Vadodara

શહેરના હવામાનમાં પલટો : ઠંડીમાં વધારો

વડોદરા: શહેરમાં પ્રથમ ડિસેમ્બરે આંશિક વાદળો છવાયેલાં જોવા મળ્યા હતા. નાના બાળકો અને મોટેરાઓએને ગરમ કપડાંઓ ફરિયાજીયાત પહેરવાની ફરજ પડી હતી. ક્યારે રાત્રીના સમયે કુલર, એસી, અને પંખા બંઘ કરવાની ફરજ પડી હતી. તેમજ બાળકો અને વડીલો ઘર આંગણે વડીલો તાપણું કરી ને તાપતા જોવા મળ્યા હતા. શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ લોકો બીમારીમાં સપડાવવા શરૂ થાય છે. આ સાથે ઠંડીમાં હાર્ટ એટેકના બનાવો પણ વધતાં હોય છે. શિયાળામાં વૃદ્ધો અને બાળકોના બીમાર પડવાનો ખતરો સૌથી વધુ રહે છે.

શિયાળાની શરૂઆતથી જ બાળકોની કાળજી લેવામાં આવે તો બાળકોને બીમાર પડતા બચાવી શકાય છે. સામાન્ય રીતે આ ઋતુમાં બાળકોને સામાન્ય શરદી-ખાંસી થાય તે સ્વાભાવિક છે. સ્વાભાવિક છે કે, બાળકો વડીલોની જેમ કોઈ એક જગ્યાએ બેસતા નથી. જેથી બાળકો બીમાર પડવાનો ખતરો વધુ રહે છે. જેથી શિયાળો શરૂ થવાની સાથે બાળકોની કાળજી લેવી જરૂરી છે.

ગતરાતનું તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહીયુ હતું ડિસેમ્બરના પ્રથમ આ સપ્તાહમાં ઠંડા પવનોની અસર જોવા મળશે, જેથી ઠંડીની તીવ્રતા વધી શકે છે. 30 નવેમ્બરે અને ડિસેમ્બર 1 રાતનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનના મેદાની વિસ્તારોમાંથી ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થતાં શહેરમાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો હતો. ગુરુવારે અને શુક્રવારે એમ બન્ને દિવસે મહત્તમ પારો 28 ડિગ્રી અને લઘુતમ પારો 17.4 ડિગ્રી અને 1 ડિસેમ્બર મહતમ 27 ડીગ્રી અને લઘુત્તમ 21 ડીગ્રી અને ભેજનુ પ્રમાણ 68 ટકા નોંધાયુ હતું. જ્યારે નોર્થ-ઈસ્ટની દિશાથી 10 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.

રાજ્યમાં શિયાળાની સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાત વધુ એક માવઠાની આગાહી કરી છે. જેમાં ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ જણાવ્યુ છે. ભરશિયાળે ગુજરાત પર ત્રાટકેલું વાવાઝોડું ઘાત સાબિત થયું છે. ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. માવઠા બાદ હવે ઠંડીનો ચમકારો વધ્યો છે.

દવાનો છંટકાવ કરવો જરૂરી
ખેતીવાડી ખાતાના નિષ્ણાતે જણાવ્યું હતું હતું કે વર્તમાન વાતાવરણમા ખાસ કરી ને ડાંગર,બાજરી, કપાસ, તુવેરો, અેરંડો, જીરું અને શાકભાજીમાં જીવાત પડવાની શક્યતાઓ છે. જેમાં દવાનો છંટકાવ કરવો જોઈએ તેમજ જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે તેમને નિમનો છંટકાવ કરવો જરૂરી છે.
– એમ.એમ. પટેલ, સંયુક્ત ખેતી નિયામક, વડોદરા વિભાગ

વડીલો અને બાળકોએ કાળજી રાખવી
ખાસ કરી ને આવી સીઝન મા બાળકો અને 60 વર્ષ પછી ની ઉંમર ના વડીલો એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હાલનું જે વાતાવરણ છે તેમાં શરદી, તાવ, વાયરલ ઇન્ફેકશન અને ઉધરસ ના દર્દીઓ વધારે જોવા મળે છે. પરંતુ યોગ્ય ડો. ની સલાહ લઇ ને દવા લેવાથી ઉપરોક્ત રોગો જલ્દીથી મટી જાય છે. પરંતુ ખાસ કરી ને જે વડીલો ને શ્વાસ સહિત Badi બીમારીઓ છે. તેમણે વિશેષ કાળજી રાખવાની જરૂર છે. – ડો. ભાવેશ પટેલ MD

Most Popular

To Top