મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે સતત પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને લઈ તબાહી મચી જવા પામી છે.યુક્રેનનો દાવો છે કે રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 352 લોકોના મોત થયા છે, તે જ 1,684 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ યુક્રેનનો દાવો છે કે તેણે અત્યાર સુધીના યુદ્ધમાં રશિયાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. 27 ફેબ્રુઆરી સુધીમાં 4,500 રશિયન સૈનિકોને મારવા ઉપરાંત લગભગ 150 ટેન્ક, 700 લશ્કરી વાહનો, 60 ઈંધણ ટેન્ક, 26 હેલિકોપ્ટરનો નાશ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ યુદ્ધ વચ્ચે ચેચન ફોર્સને સ્ટેન્ડ બાય કરાય છે. આ ફોર્સને દુનિયાની ખતરનાક ફોર્સમાની એક ફોર્સ માનવામાં આવે છે. ચેચન્યાનાં રાષ્ટ્રપતિ રમઝાન કેદિરોવે યુક્રેનમાં તેમના લડવૈયાઓ મોકલવાની જાહેરાત કરી છે. મીડિયા રીપોર્ટ મુજબ રશિયા દ્વારા યુક્રેનના અધિકારીઓની હત્યા કરવા માટે આ ફોર્સને સ્ટેડબાય કરાઈ છે. આ ચેચન ફોર્સને યુક્રેનના અધિકારીઓની યાદી આપવામાં આવી છે. ચેચન ફોર્સ ખાસ કરીને પોતાની ક્રૂરતા માટે જાણીતી છે.
શું છે ચેચન ફોર્સ ?
ચેચન ફોર્સ દક્ષિણ રશિયામાં સ્થિત એક નાના દેશ ચેચન્યાના લડવૈયાઓ છે. ચેચન્યા હાલમાં રશિયન ફેડરેશનનો ભાગ છે. ચેચન્યાના રાષ્ટ્રપતિ રમઝાન કાદિરોવે યુક્રેનમાં ચેચન લડવૈયાઓ મોકલવાની જાહેરાત કરી છે. યુક્રેનમાં કેટલા ચેચન ફોર્સ લડવૈયાઓ હાજર છે તેનો કોઈ ચોક્કસ આંકડો નથી.
કેવો છે ચેચન્યા દેશ?
ચેચન્યા દક્ષિણ રશિયામાં સ્થિત થયલો એક નાનો દેશ છે. જે પૂર્વ યુરોપના કાકેશસ પ્રદેશના ઉત્તર ભાગમાં સ્થિત છે. ચેચન્યા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. ચેચન્યા આજે રશિયન ફેડરેશનનો ભાગ હોઈ શકે છે, પરંતુ એક સમયે ચેચન્યાના લડવૈયાઓ રશિયા સામે હતા. તેણે 1919 માં સોવિયેત સંઘથી તેની સ્વતંત્રતા જાહેર કરી. પરંતુ સોવિયેત સંઘે ચેચન્યા પર આક્રમણ કર્યું. તત્કાલીન સોવિયેત નેતા જોસેફ સ્ટાલિને ચેચન્યાના લોકોને સર્બિયા જવાનો આદેશ આપ્યો. થોડા વર્ષો પછી, જ્યારે નિકિતા ખ્રુશ્ચેવ સોવિયેટ્સના નેતા બન્યા, ત્યારે તેમણે ચેચન્યાના લોકોને પાછા ફરવાનું કહ્યું. જ્યાં સુધી સોવિયેત યુનિયન રહ્યું ત્યાં સુધી ચેચન્યા તેની સ્વતંત્રતા માટે લડતું રહ્યું. ડિસેમ્બર 1991માં જ્યારે સોવિયત યુનિયન તૂટી ગયું, ત્યારે ચેચન્યા એક અલગ દેશ બની ગયો. પરંતુ રશિયાની હંમેશા આ નાનકડા દેશ પર નજર હતી. 1994 માં રશિયાએ ચેચન્યા પર આક્રમણ કર્યું, પરંતુ આ યુદ્ધમાં રશિયાનો પરાજય થયો.
ચેચન્યા રિપબ્લિક વડાનો સંદેશ
ચેચન્યા રિપબ્લિકના વડા કેદિરોવે એક વીડિયો સંદેશ જારી કરીને દાવો કર્યો છે કે યુક્રેનમાં ઓપરેશન દરમિયાન અત્યાર સુધી એક પણ ફાઇટર માર્યો ગયો નથી કે ઘાયલ થયો નથી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિને યોગ્ય નિર્ણય લીધો છે અને અમે તેમના આદેશનું પાલન કરીશું. પરંતુ રશિયન સમાચારની એક એજન્સીએ દાવો છે કે યુક્રેનમાં લગભગ 12,000 ચેચન લડવૈયાઓ છે અને તેઓ પુતિનના આદેશની રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, બ્રિટિશની એક ન્યૂઝ વેબસાઇટએ દાવો કર્યો છે કે રશિયાએ ચેચન લડવૈયાઓને યુક્રેનના અધિકારીઓની યાદી આપી છે. તેમને યુક્રેનના એ અધિકારીઓની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમના નામ આ યાદીમાં લખેલા છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ અધિકારી કસ્ટડીમાં આવવાની ના પાડે તો તેને મારી નાખવામાં આવે.