રાજસ્થાન રોયલ્સમાં ફાસ્ટ બોલર તરીકે રમતા ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાના પિતા કાનજીભાઈ મનજીભાઈ સાકરિયાનું કોરોનાની સારવાર નિધન થયું છે. થોડાંક સમય અગાઉ ચેતનના ભાઈનું પણ નિધન થયું હતું. હવે કોરોનાથી તેના પિતાનું પણ નિધન થયું છે. ચેતનના માથે હવે કોઈ વડીલનો હાથ રહ્યો નથી. કુટુંબમાં હવે તેના મામા જ રહ્યા છે. ચેતનના પિતા છેલ્લા ૧૧ દિવસથી કોરોનાથી સંક્રમિત હતા. ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ચેતને કહ્યું હતું કે રાજસ્થાન રોયલ્સે મને રકમ આપી હતી તે મારા પિતાની સારવારમાં ઉપયોગી બની હતી.