હાલોલ : શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં દલવાડી કમ્પાઉન્ડમાં આવેલ પંડીત દીન દયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન ના સંચાલક ગ્રાહકોને નિયમ મુજબનું અનાજનુત્ર વિતરણ નથી કરી રહ્યા. જેથી બપોરના સમયે હાલોલ નાયબ મામલતદાર(પુરવઠા)એ રૂબરૂ જઈને સ્થળ પર તપાસ કરતા દુકાનના સંચાલક ત્યાં હાજર હોવાથી તેમની સાથે ઉપરોક્ત વિષયે વાત કરતા, તેમના મોઢામાંથી ખરાબ દુર્ગંધ આવતી હતી ને તેમના શરીરનું સમતોલન પણ બરાબર નહી રહેતા તેઓ લથ્થડીયા ખાતા હતા.
જેથી સંચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાથી નાયબ મામલતદારે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી ને ઘટના અંગે ગોધરા સ્થિત જીલ્લા પુરવઠા વિભાગને રીપોર્ટ કરવામાં આવ્યો હતો.
જેથી ગત તા.૧૬/૧/૨૧ ને શનિવારના રોજ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા ઉપરોક્ત બનાવને પગલે, સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલનમાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવવા બદલ, પરવાનાની જોગવાઈ અન્વયે, ઉપરોક્ત દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે મોકુફ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ગત તા.૧૩/૧/૨૧ ને બુધવારના રોજ હાલોલ શહેરમાં આવેલ સરકારી સસ્તા અનાજ વિતરણની દુકાનના સંચાલક ગ્રાહકોને નિયમ મુજબનું અનાજનું વિતરણ નહી કરવામાં આવતું હોવાથી, હાલોલ નાયબ મામલતદાર(પુરવઠા) દ્વારા બપોરના સમયે શહેરના સ્ટેશન રોડ વિસ્તાર પર દલવાડી કમ્પાઉન્ડમાં આવેલ પંડીત દીન દયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન પર તપાસ હીથ ધરતા, દુકાનનો પરવાનો ધરાવતા તેના સંચાલક રમણલાલ રણછોડભાઈ પરમાર ઉંવર્ષ ૬૩ રહે. ખરસાલીયા તા. કાલોલ ત્યાં મળી આવતા, તેમની સાથે વાતચીત કરતા તેઓ ખુબ જ દારૂ પીધેલી હાલતમાં હતાં.
ને તેમનાથી પોતાના શરીરનું સમતુલન પણ બરાબર રાખી શકાતુ ન હતું, જેથી નાયબ મામલતદાર દ્વારા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને સંચાલક વિરૂદ્ધ દારૂ પીને સરકારી દુકાનનું સંચાલન કરવામાં આવતું હોવાની ફરીયાદ નોંધાવી ઘટના અંગે ગોધરા સ્થિત જીલ્લા પુરવઠા વિભાગના અધિકારીને રીપોર્ટ કરવામાં આવ્યો હતો.
જેથી ગત તા.૧૬/૧/૨૧ ને શનિવારના રોજ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા, સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલનમાં ઉપર મુજબની ગંભીર પ્રકારની બેદરકારી દાખવવા બદલ, સરકારી વ્યાજબી ભાવની દુકાનના પરવાનાની શરતોની જોગવાઈ અન્વયે, હાલોલ દલવાડી કમ્પાઉન્ડ ખાતે આવેલ રમણલાલ રણછોડભાઈ પરમાર સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે મોકુફ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.