Charchapatra

પરીક્ષાની બદલાયેલી પરિભાષા

પ-પરંપરાગત, રી- રીતથી, ક્ષા- ક્ષતિઓ જાણવી. પરીક્ષા એટલે પરંપરાગત રીતથી વિદ્યાર્થીઓમાં રહેલ ક્ષતિઓને જાણી તેમનામાં રહેલ ઊણપને દૂર કરવાની પ્રક્રિયા. 2019 પહેલાં એટલે કે જયારે કોરોનાનો ઉપદ્રવ ન હતો ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા અને ભણવા પ્રત્યે ગંભીર હતા. પરંતુ કોરોનાના બે વર્ષ ઓનલાઇન ભણી, ઓનલાઇન પરીક્ષા આપીને અને તેથી વધારે ધો. 10 માં માસ પ્રમોશન મેળવ્યા બાદ વિદ્યાર્થીઓની ભણવા અને પરીક્ષા પ્રત્યેની ગંભીરતા ઓછી થઇ છે. કોરોના પછીના વર્ગોમાં વિદ્યાર્થીઓ બેધ્યાન, બેફિકર રહે છે. ભણવામાં જાણે તેઓને રસ રહ્યો નથી. માસ પ્રમોશન મેળવ્યા બાદ ઘણાં વિદ્યાર્થી એવા વહેમમાં છે કે જેમ આગળના ધોરણમાં માસ પ્રમોશન મેળવીને પાસ થયા છીએ તેમ આગળ પણ પાસ થઇ જઇશું. આ જોતાં લાગે છે કે જૂની પરીક્ષાની પરિભાષા ધીરે ધીરે બદલાઈ રહી છે. હવે પરીક્ષા એટલે પ-પૂરેપૂરી, રી-રીલેકશેશનની, ક્ષા-ક્ષણો.
ભરૂચ    – પાયલ વી. જાદવ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મોંઘવારી વધે ત્યારે ગરીબ માણસનું જીવન ખોરવાય છે
ગુણવંત શાહે લખ્યું છે; મોંઘવારી વધે ત્યારે માલદાર માણસની સિલક ખોરવાય છે, મધ્યમ વર્ગના માણસનું બજેટ ખોરવાય છે અને ગરીબ માણસનું જીવન ખોરવાય છે. જાહેરખબરની પજવણી પામવામાં સ્ત્રીઓ મોખરે હોય છે. જાહેરખબર માલદાર ગૃહિણીના સમૃદ્ધ અહંકારને પંપાળે છે. મધ્યમ વર્ગની ગૃહિણીને પરેશાન કરે છે. જાહેરખબર પપ્પાના કાનમાં કહે છે : ‘‘દુનિયા ફસતી હૈ, ફસાનેવાલા ચાહિયે. શું માણસનો જન્મ પ્રચારના ધોધ નીચે ઊભા રહીને પોતાની સ્વતંત્ર વિચારશક્તિ અને વિવેકશક્તિની આહુતિ આપવા માટે થયો છે? કહેવું પડે કે ટી.વી. લોકપ્રિય-સરમુખત્યાર છે.
વિજલપોર- ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top