સપ્તાહના છેલ્લા બે દિવસમાં જે ઝડપી ઘટાડાઓ આપણે જોયા તેણે જાણે બજારને તેના ઘૂંટણિયે લાવી દીધું અને બજારની અસ્થિરતાએ રોકાણકારો માટે ઘણી મુશ્કેલીઓ સર્જી. દિશા પકડવા માટે આંતરરાષ્ટ્રીય પ્રવાહો પર નજર માંડી રહેલા બ્રોડર ઇન્ડિસીસ થાકી રહેલા જણાતા હતા. આના પરિણામે ૧૪૦૦૦નું લેવલ તોડનાર તેજીની દોડ ઘણી ઓછી ટકી. અલબત્ત, નિફટીને ઉપર લઇ જવામાં મહત્વનો ભાગ ભજવનાર બેંક નિફટી હતો પરંતુ તે પણ પીછેહટ કરી ગયો.
પ્રોફિટ બુકીંગ કે જે બજારમાં જાતે જાતના શેરોમાં દેખાયું તેના પછી રિકવરીની શક્યતાઓ શરૂ થઇ છે અને આગામી સપ્તાહમાં આવનારા ત્રીજા ક્વાર્ટરના પરિણામોના ટેકે રિકવરી આવવાની આ શક્યતા જણાય છે. અલબત્ત, આપણે તે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો કે પ્રવાહો હાલ ગુંચવાયેલા છે. છેલ્લા કેટલાક દિવસમાં ભારે ખરીદી નીકળી અને તેના કારણે બજાર નવી ઉંચાઇઓ પર પહોંચ્યું જે ઉંચાઇઓ હવે ધોવાઇ જતી લાગે છે. બજારમાં હવે આપણે કેટલોક શેર લક્ષી અભિગમ જોઇ શકીએ છીએ પણ તે અપવર્ડ ડ્રાઇવને ટકાવી રાખવા માટે પુરતો નથી. નિફટી જાણે રોલર કોસ્ટર રાઇડ પર છે. અગાઉ કેટલાક સપ્તાહમાં પછડાયા પછી તેણે ઘણી મજબૂત રીતે રિબાઉન્ડ થવાનો પ્રયાસ કર્યો. જ્યારથી બ્રોડર ઇન્ડિસીસ રિબાઉન્ડ થવાની તૈયારી બતાવતા હતા ત્યારે દરેક રેલીમાં તેને સ્ટેડી સપોર્ટ દેખાતો હતો. જો કે આરબીઆઇએ તેની તાજેતરની પોલિસીમાં દરોમાં યથાવત સ્થિતિ રાખીને બજારની આગેકૂચને બહુ ટેકો આપ્યો નહીં. બેન્ક નિફટીએ તો અગાઉથી જ હોલ્ટની સાઇન બતાવી દીધી હતી અને હવે તે નીચે તરફની ગતિનો સતત સંકેત આપી રહ્યો છે જે વ્યાપક નિરાશાવાદ જન્માવી રહ્યો છે.
જ્યારે આપણે ચાર્ટ્સ તરફ જોઇએ છીએ તો આપણે એ નોંધીએ છીએ કે પિચફોર્ક પર આધારિત ડેઇલી ચાર્ટ્સ હજી વધુ કેટલીક ડાઉનસાઇડનો અવકાશ દર્શાવે છે. રિલાયન્સના ક્યુ૩ના પરિણામોની અસર પણ કોઇ ખાસ તકોની ક્ષણે આવી નહીં. આ શેરે એક સપ્તાહમાં ૧૦ ટકાનો વધારો દર્શાવ્યો છે જે કેટલાક સમયથી બન્યું ન હતું. હવે, જ્યારે પરિણામો બજાર પર પ્રભાવ પાડવા માટે તૈયાર છે તો તેઓ બજારને ૧૪૦૦૦ પર રહેવામાં મદદ કરી શકે છે. મેક્સ પેઇન પોઇન્ટ ૧૪૩૦૦ની આસપાસ હતો અને નિફટી તે લેવલો નજીક રિએક્ટ કરવામાં સફળ રહ્યો અને કેટલોક સમય ત્યાં અટક્યો. મંગળવારે ગેપ એરિયામાં સર્જાયેલ ડીપ એ બાબત પર પ્રકાશ પાડે છે કે પ્રવાહો કેટલાક સમય માટે સપોર્ટ ઝોન સુધી જઇ શકે છે. હવે જ્યારે આ એક ટૂંકુ સપ્તાહ આવી રહ્યુ઼ છે ત્યારે આપણે આગામી સિરિઝમાં કંઇક રમવાની શરૂઆત કરવાનું વિચારવું જોઇએ જ્યારે કે હાલની સ્થિતિ વધુ સાવધાનીભર્યો અભિગમ માગી રહી છે.
ડિવિસલેબ: ૩૬૦૦ સુધીની રેલી પર વેચો
આ સપ્તાહની ગતિ સૂચવે છે કે ડિવિસલેબે ૩૬૦૦ની આસપાસનો વેલ્યુ સપોર્ટ એરિયા તોડ્યો છે અને એક લોંગ બોડી નેગેટીવ કેન્ડલ રચીને અન્ડરલાઇંગ બેરિશ મૂવમેન્ટ ચાલુ રહી હોવાનું દર્શાવે છે. જ્યારે ૩૬૦૦ની આસપાસના ટેકાઓ ગુમાવાયા છે ત્યારે તાજેતરની ગતિ સૂચવે છે કે વોલ્યુમ સાથે કેટલીક ડાઉનસાઇડ મૂવમેન્ટ વધી છે. પ્રવાહો સ્પષ્ટપણે નીચે તરફ આગળ વધી રહ્યા છે જે સૂચવે છે કે કિંમતો કેટલાક વેચવાલીના દબાણ હેઠળ છે. લોંગ બોડી કેન્ડલો દર્શાવે છે કે હાયર લેવલો પર પ્રોફિટ બુકીંગ વધુ નીચે તરફની ગતિની શક્યતા દર્શાવે છે. આ શેર ૩૪૭૦ તરફના ડ્રોપ માટે ૩૬૪૦ પર સ્ટોપ રાખીને ૩૫૫૦ નીચે અથવા ૩૬૦૦ નજીકના વધારામાં વેચો.
માઇન્ડ ટ્રી: ૧૭૬૦ પર ઘટાડે ખરીદો
નિયમિત પ્રોફિટ બુકીંગ છતાં આ શેર નીચલા લેવલોએથી રિબાઉન્ડ થવામાં સફળ રહ્યો છે. ચાર્ટ પર દેખાઇ રહ્યું છે કે એમએ બેન્ડ નજીકના ઘટાડાએ કિંમતોને કેટલોક ખરીદીનો રસ જન્માવવામાં મદદ કરી છે જે કેટલીક સ્માર્ટ રિકવરી સુધી દોરી ગયો છે. જ્યારે બજારોમાં કેટલોક ગુંચવાડો દેખાઇ રહ્યો છે ત્યારે આઇટી સેકટરમાંનુ સેફ હેવનનું સ્ટેટસ ફરી એકવાર યુઆઇટી શેરો પર સ્પોટલાઇટ લાવશે. ઇન્ટ્રાડે ચાર્ટસ પર નીચલા લેવલે આપણે તેજીનું વલણ એકધારું સર્જાવાનું જોઇ શકીએ છીએ જે આપણે હાલના લેવલે લોંગ કરવા માટે આમંત્રણ આપે છે. હાલના ૧૭૯૦ના લેવલ પર અને ૧૭૬૦ સુધીના ઘટાડે ૧૮પ૦ સુધીની રેલી માટે ૧૭પ૦ની નીચે સ્ટોપ રાખીને લોંગ કરી શકાય.