નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને (Vijay Mallya) બ્રિટનથી ભારત લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમાં કેટલાક મુદ્દાઓ પર કાનૂની કાર્યવાહી થવાને કારણે વિલંબ થાય છે. વિજય માલ્યા કે જે ભારતીય બેંકોને 9,000 કરોડ રૂપિયાથી વધુ રકમનો ચૂનો લગાડી ગયો છે, તેણે યુકેમાં (UK/England/Britain/London) આશ્રય લીધો છે.
આજે SCના ન્યાયાધીશ ઉદય યુ લલિત અને ન્યાયાધીશ અશોક ભૂષણની બેંચને સોલિસીટર જનરલ તુષાર મહેતાએ વિજય માલ્યાના પ્રત્યાર્પણની (extradition) સ્થિતિ અંગે અહેવાલ નોંધાવવા માટે થોડો સમય આપવા વિનંતી કરી હતી. મળતી માહિતી મુજબ બેંચે આગલી સુનાવણી 15 માર્ચ સુધી મુલતવી રાખી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી શરૂ થતાની સાથે જ મહેતાએ વિદેશી મંત્રાલયના અધિકારી દેવેશ ઉત્તમ દ્વારા બ્રિટનમાંથી પ્રત્યાર્પણની સ્થિતિ અંગે વિદેશ મંત્રાલયના અધિકારી દેવેશ ઉત્તમ દ્વારા લખેલો પત્ર બેંચ સાથે શેર કર્યો હતો.
તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલયે માલ્યાના પ્રત્યાર્પણનો મુદ્દો યુકે સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો અને કેન્દ્ર તેમને ગંભીરતાથી પાછા લાવવા ગંભીરતાથી પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે સરકારના તમામ પ્રયાસો છતાં સ્થિતિ યથાવત છે અને આ મામલો રાજકીય કારોબારી સ્તરથી વહીવટી કક્ષા સુધી વારંવાર ઉઠાવવામાં આવી રહ્યો છે.વિજય માલ્યા 2016 થી યુકેમાં છે. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે અમલ કરાયેલા પ્રત્યાર્પણ વોરંટના પગલે માલ્યા 18 એપ્રિલ, 2017 થી જામીન પર બહાર હતો.
મહેતા દ્વારા અદાલતમાં રજૂ કરાયેલા પત્રમાં જણાવાયું છે કે બ્રિટીશ સરકારને બ્રિટીશ મંત્રાલય દ્વારા જાણ કરવામાં આવી છે કે માલ્યા પ્રત્યાર્પણ કરતા પહેલા લંડનમાં એક અન્ય કાનૂની મુદ્દો પણ ઉકેલી લેવાની જરૂર છે. પત્રમાં જણાવાયું છે કે યુકેની સરકાર આ કાતૂની મુદ્દો હલ કરવા પ્રયત્ન કરી રહી છે, પણ તેને સમય લાગશે અને આ કાનૂની મુદ્દો ગોપનીય છે. ગયા વર્ષે 2 નવેમ્બરના રોજ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને છ અઠવાડિયાની અંદર ભારત લાવવા બ્રિટનને પ્રત્યાર્પણ અંગેનો સ્ટેટસ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો હતો.
આ પહેલા કોર્ટે વિજય માલ્યાનું પ્રતિનિધિત્વ કરતા એડ્વોકેટ ઇસી અગ્રવાલને આ કેસમાંથી મુક્ત કરવાની વિનંતી નામંજૂર કરી હતી. સર્વોચ્ચ અદાલતે અગાઉ માલ્યાની 2017 પુનર્વિચાર અરજીને ફગાવી દીધી હતી, અને માલ્યાને 5 ઓક્ટોબર, 2020 ના રોજ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. વિજય માલ્યાએ 2017માં કોર્ટના આદેશોનું ઉલ્લંંઘન કરી તેના બાળકોના ખાતામાં 4 કરોડ યુએસ ડોલર ટ્રાન્સફર કર્યા હતા.