National

ચંદ્રબાબુ નાયડુ ચોથી વાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા, સુપર સ્ટાર પવન કલ્યાણ ડેપ્યુટી CM

આંધ્ર પ્રદેશ: તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને નેશનલ ડેમોક્રેટીક અલાયંસ (NDA)એ ગઇકાલે મંગળવારે TDP ચીફ ચંદ્રબાબુ નાયડુને (Chief Chandrababu Naidu) તેમના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા હતા. ત્યારે આજે 12 જૂનના રોજ ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચોથીવાર શપથ લીધા હતા. ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ (Oath taking) સમારોહમાં વડાપ્રધાન મોદી અને ગઠબંધનના ઘણા દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા.

આંધ્રપ્રદેશને ચંદ્રબાબુ નાયડુના રૂપમાં નવા મુખ્યમંત્રી મળ્યા હતા. તેમણે ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે ચંદ્રબાબુ નાયડુની સાથે પવન કલ્યાણ અને નારા લોકેશે પણ આજે શપથ લીધા હતા. શપથ લેતા પહેલા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે આંધ્રપ્રદેશની જનતાએ વિશ્વાસ કર્યો છે અને સરકાર બનાવવાની તક આપી છે, હવે લોકોની સેવા કરીને ઋણ ચૂકવવાનો વારો છે.

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રબાબુ નાયડુ, તેમના ભાઈ અને દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ સવારના શપથ ગ્રહણ સમારોહમાં હાજર હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ કેસરપલ્લી શહેરના આઈટી પાર્ક મેદાનમાં યોજાયો હતો.

શપથ સમારોહમાં મોદી-શાહ સહિત NDAના ઘણા નેતાઓ હાજરી આપશે
ચંદ્રબાબુ નાયડુ આજે વિજયવાડામાં ગન્નાવરમ એરપોર્ટ નજીક કેસરપલ્લી આઈટી પાર્કમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વિજયવાડા પહોંચ્યા હતા. ત્યારે ચંદ્રબાબુ નાયડુએ જાતે જ આ બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું.

નાયડુના શપથ સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિત NDAના ઘણા નેતાઓ હાજર રહેશે. જગન મોહન રેડ્ડીના શાસન દરમિયાન જે 112 લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા તેઓને પણ નાયડુના શપથ સમારોહમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટીડીપી સમર્થકો અને તેમના પરિવારના સભ્યોને શપથ ગ્રહણ સમારોહમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

24 કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે
ચંદ્ર બાબુ નાયડુએ તેમના તમામ સાથીઓને તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું છે. નાયડુની કેબિનેટમાં ટીડીપીને 19, જનસેનાને 3 અને ભાજપને 2 મંત્રીઓ મળી શકે છે. ટીડીપીના મહાસચિવ અને નાયડુના પુત્ર નારા લોકેશને પણ નાયડુ કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત ટીડીપી ક્વોટામાંથી અતચાન નાયડુ, એન ચિન્નારાજપ્પા, અયના પાત્રાડુ, જી શ્રીનિવાસ રાવ, પરિતાલા સુનિથા, કોલ્લુ રવીન્દ્ર પ્રતિપતિ પુલ્લા રાવ, કાલા વેંકટા રાવ કિમિડી, વાય રામકૃષ્ણાડુ, બી રામાંજનેયાલુ, પી સત્યનારાયણ, કે એન શ્રીનંદ, કે. બાબુ અને બી. અખિલા પ્રિયા રેડ્ડીને મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે.

પવન કલ્યાણની પાર્ટી જનસેનાને પણ નાયડુ કેબિનેટમાં સંપૂર્ણ જગ્યા આપવામાં આવી છે. પવન કલ્યાણે કેબિનેટમાં 5 મંત્રી પદની માંગણી કરી હતી પરંતુ તેમને ત્રણ મંત્રી પદ આપવામાં આવે તેવી શક્યતા છે. જેમાં જનસેના તરફથી નંદેલા મનોહર, બી શ્રીનિવાસ, જી સત્યનારાયણ, એલ નાગમધવી, કોંટલા રામકૃષ્ણના નામ મંત્રી પદની રેસમાં આગળ છે. તેમજ ભાજપ ક્વોટામાંથી બે નેતાઓને મંત્રી બનાવવામાં આવી શકે છે, જેમાંથી કામીનેની શ્રીનિવાસ રાવ, સી આદિનારાયણ રેડ્ડી અને સુજાના ચૌધરીનું નામ મોખરે છે.

ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળે છે?
આંધ્રપ્રદેશમાં NDAની જીતમાં વડાપ્રધાન મોદીની મહત્વની ભૂમિકા છે. પીએમ મોદી, ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણની જબરદસ્ત કેમેસ્ટ્રી આખી ચૂંટણી દરમિયાન જોવા મળી હતી. આંધ્રપ્રદેશમાં આ જીતનો શ્રેય ખુદ ચંદ્રબાબુ નાયડુ પીએમ મોદીને આપે છે. આ વખતે આંધ્રપ્રદેશમાં એનડીએને જંગી બહુમતી મળી હતી. આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં NDAએ 175માંથી 164 બેઠકો જીતીને એકતરફી જીત મેળવી હતી. જેમાં નાયડુની ટીડીપીને 135, પવન કલ્યાણની જનસેનાને 21 અને ભાજપને 8 બેઠકો મળી હતી. જ્યારે જગન મોહન રેડ્ડીની YSRCPને માત્ર 11 બેઠકો મળી હતી. પરંતુ કોંગ્રેસ રાજ્યમાં ખાતું પણ ખોલાવી શકી નથી.

Most Popular

To Top