SURAT

સુરત રેલવે સ્ટેશન પર એટલી બધી ભીડ થઈ ગઈ કે મુસાફરો પ્લેટફોર્મ પર જ બેભાન થયા, એકનું મોત

સુરત : દિવાળી (Diwali) પર્વ ને લઈ સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) ઉપર વતન જવા મુસાફરોની (Passangers) પડાપડી જોવા મળી રહી છે. ખાસ કરીને છઠ્ઠ પૂજા અને લગ્નસરા માટે વતન બિહાર જવા માટે બિહાર છપરા ટ્રેનમાં મુસાફરોની ભીડ જોઈ તંત્ર પણ આશ્ચર્યમાં પડી ગયું છે.

શનિવારની સવારે ટ્રેનમાં ચડવા માટે થયેલી ધકકા-મુક્કીને કારણે અરાજકતા સર્જાઈ હતી, જેના પગલે સ્ટેશન પર જ 4 મુસાફરો જ બેભાન થઈ ગયા હતા. તે પૈકી એકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ ઘણા મુસાફરો અટવાઈ ગયા છે. પરિવારજનો ટ્રેનમાં વતન જતાં રહ્યાં અને તેઓ પ્લેટફોર્મ પર જ અટવાઈ પડ્યા છે.

  • સુરત રેલવે સ્ટેશન પર અફરાતફરી
  • ટ્રેનમાં ચઢવા માટે મુસાફરો વચ્ચે ધક્કામુક્કી
  • ભીડમાં ચાર દબાયા, એકનું મોત
  • અનેક બેભાન થયા, 108ને બોલાવવી પડી

આજે સવારે સુરત રેલવે સ્ટેશન પર અરાજકતા ને લઈ બનેલી ઘટના બાદ બેભાન થઈ ગયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

દિવાળીને લઈ સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ટ્રેનમાં ચઢવા મુસાફરો પડાપડી કરી રહ્યાં છે. ભારે ધસારાના પગલે સ્ટેશન પર ધક્કા-મુક્કી અરાજકતાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ ચાર લોકો બેભાન થઈ જતા એકને પોલીસ દ્વારા સીપીઆર આપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યાર બાદ 108 દ્વારા સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એકને હાલત ગંભીર થયા બાદ મોતને ભેટ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

મૃતક : અંકિત બીરેન્દ્રસિંહ ઉ.36
રહે.ક્રિષ્ના ચેમ્બર, લાલરરવાજા,સુરત મુળ નિવાસ : ભાગળપુરા (બિહાર)
ઈજાગ્રસ્ત: રામપ્રકાશ બીરેન્દ્રસિંહ (ઉ.48, રહે.ક્રિષ્ના ચેમ્બર, લાલરરવાજા,સુરત મુળ નિવાસ : ભાગળપુરા બિહાર), બુધિયાબેન રામપ્રકાશ w/o. રામેસરા પ્રજાપતિ રહે. સારોલી-પૂણા બન્ને ઈજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલ માં દાખલ કરેલ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભીડભાડ વચ્ચે થયેલી ધકકામુક્કીમાં અંકિત બિરેન્દ્રસિંગ નામના યુવકનું મોત નિપજ્યું છે. બિહાર છપરા ટ્રેનમાં યુવક વતન જઈ રહ્યો હતો. મુસાફરોના ભારે ઘસારા વચ્ચે બેભાન થતાં મહિલા સહિત બે લોકોને સારવાર અર્થે ખસેડવમાં આવ્યા હતાં. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સુઇજા રામપ્રકાશ સિંહ અને રામપ્રકાશ સિંહ સારવાર હેઠળ છે. રામપ્રકાશ સિંહ મૃતકનો ભાઈ છે. જ્યારે સુઇજા બેન સિંહનો પતિ ટ્રેનમાં રહી ગયો હતો.

Most Popular

To Top