અસ્સલ સુરત એટલે શેરી મોહલ્લા નું શહેર જ્યાં ચાર શેરી ની વચ્ચે ચકલો હોય.આ ચકલા પર હોળી નું દહન થાય.લાકડાની ગાંઠ મુકી તેની ઉપર ઘાસ લગાવી હોળીને સજાવામાં આવે છે.સાંજ ના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે.ઘરની પરિણીત બહેનો હોળીના દિવસે રાત્રે હોળી ની પૂજા કરી એક ટાઈમ જમે છે.ઘરમાં બનાવેલો શ્રીખંડ અને રવા મેંદાની પુરી શાક અને ખમણ નું જમણ હોય.બપોરે લાલ જુવાર ની ઘાણી અને ચણા ખાવાનો રિવાજ છે.પહેલા હોળી માં બાળકો નગારા વગાડતા હતા.જે પ્રથા આજે લુપ્ત થઈ છે.રાત્રે યુવાનો મોજ મસ્તી માટે વરઘોડો કાઢતા હતા.એક યુવાનને ગધેડા પર વરરાજા બનાવી બેસાડી શેરીઓ માં વરઘોડો ફરતો લોકો વરરાજા ને ઓવારનો કરતા.આ રીતે મોડી રાત સુધી વરઘોડા મજા લેતા.રંગપાંચમ સુધી ધંધા રોજગાર બંધ રાખી મોહલ્લામાં સમુહ ભોજન આયોજન કરી હોળીની ઉજવણી કરતા હતા.આજે સ્પર્ધા ના યુગમાં તહેવાર ઉત્સવ ની ઉજવણી માં ઉણપ વર્તાય છે.
સુરત – કિરીટ મેઘાવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુરતમાં હોળી તહેવારની ઉજવણી
By
Posted on