Charchapatra

ચંદી પડવો અને ઘારી તો સુરતના જ

સુરતીઓ આખી દુનિયામાં પોતાના આગવા અનોખા અંદાજ માટે તો જાણીતા છે જ સાથોસાથ સુરતીલાલા પોતાની ખાણીપીણીની વૈભવી સ્ટાઇલ અને ઉદાર શેલી માટે જાણીતા છે  સુરતીલાલા શરદપુનમના ચંદ્રદર્શન ના બીજે દિવસે ચંદની પડવો તરીકે ઊજવે છે.શરદપુનમના દિવસે સુરતીઓ દુધ અને પૌઆ  અચુક ખાય છે શરદપુનમની રાતે આખી રાત ધાબા અગાસી પર મુકેલી ખડી સાકર સવારે ખાય છે જે આરોગ્યની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પછી ચંદી પડવાના દિવસે સુરતીઓ મનભરીને પોતીકો તહેવાર ચંદી પડવો ઊજવે છે.   વધતી મોંઘવારીમાં દર વરસે થતો ભાવ વધારો છતાં સુરતીઓનો ઘારી ખાવાનો ઉત્સાહ ઓછો થતો નથી ચંદ્ર જેવા આકારની ગોળાકાર મીઠાઈ હોય એની પર લસલસતું શુદ્ધ ઘી નીતરતું હોય એ ઘારીનો સ્વાદ સુરતીઓને જ ખબર હોય છે  સુરતની ઘારીઓનો ઇતિહાસ છેક આઝાદીની ચળવળ સાથે જોડાયેલો છે.

અંગ્રેજ શાસન દરમિયાન જે વખતે 1857નો વિપ્લવ થયો હતો તે વખતે તાત્યા ટોપે તથા તેમનું લશ્કર સુરત આવ્યું હતું સુરત તાત્યા ટોપે જે વખતે આવ્યા તે વખતે દેવશકર કાકાએ તેમને સુરતી ઘારી ખવડાવી હતી આ ઘારી અને એનો સ્વાદ તાત્યા ટોપેને પસંદ આવતા તાત્યા ટોપેએ તેમના સાથીમિત્રોને પણ ઘારી ખવડાવવાનો આગ્રહ કર્યો  બીજે દિવસે તાત્યા ટોપે અને તેમના લશ્કરને સામુહિક રીતે ઘારી ખવડાવવામાં આવી હતી તે દિવસ આસો સુદ પડવો હતો તે દિવસથી આસો સુદ પડવો એટલે કે ચંદી પડવાના દિવસથી સામુહિક ઘારી ખાવાની પરંપરા શરૂ થઈ હતી જે આજ સુધી બરકરાર છે.

બીજી એક લોકવાયકા પ્રમાણે સુરતમાં સંત શ્રી નિર્મળદાસજીને અને દેવશકરકાકાને મિત્રતા હતી એક દિવસે સંતશ્રીને સપનું આવતા સવારે તેમને દેવશકરભાઈને સપનાની વાત કરી ચંદ્ર જેવી મીઠાઇ બનાવવા સૂચન કર્યું હતું તે પછી દેવશકરકાકાએ ચંદ્ર આકારની મીઠાઈ બનાવી જે પાછળથી ઘારી તરીકે ઓળખ પામી  ઘારી પહેલા તૈયાર બહારથી લાવીને ખવાતી હતી પણ હવે છેલ્લા કેટલાક વરસોથી ઘણા મહિલા મંડળો જાતે ઘારી બનાવે છે  લગભગ 3 ટન ઘારી વિદેશ જાય છે સુરતીઓ લગભગ 175 ટન ઘારી ખાઈ જશે સાથે સુરતી ભુસુ મિક્સ ફરસાણ તો ખરું જ. ચંદી પડવા અને ઘારીને સુરતીઓએ આંતરરાષ્ટ્રીય ઓળખ આપી છે ઘારીમાં જેટલી મીઠાશ છે એટલી જ મીઠાશ આપ બધાના જીવનમાં  બની રહે એવી મીઠી મધમધતી શુભેચ્છાઓ આપું છું.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભગવાનનું હોવું જરૂરી છે
કોના માટે? બે નંબરીઓ માટે? જીએસટી ચોરી, મની લોન્ડરીંગ, છેતરપીંડી, સંગ્રહખોરી, બીજાની માલ મિલકત પડાવી લે. આવી બદદાનતવાળાઓ, ગુનાહિત વ્યવહાર કરનારાઓને પોતાનો અંતરરાત્મા તો ડંખે છે. પણ તેના નિવારણ માટે દાન ધર્માદા કરવા, મહાલયો, શિવાલયો બાંધી પોતાની નામની તકિત મુકાવવી ઉજળા હોવાનો સામાજીક દેખાડો આવો અનઉત્પાદિત રોકાણથી સમાજને કદાપી ફાયદો થવાનો નથી.
સુરત               – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top