National

દરેક દિવસ ઉજવો

નાનકડા નવ વર્ષનો રિયાન તેને સામેના બંગલામાં રહેતા આંટી હેઝલ બહુ ગમે …ખુબ જ સુંદર …એટલાજ પ્રેમાળ …નાનકડા રીયાનને બહુ વ્હાલ કરે ….ચોકલેટ ..આઈસ્ક્રીમ ખવડાવે….આંટી હેઝલ ખુબ જ શોખીન સુંદર મોંઘા કપડા દાગીના …..નેલપોલીશ કરેલા હાથ …મોંઘા સૂઝ તેમની ઓળખાણ….. હેઝલ આંટી ના બંગલામાં એક એકથી ચઢિયાતી વસ્તુઓ ..સુંદર બંગલો …રાચરચીલું …સરસ પેન્ટિંગસ…..મોંઘી ચાઇનીસ ..જાપાનીસ સોનેરી કામ કરેલી ક્રોકરી ..ડીનર સેટ …નાનકડો રિયાન આંટી હેઝલને કહે, ‘મને આ જાપાનીસ સોનેરી કામ કરેલું છે તે કપમાં દૂધ આપોને ….આંટી તેને ટપલી મારી કહે, ‘અરે એ તો ખાસ પ્રસંગ અને મહેમાન માટે છે.’

રિયાન પૂછે , ‘આંટી, તમે આ સુંદર ડીનર સેટ ક્યારે વાપરશો ….પેલો નવો ડ્રેસ કયારે પહેરશો ….’ હેઝલ આંટી જવાબ આપે, ‘કોઈ ખાસ પ્રસંગે ….’ રિયાન એ ખાસ પ્રસંગ ક્યારે આવશે તે વિચારતો …..પણ તે ખાસ પ્ર્સ્નાગ ક્યારેય ન આવ્યો …એક દિવસ હેઝલ આંટી બંગલાના દાદર પરથી પડી ગયા…માથામાં ખુબ ઈજા થઇ અને ત્યાને ત્યાજ ..સુંદર બંગલાની સુંદર વસ્તુઓ વચ્ચે જીવ ઉડી ગયો ..નિષ્પ્રાણ દેહ પડી રહ્યો …બંગલાની કેટલીય વસ્તુઓ વણ વપરાયેલી રહી …..ખાસ પેલી સોનેરી કામ કરેલી જાપાનીઝ ક્રોકરી …….નાનકડા રીયાનનું મન રડી ઉઠ્યું…તેના પ્રિય આંટી હેઝાલનું અચાનક મૃત્યુ તેને જીવન વિષે એક વાત સમજાવી ગયું કે તમારી સુંદરમાં સુંદર વસ્તુ રોજ વાપરો ..જીવનનો કોઈ ભરોસો નથી.

રિયાનની મમ્મી જાતે કપડા સીવે અને ખાસ પ્રસંગ માટે ભારી સુંદર કપડા સીવી અલગ રાખે …પણ રિયાન હવે રોજ એ નવા કપડા પહેરીને જ તૈયાર થાય …રોજ ખાસ પ્રસંગ હોય તેમજ બની ઠનીને ફરે…મમ્મીએ એક દિવસ પૂછ્યું, ‘રિયાન આમ કેમ કરે છે ..નવા કપડા સાચવી રાખ ખાસ પ્રસંગ માટે …’પણ રિયાન હશે કહે, ‘મારે તો જીવનનો નવો દિવસ એટલે જ ખાસ પ્રસંગ છે.’ આમને આમ વર્ષો વીત્યા …રીયાનની રીત એ જ રહી રોજ સવારે ઉઠી નવા કપડાં પહેરી બની ઠનીને તૈયાર થવાનું …સુંદર ક્રોક્રરીમાં જ નાસ્તો કરવાનો……બધા જોડે હસીને પ્રેમથી મળવાનું …સુંદર મ્યુઝિક સાંભળવાનું…મનગમતું કવાનું ..જાણે ખાસ પ્રસંગ હોય એટલાજ ઉત્સાહિત અને આનંદિત રહેવાનું …જીવના દરેક દિવસને ખાસ પ્રસંગની જેમ ઉજવવાનો …….અને આજે રિયાન મોટીવેશનલ સ્પીકર તરીકે પણ પોતાની દરેક સ્પીચની શરૂઆત આ પ્રસંગથી જ કરે છે અને સંદેશ આપે છે જીવનના દરેક દિવસ ઉજવો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top