Vadodara

પુરવઠા ખાતા દ્વારા રેશનિંગની દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું

વડોદરા: કોરોનાના કપરા કાળ દરમિયાનથી વડોદરા શહેર તેમજ જીલ્લામાં ગરીબો માટે અપાતા સરકારી અનાજના કાળા બજાર તેમજ વિતરણમાં ગેરરીતી આચરનાર 20 રેશનિંગ દુકાનોના પરવાના ચાલુ વર્ષે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે કાર્યવાહી કરવામાં આવી તેમાં રૂપિયા 1,28,000 દુકાનોની ડિપોઝીટ પણ જપ્ત કરી દેવાઈ હતી.

લોકડાઉન દરમિયાન સરકાર તરફથી ગરીબોને મફત અનાજનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો.આ જથ્થો રેશનિંગ દુકાનો દ્વારા રેશનકાર્ડ ધારકોને આપવામાં આવતો હતો.જોકે કેટલાક દુકાનદારો ગરીબોને જથ્થો આપવાના બદલે બારોબાર કાળાબજારીયાઓને મોકલી દેતા હતા.આ પ્રકારની ગેરરીતિ રોકવા માટે ચાલુ વર્ષે પુરવઠા તંત્ર દ્વારા વડોદરા શહેર અને જીલ્લાની 462 રેશનિંગ દુકાનો માં વિવિધ ટિમો બનાવી ને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.તપાસ દરમિયાન 288 જેટલી દુકાનોમાં ગેરરીતિ જણાઈ હતી.આ અંગે પુરવઠા ખાતામાં જ નોંધાયેલા કેસોનો દંડ ભરીને નિકાલ કરી દેવાયો હતો.

જ્યારે 20 દુકાનોના પરવાના મોકૂફ અને 5 દુકાનોના પરવાના કાયમી માટે રદ કરી દેવાયા હતા.મોટા પાયે ગેરરીતિ જણાતા 2 રેશનિંગ દુકાનોના સંચાલકો સામે પોલીસ કેસ પણ કરવામાં આવ્યા હતા. પુરવઠા વિભાગ દ્વારા દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી તેમાં રૂપિયા 1,28,000 દુકાનોની ડિપોઝીટ પણ જપ્ત કરી દેવામાં આવી છે.આ ઉપરાંત દુકાનોની તપાસ દરમિયાન જથ્થામાં વધઘટ જેવી ગેરરીતિ જણાઈ તો રૂપિયા 6,19,000નો દંડ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 32 બાયોડિઝલ પંપની પણ તપાસ કરી રૂપિયા 30,38,000 નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.આ તપાસણી બાદ 6 એફઆઈઆર કરાઈ હતી.જ્યારે 8 સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે.

Most Popular

To Top