Editorial

જો પર્યાવરણ નું જતન નહીં થશે તો ચારધામ યાત્રા ભૂતકાળ બની જશે

ગત લોકસભા ચૂંટણીની પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર વાઇરલ થઈ હતી, જેમાં વડાપ્રધાન એક ગુફાની અંદર બેઠેલા ધ્યાન કરતા જોવા મળ્યા હતા. તસવીર ઉત્તરાખંડના કેદરનાથની હતી. જે ગુફામાં મોદી બેઠા હતા એ એક સમયે સંન્યાસીઓની હતી. હવે આ સંપૂર્ણ વિસ્તાર એવા બજારમાં બદલાયું છે, જ્યાં આ ગુફાની પણ એડવાન્સ બુકિંગ થવા લાગ્યું છે. આ ગુફામાં હવે વીજળીની વ્યવસ્થા છે, બેડ પણ છે. ગરમ પાણી માટે ગિઝર છે અને સાથે જ એક એટેચ ટોઇલેટ-બાથરૂમ પણ બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીની તસવીર વાઇરલ થયા બાદ આ ગુફામાં રહેતા પર્યટકોની સંખ્યા એટલી વધી ગઈ છે કે લોકો બે-બે મહિના પહેલાં જ તેનું બુકિંગ કરાવવા લાગ્યા છે. હિમાચલના કેદારનાથ જેવા ઊંચા પર્વતીય વિસ્તારોમાં આ પ્રકારના નિર્માણ અને લોકોની દરમિયાનગીરી ખતરનાક છે, પરંતુ એવાં નિર્માણ મોટા પાયે થઈ રહ્યાં છે.

ઋષિગંગા જેવી દુર્ઘટના માટે ચારધામ જેવા પ્રોજેક્ટ જવાબદાર ચમોલીના ઋષિગંગામાં આવેલી તબાહી પછી પહાડોમાં આ પ્રકારના નિર્માણને લઈને સવાલો ઊઠી રહ્યા છે. સૌથી વધુ સવાલોના ઘેરામાં છે- ચારધામ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ અંતર્ગત ઉત્તરાખંડનાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીને જોડનારા માર્ગોનું પહોળા બનાવવાનું છે. આ વાતની શરૂઆત 2016માં વડાપ્રધાન મોદીએ કરી હતી. આ યોજના પર પર્યાવરણવિદ્ શરૂઆતથી સવાલો ઉઠાવી રહ્યા છે. ચમોલીની ઋષિગંગા નદીમાં સંકટ આવ્યા બાદ પર્યાવરણ કાર્યકર્તા પ્રોફેસર રવિ ચોપડાએ સુપ્રીમ કોર્ટને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ચમોલીમાં આવેલા સંકટની પાછળ ક્યાંક ને ક્યાંક ચારધામ જેવા પ્રોજેક્ટ જવાબદાર છે. રવિ ચોપડા તે હાઈપાવર કમિટીના અધ્યક્ષ પણ છે, જેનું ગઠન સુપ્રીમ કોર્ટે ચારધામ પ્રોજેક્ટના કારણે થનારા પર્યાવરણીય તેમજ સામાજિક પ્રભાવોના આંકલન માટે કરવામાં આવ્યું હતું.

ગત લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં વોટિંગ પછી PM મોદી કેદારનાથ ગુફા પહોંચ્યા હતા. ઈતિહાસકાર શેખર પાઠક કહે છે, ‘હિમાલય અને પ્રકૃતિ પ્રત્યે આપણા પૂર્વજ આપણાથી અનેકગણા દૂરદર્શી અને જાગરૂક હતા. આજથી હજારો વર્ષ પહેલાં, જ્યારે આધુનિક મશીનોનું નિર્માણ થયું ન હતું, તેમણે ત્યારે 12 હજાર ફૂટની ઊંચાઈએ કેદારનાથ જેવું વિશાળ મંદિર બનાવી દીધું. જ્યારે મંદિર બની શકે છે અને વધુ નિર્માણ કરવામાં આવી શકે છે, પરંતુ તેમણે એવું ન કર્યું. મંદિર આસ્થાનું કેન્દ્ર હતું અને લોકો પગપાળા અહીં દર્શન માટે પહોંચતા હતા.

આજે આપણે કેદારનાથ મંદિરની આજુબાજુ આખું બજાર બનાવી દીધું છે. મંદિર સુધી પહોંચવા માટે સીધા હેલિકોપ્ટર તહેનાત છે. તેઓ જણાવે છે કે આપણે હિમાલયની સંવેદનશીલતાને નથી સમજતા. ચારધામ પ્રોજેક્ટ એનું સૌથી મોટું ઉદાહરણ છે.’ પર્યાવરણ કાર્યકર્તાઓનો આરોપ છે કે ચારધામ પ્રોજેક્ટને પૂરો કરવા માટે સરકારે તમામ નિયમ-કાયદાને અવગણ્યાં છે, જેમાં સૌથી મોટો આરોપ એ છે કે EIA એટલે એન્વાયર્નમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટથી બચવા માટે આ એક પ્રોજેક્ટને અનેક નાના-નાના પ્રોજેક્ટમાં દેખાડવામાં આવ્યો છે.

100 કિલોમીટરથી લાંબા કોઈપણ પ્રોજેક્ટ માટે EIA અનિવાર્ય હોય છે. EIAના નિયમ પારિભાષિત નથી, પરંતુ એ અંતર્ગત કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય વિશેષજ્ઞો દ્વારા આ તપાસ કરાવે છે કે કોઈ મોટા પ્રોજેક્ટની પર્યાવરણ પર શું અસર પડી શકે છે. EIA પછી જો પર્યાવરણ મંત્રાલય અનુમતિ આપે છે ત્યારે એવા કોઈ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી શકે છે. ચારધામ પ્રોજેક્ટ કુલ 889 કિલોમીટરનો છે, પરંતુ તેમ છતાં આ પ્રોજેક્ટને EIA નથી થયું. એ એટલા માટે કે સરકારે આ સમગ્ર પ્રોજેક્ટને 53 અલગ અલગ ‘સિવિલ પ્રોજેક્ટ્સ’માં વેચવામાં આવ્યો, જે તમામ 100 કિલોમીટરથી નાના છે, તેથી EIAની જોગવાઈને જ બાયપાસ કરી દેવામાં આવી છે.

આ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપતા આ મુદ્દો અરજદારે પણ ઉઠાવ્યો હતો, જેના જવાબમાં સરકારનો તર્ક હતો કે આ સમગ્ર પ્રોજેક્ટ જૂના માર્ગોને પહોળો કરવા માટે અને એના પર લોકનિર્માણ વિભાગ અલગ-અલગ ટુકડાઓમાં કામ કરશે, તેથી આવું કરાયું છે. જોકે સરકારે આ તર્ક પછી પણ સુપ્રીમ કોર્ટે એક હાઈપાવર કમિટી ગઠિત કરી છે, જેણે આ પ્રોજેક્ટથી થનારા સંભવિત દુષ્પ્રભાવો પર રિપોર્ટ તૈયાર કરવાનો છે.

પોતાના બનાવેલા નિયમોને જ ભૂલી સરકાર
સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી હાઈપાવર કમિટીના સભ્ય હેમંત ધ્યાની કહે છે, ‘આ પ્રોજેક્ટ માટે સરકારે માત્ર આ એક જ ચાલાકી નથી કરી. 2018માં સડક તેમજ પરિવહન મંત્રાલયે પણ સર્ક્યુલર જાહેર કર્યો હતો અને પહાડોમાં સડકોના ડામરવાળા હિસ્સા (બ્લેક ટોપ) 5.5 મીટરથી વધુ પહોળા ન હોવા જોઈએ, પરંતુ ચારધામ પ્રોજેક્ટમાં આ નિયમને પણ તોડવામાં આવ્યો છે. અને માર્ગના બ્લેક ટોપની પહોળાઈ 10 મીટર સુધી કરી દેવામાં આવી છે.’

બદ્રીનાથ-કેદારનાથ માર્ગ પર ચારધામ પ્રોજેક્ટ અંતર્ગત સડકને પહોળી કરવાનું કામ થઈ રહ્યું છે.
આટલા પહોળા રસ્તા બનાવવા માટે દુનિયાની સૌથી ઊંચી અને સૌથી નવા પર્વત શૃંખલામાં પહાડો અને વૃક્ષોને મોટા પ્રમાણમાં કાપવામાં આવી રહ્યાં છે. એ માટે અત્યારસુધીમાં 56 હજારથી વધુ વૃક્ષ કાપવામાં આવ્યાં છે અને લગભગ 36 હજાર જેટલાં વૃક્ષોને માર્ક કરવામાં આવ્યાં છે, જેને કાપવામાં આવશે. જાણકારોના મતે હકીકતમાં કાપવામાં આવેલાં વૃક્ષોની સંખ્યા ઘણી જ વધારે છે, કેમ કે આમાં એ વૃક્ષો સામેલ નથી, જે પહાડ કાપવા દરમિયાન એની સાથે પડી ગયા કે આ પ્રોજેક્ટના કારણે થયેલા ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયાં.

હેમંત ધ્યાન જણાવે છે કે ‘આ પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા ત્રણ હાઈવેમાં 161 જગ્યાએ જમીન ધસી ગઈ છે. એની ટ્રીટમેન્ટ વર્ષો સુધી થતી રહેશે, તેમ છતાં પહાડો ધસી પડવાનું બંધ નહીં થાય. ચારધામ પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહેલી લેન્ડસ્લાઈડએ અનેક લોકોના જીવ પણ લઈ ગયા છે, જેમાં ત્રણ લોકો તો એક જ પરિવારના હતા, જેમનાં ઘર ઋષિકેશની પાસે થયેલી લેન્ડસ્લાઈડના કાટમાળમાં દબાઈ ગયાં. આ પ્રોજેક્ટના કારણે રુદ્રપ્રયાગના ચંડિધારમાં પણ આઠ લોકો એકસાથે કાટમાળની નીચે દબાઈ જતાં મોતને ભેટ્યા હતા, જેમાં ઉમા દેવી પણ સામેલ હતાં, જેઓ પ્રોજેક્ટ વિરુદ્ધ પોતે એક અરજદાર નાગરિક હતાં.’

Most Popular

To Top