સુરત: સુરતમાં અલગ-અલગ જગ્યાએ વાહનચોરી કરી બંધ મકાનને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ચીકલીગર ગેંગને (Cheekliger Gang) સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. એટલું જ નહીં પણ પોલીસે સોના-ચાંદીના દાગીના તેમજ ચોરીની (Stealing) મોટર સાયકલો પણ કબજે કરી છે. ઝડપાયેલી ચીકલીગર ગેંગે ઘરફોડચોરી અને વાહનચોરીના 20થી વધારે ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરતા પોલીસને (Police) મોટી સફળતા મળી છે.
પીઆઇ વઘોડિયા (સુરત ક્રાઈમ બ્રાન્ચ)એ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે ઈકો કાર તેમજ મોટર સાયકલની ચોરીઓ કરી ઘરફોડ ચોરી કરતી ગેંગ સક્રીય બનતા અલગ-અલગ ટીમો બનાવી આવી ગેંગને ઝડપી પાડવા વર્ક આઉટ ચાલુ કર્યું હતું. દરમ્યાન ઘરફોડ સ્કોર્ડની ટીમે સુરત શહેરમાં આવી મોડેસ ઓપરેન્ડીથી બનતા ગુનાઓની વિઝીટ કરી ડેટા એક્ટ કર્યા હતા. હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ એનાલીસીસ દ્વારા બાતમી મળી હતી કે વાહનચોરી સાથે ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગ છેલ્લા ઘણા સમયથી એકટીવ છે અને નાનકસીંગ ચીકલીગર તેમજ અન્ય 2 માણસો ચોરીની મોટર સાયકલ સાથે ભેસતાન ગાર્ડન નજીક આશારામજી સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીઓ (1)નાનકસિંગ ઉર્ફે કુલદીપસીંગ S/O બલ્લેસીંગ ઉર્ફે જોીંદરસીંગ ઉર્ફે રોશનીંગ ટાંક (ચીક્લીગર) ઉવ.૩૮ રહે ૧૧૨/પ્રિયકા સોસાયટી જીયાવ રોડ ભેસ્તાન સુરત મીનાબેન ના મકાનમા ભાડેથી મુળગામ- નાંદેડ (મહારાષ્ટ્ર) (2) રૂત્વીકસીંગ નાનકસિંગ ઉર્ફે કુલદીપસીંગ ટાક (ચીકલીગર) ઉવ. ૨૧ ધંધો- ચશ્મા વેચાણ રહે ૧૧૨/પ્રિયકા સોસાયટી જીયાવ રોડ ભેસ્તાન સુરત મીનાબેન ના મકાનમા ભાડેથી તથા ઇ/૨૨ રૂમ નંબર- ૦૧ ભેસ્તાન આવાસ સુરત (3) જગવીરસીંગ ઉર્ફે જશબીસીંગ રાજેશીંગ ટાક (ચીકલીગર) ઉવ. ૨૩ ધંધો- સેન્ટીંગ કામ રહે ગામ- વંથલી બસ સ્ટેન્ડની બાજુમા ભુપતભાઇ પટેલના મકાનમા ભાડેથી તા.વંથલી જી- જુનાગઢને ઝડોઈ પાડ્યા હતા. તપાસમાં આરોપીઓ પાસેથી પોલીસને ચોરીની એફ.ઝેડ મોટર સાયકલ GJ-LJ-05-7668 તેમજ વેગનઆર કાર અને સોના- ચાંદીના દાગીના, રોકડા રૂપિયા તેમજ 03 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, પુછરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી નનકસિંગ દોઢેક વર્ષ અગાઉ જામીન ઉપર છુટયો હતો. ત્યારબાદ પોતાના દીકરા રૂત્વીક તેમજ ભત્રીજા જગવીરસીંગ ઉર્ફે જાબીસીંગ રાજેશસીંગ ટાક (ચીકલીગર) ને સરત ખાતે બોલાવી સુરત શહેરમા થોડા થોડા સમય સુધી પોતાની વેગનઆર કાર પર ફરી જુદી જુદી સોસાયટીમા રેકી કરી હતી. ત્યારબાદ રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરવાનુ નક્કી કર્યુ હતું.
નાનકસિંગ, રૂત્વીક તથા ભત્રીજા જગવીરસીંગ કે જીસીંગ સાથે 8 માસ અગાઉ ઉધના કલ્યાણ કુટીરના બંધ મકાનમાં, નાનાવરાછા ચોપટી પાછળ આવેલ સોસાયટીમા ઘરફોડ ચોરી કરી હતી. કડોદરામાથી એક હોન્ડા કંપનીની સીબી શાઇન મોટર સાઇકલની ચોરી કરી મોટર સાયકલ વડે કતારગામ મેઇન રોડ, યોગીચોક નજીક એક સોસાયટી, સીતાનગર ચોકડી નજીક એક સોસાયટીમાંથી, સીટીલાઇટરોડના એપાર્ટમેન્ટમા, અડાજણ ચીલ્ડ્રન પાર્ક નજીકના સોસાયટીમાંથી, મોટાવરાછા ગામના મકાનમાંથી બી.આર.સી ગેટ નજીકના બંધ મકાનમાંથી, મોડલ ટાઉન જૈન મંદીર નજીકના એપાર્ટમેન્ટમાં, ઘોડદોડ રોડ જોગસ પાર્ક નજીકના સોસાયટીમાં, ઉગામગાર્ડન પાસેથી હોન્ડા શાઇન બીન વારસી મુકી ત્યાથી એક હોન્ડા સીડી ડ્રીમ બાઇક પર ચોરી કરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે આ ગેંગ અવર નવર ચોરીમાં બાઇક બદલી વેલેન્ટાઇન સીનેમા નજીકના સોસાયટીમા એફ.ઝેડ મો.સા. ચોરી કરી હતી. ચોરીની મોટરસાયકલ સાથે વેલેન્ટાઇન સીનેમા પીપલોદ વિજય સેલ્સ પાસેના એપાર્ટમેન્ટમાં પાંડેસરાના એક એપાર્ટમેન્ટ પાસેથી ઇકો કારની ચોરી કરી હતી. સુરત શહેરના આજુબાજુના વિસ્તારોમાંથી જુદી જુદી જગ્યાએથી પોતાની કાર તથા મો.સા. પર ફરી જુદા જુદા વિસ્તારમાં રેકી કરી ચોરીની મોટરસાયકલ તથા એફ ઝેડ બાઇક પર રાત્રી દરમ્યાન ચોરીના ગુનાઓ કરતા આવ્યા હતા. જેમાં કાપોદ્રા, કડોદરા, સરથાણા, પુણા, પાલ, ઉતરાણ, લીંબાયત માં 1-1 ગુન્હા અને ઉધનામાં 2, ચોક બજારમાં 3, ઉમરા માં 5, સચિન 3, પાંડેસરામાં 2 ગુન્હાઓ કર્યા હોવાની કબૂલાત કરી છે.