Entertainment

‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?

ગુજરાતી સંગીત જગતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હવે સગાઈના બંધનમાં બંધાઈ ગઈ છે. કિંજલ દવેએ ગઈ કાલે 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી તેની ઓફિશિયલ જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. કિંજલના સગાઈના વીડિયો અને તસવીરો વાયરલ થતા ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કિંજલ અને ધ્રુવિનની સગાઈ સેરેમની
સૂત્રો અનુસાર કિંજલ દવે અને ધ્રુવિન શાહ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તા. 5 ડિસેમ્બરે ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો અને તેની પછીના દિવસે એટલે કે ગઈ કાલે 6 ડિસેમ્બરે સગાઈ સેરેમની સંપન્ન થઈ હતી. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર સગાઈનો વીડિયો શેર કરતાં માત્ર એટલું લખ્યું “God’s Plan”. જેને લાખો લાઇક્સ અને શુભેચ્છાઓ મળી રહી છે.


કોણ છે ધ્રુવિન શાહ?
કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ એક અભિનેતા હોવા સિવાય એક સફળ બિઝનેસમેન પણ છે. તેઓ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ ‘JoJo App’ના ફાઉન્ડર છે. ધ્રુવિન એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે અને મલ્ટી-ટેલેન્ટેડ યુવા બિઝનેસમેન તરીકે ઓળખાય છે. કિંજલ અને ધ્રુવિનના પરિવારજનો વચ્ચે પણ આ સંબંધને લઈને ખૂબ જ જોવા મળી રહી છે.

ચાહકોમાં ખુશીની લહેર
કિંજલ દવે ગુજરાતની સૌથી ચાહિતી લોકગાયિકાઓમાંની એક છે. તેમના ‘ચાર ચાર બંગડી’ સહિત અનેક ગીતોએ યુવાનોમાં વિશેષ લોકપ્રિયતા મેળવી છે. કિંજલની અચાનક સગાઈના સમાચાર સાંભળતા જ સોશિયલ મીડિયા પર અભિનંદનના મેસેજોનો વરસાદ શરૂ થઈ ગયો હતો. અનેક ફેન્સે લખ્યું કે તેઓ લાંબા સમયથી આ કપલની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા.

જીવનના નવા પ્રકરણ તરફ પગલું

સગાઈ બાદ હવે કિંજલ દવે અને ધ્રુવિન શાહ લગ્નની તૈયારી શરૂ કરશે એવી શક્યતા છે. ચાહકોને હવે તેમના લગ્નના સમાચારની આતુરતા છે. કિંજલ દવેના જીવનના આ નવા પ્રકરણને તેમના ચાહકો અને સંગીત જગતના કલાકારો દ્વારા દિલથી શુભકામનાઓ મળી રહી છે

Most Popular

To Top