્પોચાલક જયેશ જગદીશભાઈ પટેલે (ઉ.વ. 36, રહે. ડુંગરી સુથારવાડ ઉદવાડા, આર.એસ. તા. પારડી, જી. વલસાડ) ફરિયાદ આપતા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top