નવી દિલ્હી: મધ્ય ચીનના (Central China) હુનાન (Hunan) પ્રાંતમાંથી એક મોટા સમાચાર આવ્યા છે. અહીં એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં કતારબંધ વાહનો એકબીજા સાથે અથડાયા બાદ 10 મિનિટના સમય ગાળામાંજ મોટી આગ ભભુકી ઉઠી હતી અને જોત-જોતામાં આ આગે (Fire) એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. ભયાનક આગને જોતા એવું લાગતું હતું કે અહીં કોઈ ફિલ્મી સેટ લાગ્યો હોય પણ એવું ન હતું. આ દુર્ઘટનામાં કુલ 16 લકોના તો સ્થળ ઉપર જ મોત થયા હતા અને જયારે અન્ય 66 લકો બુરી રીતે ઘાયલ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
વાહનો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે જોત-જોતામાં આગ લાગી ગઈ હતી
આગની આ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો બચાવના કામે લાગી ગયા હતા. ઘટના સ્થળ ઉપર રાહદારીઓ અને બચાવ કર્તા ઉપરાંત સ્તથનિક લોકોની ભીડ પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળ ઉપર ભેગી થઇ ગઈ હતી. ઘાયલ થયેલા લોકોને તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આગમાં બુરી રીતે બળી ગયેલા લોકોની હાલત ખુબ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. કતારબંધ વાહનો વચ્ચે ટક્કર એટલી જોરમાં થઇ હતી કે વાહનોમાં જોત-જોતામાં આગ લાગી ગઈ હતી.
અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે અને 66 લોકો ઘાયલ થયા
ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર આ અકસ્માત શનીવારે સાંજે ચાંગશા શહેરમાં શુચાંગ-ગુઆંગઝૂ હાઇવે પર થયો હતો. પરંતુ આ માહિતી આજે રવિવારે આપવામાં આવી હતી. અકસ્માતમાં 10 મિનિટની અંદર કુલ 49 વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા. અહેવાલમાં સ્થાનિક ટ્રાફિક પોલીસ વિભાગના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે અને 66 લોકો ઘાયલ થયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી આઠની હાલત ગંભીર છે.
માર્ગ અકસ્માતમાં મારનારા યુવાઓ અને બાળકોની સંખ્યા વધુ
હાલ તો સ્થાનિક પ્રસાસન દ્વારા ઘાયલોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોલીસ અકસ્માત કેવી રીતે થયો તે અંગે માહિતી મેળવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલાઓમાં ઘણા યુવાનો અને બાળકો પણ હોઈ શકે છે. આ અકસ્માત એટલો ખતરનાક હોવાનું કહેવાય છે કે તમામ 49 વાહનોના ફુરચા ઉડી ગયા હતા. પહેલા એક વાહનને પાછળથી બીજા વાહને ટક્કર મારી હતી. આ પછી વાહનો એક બીજાની પાછળ સીરીયલ અથડાયા હતા. કોઈને સાજા થવાની તક મળતી ન હતી.