સુરત(Surat): ભેજાબાજ ઠગો પોતાના ઈરાદા પાર પાડવા માટે અજબ ગજબની ટ્રીક અજમાવતા હોય છે. આવા જ એક ઠગને સુરત પોલીસે (SuratCityPolice) મહેસાણાના (Mehsana) દેહગામથી પકડ્યો છે. આ ઠગ વલસાડથી (Valsad) બીએમડબ્લ્યુ (BMW) અને મર્સિડીઝ (Mercedes) જેવી લક્ઝુરીયસ કાર લઈ સુરત આવતો. સાધુનો(Sadhu) વેશ ધારણ કરી કારમાં બેઠાં બેઠાં જ આ ઠગ મંદિર ક્યાં છે? એમ પૂછીને વૃદ્ધોને હિપ્નોટાઈઝ (Hypnotize) કરતો અને પછી તેમના દાગીના લૂંટી (Jewelry robbery) લેતો હતો. આખરે આ ઠગ બાવો પાંજરે પુરાયો છે.
જહાંગીરપુરા પોલીસે મહેસાણાના દેહગામથી લૂંટારાને પકડ્યો છે. પકડાયેલા આરોપી સાધુના વેશમાં લક્ઝુરીયસ કારમાં આવી વૃદ્ધોને નિશાન બનાવતા હતા. મંદિર પાસે વૃદ્ધોને રસ્તો પૂછવાના બહાને અટકાવતો અને તેમની ઉપર ખોટી વિદ્યાનો પ્રકોપ છે એવું કહી હિપ્નોટાઈઝ કરી દેતો હતો. બાદમાં વૃદ્ધોના રોકડા અને દાગીના લૂંટી ભાગી ગજતો હતો. પોલીસે દેહ ગામથી એકની ધરપકડ કરી છે જ્યારે એક ને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે આ કેસની વિગત આપતા કહ્યું કે, જહાંગીરપુરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા સાધુ બનીને વડીલો પાસેથી સોનું, રોકડા લઈને એક લૂંટારો ભાગી ગયો હોવાની ઘટના બની હતી. તપાસ કરતા આ લૂંટ વનરાજ મદારી નામના ઈસમે કરી હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે મહેસાણાના દેહગામથી તેની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીની મોડેસ ઓપરેન્ડીથી પોલીસ ચોંકી ઉઠી છે. કારણ કે માત્ર 3 મહિનામાં આ લૂંટારાએ 1 કરોડ થી વધુની ઠગાઈ કરી છે.
શું હતી લૂંટારાની મોડસ ઓપરેન્ડી?
આરોપી મદારીની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે તે વલસાડથી મર્સડીઝ, બીએમડબલ્યુ જેવી લક્ઝુરીયસ કારમાં સુરતમાં આવતો કોઈ મંદિર પાસે ઉભો રહેતો. મંદિર નજીક કોઈ મહિલા કે વૃદ્ધ સોનું પહેરીને આવે તો સરનામું પૂછવાના બહાને તેમને અટકાવો. વનરાજ મદારી લક્ઝુરિયસ કારમાં ઉતરીને એકલ દોકલ દેખાતા વૃદ્ધ કે આધેડને પોતે નાગો બાવો છે તેવું જણાવીને ધાર્મિક વાતો કરીને આંજી દેતો હતો.
બાદમાં હવામાંથી ભસ્મ ઉડાવવી, સોનાની લગડી કે પૈસા કાઢવા જેવા જાદુ કરીને સામેવાળાને સ્તબ્ધ કરી દેતો હતો. ત્યારબાદ મદારી તે વૃદ્ધને હિપ્નોટાઈઝ કરી દાગીના ઉતરાવી લેતો અને રોકડા કઢાવી લેતો હતો. બાદમાં કારમાં ભાગી જતો. તે જતો રહે ત્યાર બાદ લોકોને લૂંટાયા હોવાનું ભાન થતું હતું. જહાંગીરપુરામાં જ મદારીએ 8 લાખની ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ, વડોદરાથી દેહગામ સુધી આરોપીએ એકાદ કરોડથી વધારાની ઠગાઈ કરી છે.