Sports

ચેમ્પિયન્સ ટ્રોફી: દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 316 રનનો લક્ષ્યાંક આપ્યો, રિકેલટનની સદી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 316 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કરાચીના નેશનલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 315 રન બનાવ્યા છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ત્રીજી મેચ અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. બંને ટીમો ગ્રુપ બીનો ભાગ છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 315 રન બનાવ્યા. અફઘાનિસ્તાન સામે 316 રનનો લક્ષ્યાંક છે.

આ મેચમાં આફ્રિકન ટીમ માટે રાયન રિકેલ્ટને સદી ફટકારી હતી. તે 106 બોલમાં 103 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન બાવુમા 58 અને રાસી વાન ડસને 52 રન બનાવી સારું યોગદાન આપ્યું. અંતે માર્કરામે પણ 36 બોલમાં 52* રનની ઝડપી અડધી સદીની ઇનિંગ રમી. બોલિંગમાં મોહમ્મદ નબીએ સૌથી વધુ બે વિકેટ લીધી. તેમના સિવાય ફઝલહક ફારૂકી, અઝમતુલ્લાહ ઓમરઝાઈ અને નૂર અહેમદે એક-એક વિકેટ લીધી. ઓપનર રાયન રિકેલ્ટને તેની વનડે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી. તેણે 106 બોલમાં 103 રનની ઇનિંગ રમી હતી.

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાયન રિકેલ્ટન, ટોની ડી જ્યોર્જી, રાસી વાન ડર ડસન, એડન માર્કરામ, ડેવિડ મિલર, વેન મુલ્ડર, માર્કો યાનસન, કાગીસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એનગિડી.

અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોહમ્મદ નબી, ગુલબદીન નાયબ, રાશિદ ખાન, નૂર અહમદ અને ફઝલ-હક ફારૂકી.

Most Popular

To Top