મોડાસા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ અરવલ્લી પોલીસની ટીમ ચેકપોસ્ટો પર સઘન પેટ્રોલિંગ કરી રહી છે . ગઇકાલે મોડીરાત્રે વાહનચેકિંગ દરમ્યાન એક બેફામ કારે હોમગાર્ડ જવાનને ટક્કર મારતાં તેમનું મોત થયુ છે .
વાહન ચેકિંગ દરમ્યાન સાઠંબા તરફથી ચેકપોસ્ટ તરફ આવતી કારના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી હોમગાર્ડ જવાનને અડફેટે લેતાં તેઓ વીસેક ફૂટ દૂર ફેંકાયા હતા . જે બાદમાં ચાલકે કાબૂ ગુમાવતાં કાર પલટી મારી જતાં અંદર બેસેલાં ઇસમો અંધારાનો લાભ લઇ નાસી છુટ્યા હતા .
ઘટનાને લઇ 108 આવતાં ફરજ પરના તબીબે હોમગાર્ડ જવાનને મૃત જાહેર કર્યા હતા . જે બાદમાં સાંઠબા પોલીસના APC એ ફરાર કારચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે . અરવલ્લી જીલ્લાના સાંઠબા પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં આવતી ધોરીડુંગરી ચેક પોસ્ટ પર કારની ટક્કરે હોમગાર્ડ જવાનનું મોત થતાં ચકચાર મચી ગઇ છે .
ગઇકાલે રાત્રે સાંઠબા પોલીસ સ્ટેશનના APC હિતેશકુમાર ગોસાઇ , હોમગાર્ડ દિનેશભાઇ પરમાર , જશવંતસિંહ સોલંકી , પ્રકાશકુમાર સોલંકી , અને અલ્પેશસિંહ સહિતનો સ્ટાફ ધોરીડુંગરી ચેકપોસ્ટ પર વાહનચેકિંગમાં હતો . આ તરફ મોડીરાત્રે એક આઇસરને રોકાવી તલાશી લીધા બાદ તેને રવાના કરતાં દરમ્યાન સાંઠબા તરફથી આવતી એક ફોર વ્હીલે કારે હોમગાર્ડ દિનેશભાઇને અડફેટે લેતાં તેમનું મોત થયુ છે .
વાહનચેકિંગમાં રહેલ હોમગાર્ડ જવાનને ટક્કર માર્યા બાદ બેકાબૂ બનેલ કાર પલટી મારી ગઇ હતી . આ તરફ અંધારાનો લાભ લઇ ચાલક સહિત અંદર બેસેલ ઇસમો કાર મુકીને ફરાર થઇ ગયા હતા . ઘટનાને લઇ તાત્કાલિક 108 આવતાં ફરજ પરના તબીબે હોમગાર્ડને મૃત જાહેર કર્યા હતા . સમગ્ર મામલે સાઠંબા પોલીસના અ.પો.કો. હિતેશકુમારે ફરાર કારચાલક સામે સાંઠબા પોલીસ મથકે આઇપીસી કલમ 279 , 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177 , 184 , 134 ( B ) મુજબ ગુનો દાખલ કરાવ્યો છે .
ઉલ્લેખનિય છે કે ઘણીવાર કાર ચાલક બે ફામ ગાડી હાકતા હોય છે. ત્યારે તેમણે રોકવા મુશ્કેલ ભરેલું બની જાય છે. કેટલીક વાર પોલીસ તેમને રોકવાનો પ્રયત્ન કરે ત્યારે તેવો ભાગી છૂટવા માટે બે ફામ ડ્રાઇવિંગ કરતા હોય છે. અકસ્માત થાય છે.