Vadodara

વુડામાં ભ્રષ્ટાચારનું ‘ચાર્જ લિસ્ટ’, સ્કેવર ફૂટે રૂપિયાની માગ

વડોદરા  : વડોદરા આર્કિટેક એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારોએ વુડાના સીઈઓ અધ્યક્ષતામાં બંધબારણે બેઠક યોજવામાં આવી હતી. એક કલાક બેઠકમાં પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી. આર્કિટેક એસોસિએશને વુડામાં ચાલતા ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા પ્રતિ સ્ક્વેર ફૂટ રૂપિયાની માગણી અલગ-અલગ કામોમાં કરવામાં આવે છે .રૂપિયા સિવાય કોઈપણ કામ થતું નથી વુડાના અધિકારીઓ સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. કિરીટ પટેલે પોતાની પર થયેલી ફરિયાદને પાયાવિહોણા ગણાવી અને મહિલા અધિકારી સામે ક્રોસ ફરિયાદ આગામી સમયમાં કરવામાં આવશે. જોકે બેઠક સંપન્ન થયા બાદ સીઈઓ મીડિયા થી બચવાનો પ્રયત્ન કર્યા હતા.

તાજેતરમાં ક્રેડાઇ તથા આર્કિટેક એસોસિએશન બંનેના એક સરખા વિવાદ સામે આવ્યા હતા. પાલિકા તંત્ર અને વુડામા તેમની ફાઈલો મંજૂર કરવામાં ન આવતા તેઓના ડેવલોપમેન્ટ ની કામગીરી અટકી ગઈ છે અને વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો છે તેવી પોસ્ટ સોસિયલ મીડિયામાં મુકતા વિવાદનો વંટોળ ફૂંકાયો હતું. બાંધકામ મંજૂરી બાંધકામ વિભાગ લગતી તમામ પ્રક્રિયા ની મંજૂરી મેળવવા માટે બિલ્ડર તથા આર્કિટેક ને તકલીફ પડી રહી છે. બિલ્ડરોને બાંધકામ લગતી ની મંજુરી તથા ડિઝાઇન કામગીરી આર્કિટેક કરતા હોય છે. ક્રેડાઇ અને આર્કિટેક એસોસિએશન અને કોઈપણ અરજી નિકાલ ઝડપથી કરવામાં આવતો નથી અને તંત્ર કામગીરી સામે બંડ પોકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે શાલિની અગ્રવાલ પાલીકામા મ્યુનિસિપલ કમિશનર અને વુડામાં ચેરમેન નો હોદ્દો ધરાવતા હોય છે. ક્રેડાઇ અને આર્કિટેક ના મુદ્દા સરખા હતા. ફાઈલો પેન્ડિંગ હોવાના કારણે કરોડો રૂપિયાનું બેલેન્સ મેન્ટ અટકી ગયું છે એ ફોર ટેબલ ની કામગીરી પણ અટકી ગઈ છે વુડા અને કોર્પોરેશનમાં બાંધકામ વિભાગના ૭ હોવા છતાં મનમાંથી ફાઇલોનો નિકાલ થાય છે વર્ષોથી ઘોડા અને પાલિકા વિવાદમાં સપડાયું છે. વુડા અને પાલિકાના કેટલાક અધિકારીઓ એસીબીના ટ્રેપમાં ઝડપાયા છે.વુડાના એક અધિકારી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ સાથે પાલિકામાં મિટિંગ માં હતા ત્યારે ચાલુ મિટિંગમાં એસીબીના અધિકારીઓએ તેમની ધરપકડ કરી હતી.

મંગળવારના રોજ  આર્કિટેક એસોસિએશનના પ્રમુખ કિરીટ પટેલ અને હોદ્દેદારો તથા બીજા આર્કિટેક પોતાની રજૂઆત કરવા વુડા આવ્યા હતા. આર્કટિક આર્કિટેક એસોસિએશનના હોદ્દેદારો એ પહેલાં કહ્યું કે શુભેચ્છા મુલાકાત અને અમારા પડતર પ્રશ્નોને લઇને સીઇઓ અશોક પટેલ સાથે બેઠક કરવા માટે આવ્યા છે. થોડા દિવસ અગાઉ આર્કિટેક કિરીટ પટેલ દ્વારા ફાઈલ ની કામગીરીને લઇને મહિલા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ મહિલાએ કરતા આર્કિટેક એસોસિએશનના પ્રમુખ કિરીટ પટેલ સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આર્કિટેક એસોસિએશનના હોદ્દેદારો વુડા કચેરી ખાતે પહોંચતા જ મીડિયા સમક્ષ વુડમાં ચાલતા તમામ વિભાગમાં ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હતો. અને રૂપિયા ફાઇલ આગળ વધતી નહિ તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા.આર્કિટેક એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો એ સીઈઓ અશોક પટેલ સાથે એક કલાક બંધ બારણે બેઠક કરવામાં આવી હતી.તેમના વિવિધ પ્રશ્નો ને લઈ ચર્ચા કરવામાં આવી હતી.વુડાના ટીપીઓ મહેશ સોલંકી ની ભાયલી માં સામ્રાજ્ય ધરાવતા મોટા ગજાના બિલ્ડરે બંગલો ખેરાત કર્યાની માહિતી પણ સુત્રો દ્વારા મળી છે.જોકે વુડા અગાઉ પણ વિવાદોમાં સપડાયેલું છે.વુડાના અગાઉ સીઈઓ તરીકે ફરજ બજાવતા અધિકારી પાલિકામાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ સાથે મીટીંગમાં ચર્ચા કરી રહ્યા હતા તે સમયે જ એસીબીના અધિકારીઓએ તેમની ધરપકડ કરી હતી જોકે વુડા ભ્રષ્ટાચારથી ખદબદે છે તે સૌ જાણે છે.

શું આ ફાઈલો ખોટી રીતે પાસ કરાઈ છે?

આર્કિટેક એસોસિએશનના પ્રમુખ કિરીટ પટેલ અને હોદ્દેદારોએ એક કલાક બંધબારણે બેઠક થયા બાદ ફરી સીઈઓ ની કેબિન માં ગયા હતા અને વુડાના ભ્રષ્ટ અધિકારીઓએ ખોટી ફાઈલો પાસ કરી છે તેનું લીસ્ટ પણ સીઈઓ અશોક પટેલ ને આપ્યું હતું. મૂળામાં અધિકારીઓ ની મિલી ભગત થી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જેના ઉદાહરણ તરીકે પાંચ અને છ કેસો માં થયેલા ભ્રષ્ટાચાર નુ લીસ્ટ આપવામાં આવ્યું છે

વિકાસ પરવાનગી/,11/2012-2013, તા:28/8/2012 ( રિવાઇઝ્ડ વિકાસ પરવાનગી તપાસ કરવી).
વિકાસ પરવાનગી/152/2020-2021, તા:31/8/2020( રિવાઇઝ્ડ વિકાસ પરવાનગી તપાસ કરવી)
વિકાસ પરવાનગી/101/2020-2021, તા:11/11/2020 ( વિકાસ પરવાનગી માં આપેલ F.S.I ની તપાસ કરવી)
વિકાસ પરવાનગી/152/2020-2021, તા:31/8/2020 ( રિવાઇઝ્ડ વિકાસ પરવાનગી તપાસ કરવી)
વિકાસ પરવાનગી/43/2020-2021 તા:04/12/2020 ( વિકાસ પરવાનગી ની તપાસ કરવી)
વિકાસ પરવાનગી/21/2020-2021, તા:30/9/2020 ( પ્લોટ વેલીડેશન ની તપાસ કરવી)

વુડાના તમામ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદે છે : કિરીટ પટેલ
એસોસિએશનના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે વુડામાં તમામ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદે છે. પતિ સ્કેર ફૂટ રૂપિયાની માગણી કરવામાં આવે છૅ. અલગ-અલગ કામોમાં અલગ અલગ ભાવ છે.અધિકારીઓ રૂપિયા સિવાય કામ કરતા નથી.સીઈઓ અશોક પટેલ સાથે એક કલાક બંધબારણે બેઠક ચાલી હતી જેમાં તેમના પડતર પ્રશ્નો અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્લોટ વેલીડેશન, ટી.પી.ઇન્ક્રીમેન્ટર, વિકાસ પરવાનગી, વિકાસ પરવાનવી રિન્યુલ, પ્લીન્થ ચેક સર્ટીફીકેટ/ઓક્યુપેશન સર્ટિફિકેટ, ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમિશન સિસ્ટમ ફરીથી મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી અને આનું નિરાકરણ સાત દિવસમાં નહીં આવે તો આર્કિટેક્ટ એન્જિનિયર એસોસિએશન અચોક્કસ મુદત સુધી વુડા દફ્તરમાં દરેક પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી હતી. બેઠકમાં અમારા પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી છે. ફરિયાદ અથવા ભ્રષ્ટાચાર અને કોઈ રજૂઆત બેઠકમાં થઈ નથી. મારી પર જે ફરિયાદ કરવામાં આવી છે એ પાયાવિહોણી અને વાહિયાત છે મહિલા અધિકારીને સામે ક્રોસ ફરિયાદ કરાશે.

વુડાના સીઈઓ અશોક પટેલ અને ટીપીઓ મહેશ સોલંકીના કૌભાંડ બહાર પાડીશું
આર્કિટેક કંચન પટેલે પણ વુડા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા.કાયદાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. સરકારે પરિપત્ર ગુજરાતી માં છાપવો જોઈએ. 40 ટકા કપાત પ્રક્રિયાને સરકારગ લેન્ડ ગ્રેબીગ ગણાવી. ખેડૂતોની ૪૦ ટકા જમીન લઈને સરકાર ઉઘાડી લૂંટ ચલાવે છે. સરકારે ૪૦ ટકા કપાત નો નિયમ પરત લેવામાં આવે. વુડાની રોજ એક ભ્રષ્ટ અધિકારી નું કૌભાંડ બહાર પાડીશું.

ભ્રષ્ટાચાર અંગે કોઇ રજૂઆત ન કરાઈ : અશોક પટેલ
વુડાના સીઈઓ અશોક પટેલે જણાવ્યું હતું કે આર્કિટેક ના પડતર પ્રશ્નો અંગે બેઠક કરવામાં આવી હતી આર્કિટેક દ્વારા ભ્રષ્ટાચાર અંગે કોઇ રજૂઆત કરવામાં આવી નથી. ઉપરાંત મહિલા અધિકારીએ કરેલી ફરિયાદ અંગે પણ કોઈ ચર્ચા થઈ નથી. બંધ બારણે થયેલી બેઠક અંગે ચૂપ રહ્યા હતા.

Most Popular

To Top