Charchapatra

આર.એસ.એસ.ની શતાબ્દી

સંગઠનો અનેક પ્રકારનાં હોય છે. કેટલાંક તાત્કાલિક હેતુ માટે હોય છે તો કેટલાંકનો ઉદ્દેશ મર્યાદિત હોય છે, જેનો ઉદ્દેશ પૂરો થતાં સમેટાઇ જાય છે. સ્વૈચ્છિક સંગઠનો પણ ઘણાં છે. થોડાં લોકો એકઠાં થાય, બંધારણ ઘડે, તેના ઉદ્દેશો અને સભ્ય ફી નક્કી કરે અને સરકારી કાયદા મુજબ રજીસ્ટ્રેશન થાય એટલે સંગઠન સંસ્થા બની ગઈ કહેવાય. એમનું અર્થતંત્ર દાતાઓ આધારિત હોય છે. પરંતુ આવતા વર્ષે શતાબ્દી-100 વર્ષ- પૂરાં કરનાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આર.એસ.એસ) એક અનોખી ઘટના છે.

એની કાર્યપદ્ધતિમાં સંગઠન શાસ્ત્રનો અર્ક છે એ કોઇ વ્યક્તિ કે દાતાઓ ઉપર નિર્ભર નથી, સભ્ય બનવા માટે કોઇ ફોર્મ કે ફી નથી. સંઘ સ્થાન ઉપર સૌની સાથે એક જ સ્વરે નમસ્તે સદા વત્સલે માતૃભૂમિની પ્રાર્થના ગાઇને ભારત માતાની વંદના કરતાં તેને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ બનવું જ સ્વયંસેવક બનવા માટે પૂરતું છે. પ્રવેશની કોઇ અટપટી પ્રક્રિયા નથી તેથી નિષ્કાસનની પણ કોઇ વિધિ નથી. અહીં પૂજન ભગવા ધ્વજનું થાય છે, આરાધના માતૃભૂમિની થાય છે અને એમના સમગ્ર વિશ્વકલ્યાણની હોય છે. આમ સંઘ તત્ત્વ આધારિત, આદર્શ આધારિત ધ્યેયલક્ષી સંગઠન છે.

વ્યક્તિ આવે અને જાય, અધિકારીઓ બદલાય, પણ કાર્યગતિમાં કોઇ ફરક નથી પડતો, પડવાનો પણ નથી અને આ સંગઠન દિનપ્રતિદિન વિસ્તરતું જાય છે અને વધુ મજબૂત થતું જાય છે અને પ્રભાવી પણ બનતું જાય છે. વિશ્વના સૌથી મોટા આવા સંગઠન આર.એસ.એસ.ને દેશમાં કોંગ્રેસ સહિતના ઢોંગી બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષો અને તેના રાજકારણીઓ બૌદ્ધિકો માત્ર ને માત્ર પોતાની સ્વાર્થી મતબેંકો ટકાવવા દેશની આઝાદીના આગળ વર્ષો બાદ પણ વગોવાય એ કેટલે અંશે યોગ્ય છે. તેનો એ દેશવાસીઓએ ગંભીર વિચાર કરીને આવા ખોટા વિરોધો દેશ અને સમાજહિતમાં ત્વરિત અટકાવવાની જરૂર છે. આર.એસ.એએ શ્યામપ્રસાદ, મુખર્જી, દિનદયાળ ઉપાધ્યાય, શ્રી અટલબિહારી બાજપાઇ અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવી અનેક પ્રભાવી વ્યક્તિઓ નિર્માણ કરીને રાષ્ટ્રને આગળ વધારેલ છે જે નોંધનીય છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top