મુંબઈ: ફિલ્મ 72 હુરે (Movie 72 Hoorain) ફરી વિવાદમાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને (CBFC) મોસ્ટ અવેટેડ ફિલ્મ ’72 હુરેન’ના ટ્રેલરને સર્ટિફિકેટ આપવાની મનાઈ કરી દીધી છે. CBFCના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. ફિલ્મના નિર્મતા અશોક પંડિતે પણ પોતાનો ગુસ્સો વ્યકત કર્યો છે.
ફિલ્મ 72 હુરેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રિલીઝ સાથે ફિલ્મ સાથેના ઘણાં વિવાદો પરથી પણ પડ્દો ઉઠ્યો છે. સંજય પુરણ સિંહના ડાયરેકશનમાં બનેલી આ ફિલ્મના ટ્રેલરને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેલર રિલીઝના દિવસે સેન્સરે વાંધો ઉઠાવતા 72 હુરેનાં ટ્રેલરને સર્ટિફિકેટ આપવાની માનાઈ કરી હતી. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે સેંસરબોર્ડના આ નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું હતું કે ફિલ્મમાં જે દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે તે ટ્રેલરમાં વાંધાજનક કેવી રીતે કહી શકાય?
કુરાન શબ્દ અને કપાયેલા પગ પર સેંસરનો વાંધો
અશોકે કુરાન શબ્દ અંગે ઉઠેલા સવાલો માટે કહ્યું તે સંપૂર્ણ સંવાદ છે. તમે તેને ધ્યાનથી સાંભળો. તેમણે કહ્યું આ ફિલ્મ કોઈ ધર્મ કે માનવતા વિરુદ્ધ નથી. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. તેમણે સેંસર બોર્ડને કહ્યું અમે છેલ્લી ક્ષણે અમારું ટ્રેલર લોન્ચ કરી રહ્યા છીએ તો ફિલ્મમાં જે દ્રશ્યો, સંવાદો છે તે તમને સ્વીકાર્ય છે, તે ટ્રેલરમાં કેમ નહીં. અશોક પંડિતે કહ્યું ટ્રેલરમાં એક સીન છે જેમાં તાજેતરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટના દર્શાવાય છે. આ પછી જ એક સીન આવે છે જેમાં માત્ર એક જ કપાયેલો પગ બતાવવામાં આવે છે. સેન્સરે આ સીન સામે વાંધો ઉઠાવ્યો છે.
CBFCએ આ ફિલ્મના ટ્રેલરને પહેલા લીલીઝંડી બતાવી હતી અને હવે તેને સર્ટિફિકેટ આપવાની મનાઈ કરી
CBFCનો 72 હુરેને સર્ટિફિકેટ ન આપવાના નિર્ણયથી સૌ અચંબામાં છે. મહત્વની વાત એ છે કે CBFCએ આ ફિલ્મના ટ્રેલરને પહેલા લીલીઝંડી બતાવી હતી અને હવે તેને સર્ટિફિકેટ આપવાની મનાઈ કરી છે. જેના કારણે મેકર્સો પણ ગુસ્સે થયા છે અને કહ્યું છે કે તેઓ આ મામલે હવે ઉચ્ચ અધિકારીઓ પાસે જશે. આ ઉપરાંત માહિતી અને પ્રસારણ મંત્રાલયને પણ CBFCના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરે તેવી વિનંતી કરવામાં આવશે.
CBFCનાં આ નિર્ણયથી ફિલ્મના નિર્માતા અશોક પંડિતના ગુસ્સાનો પણ પાર નથી રહ્યો અને તેમણે કહ્યું છે કે ત્યાં બેસેલા આ લોકો કોણ છે? આ મામલો ખૂબ ગંભીર છે. જેનાં ખૂબ વખાણ થયા તેને CBFCએ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી. તેમણે કહ્યું ટ્રેલરમાં તે જ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ફિલ્મમાં છે. CBFC અંગે તેઓએ કહ્યું કે ટ્રેલરને સર્ટિફિકેટ ન આપીને તમે મોટો સવાલ ઉભો કર્યો છે.
કોણ છે એ લોકો જે સેંસર બોર્ડને બદનામ કરવાના પ્રયાસોમાં છે: અશોક પંડિત
CBFCનાં ચેરપર્સન પ્રસૂન જોશીને અશોક પંડિતે સવાલ કર્યો છે કે સેંસર બોર્ડના કયા લોકો છે જેણે આ નિર્ણય લીધો. અશોક પંડિતે કહ્યું સેંસર બોર્ડની મજાક આટલી ખરાબ રીતે તો ન જ બની શકે. IP મિનિસ્ટર અનુરાગ ઠાકુરને વિનંતી કરતા અશોક પંડિતે કહ્યું તેઓ આ મામલે તપાસ કરે અને જણાવે કે એવું કયું કારણ છે કે આ ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ આપવામાં ન આવ્યું. કોણ છે એ લોકો જે સેંસર બોર્ડને બદનામ કરવાના પ્રયાસોમાં છે. મને આશા છે કે અમને ન્યાય મળશે.
27 જૂને સીબીએફસીએ ફિલ્મ 72 હુરીના ટ્રેલરને વિવાદાસ્પદ ગણાવીને નકારી કાઢી
27 જૂને સીબીએફસીએ ફિલ્મ 72 હુરીના ટ્રેલરને વિવાદાસ્પદ ગણાવીને નકારી કાઢી હતી. પરંતુ તેનાથી નારાજ મેકર્સે સેન્સર બોર્ડની વિરુદ્ધ જઈને ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું હતું. ફિલ્મનું ટ્રેલર આતંકવાદની કાળી દુનિયાનું સત્ય ઉજાગર કરતું દેખાય છે. 72 હુરેનમાં પવન મલ્હોત્રા, આમિર બશીર, રાશિદ નાઝ, અશોક પાઠક લીડ રોલમાં છે.