નવી દિલ્હી: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (War) વચ્ચે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ની ઈમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમજ ગાઝામાં (Gaza) તાત્કાલિક યુદ્ધવિરામ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં ભારત સહિત 153 દેશોએ ગાઝામાં યુદ્ધવિરામના પક્ષમાં મતદાન (Voting) કર્યું હતું. આ સાથે જ 10 દેશોએ (Nations) આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જ્યારે 23 દેશો ગેરહાજર રહ્યા હતાં.
યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે ભારતે યુએન જનરલ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવેલા ઠરાવના સમર્થનમાં મત આપ્યો છે. તેમણે કહ્યું કે સામાન્ય સભામાં જે સ્થિતિની ચર્ચા થઈ રહી છે. તેના અનેક પાસાઓ છે. 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર આતંકવાદી હુમલો થયો હતો અને ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જે ચિંતાનો વિષય છે. દરમિયાન ગાઝામાં એક વિશાળ માનવીય સંકટ ઉભું થયું છે.
ગાઝામાં મોટા પ્રમાણમાં નાગરિકોને જાનહાનિ થઈ છે. ત્યારે તમામ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાનો છે. તેમજ લાંબા સમયથી ચાલી રહેલા પેલેસ્ટાઇનના મુદ્દાનો શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
‘એક તરફી’ રજુવાતને સમર્થન નથી
યુએનમાં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે કહ્યું કે યુ.એસ. યુદ્ધવિરામ પ્રસ્તાવ સાથે સહમત નથી. અમે ફક્ત ગાઝામાં ગંભીર માનવ સંકટ અને માનવ નરસંહાર સાથે અસંમત છીએ. તેમણે ઑક્ટોબર 7 ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલાની નિંદા કરવા માટે સુધારાની રજુવાત પણ કરી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વના તમામ દેશોની જેમ પુનઃપુષ્ટિનું સમર્થન કરે છે.
ઇઝરાયલે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો
યુએનમાં ઇઝરાયલના રાજદૂત ગિલાદ અર્દાને કહ્યું કે ગાઝામાં યુદ્ધવિરામ હમાસના આતંકવાદી એજન્ડાઓને સમર્થન આપશે. માટે ઇઝરાયેલે આ પ્રસ્તાવને ફગાવી દેતા કહ્યું હતું કે યુદ્ધ રોકવાથી હમાસને જ ફાયદો થશે.
ત્યારે પેલેસ્ટિનિયનો પર ઈઝરાયેલી સેનાના બર્બર હુમલા અને નાગરિકોની હત્યા રોકવાનો એકમાત્ર રસ્તો યુદ્ધવિરામ છે. સાથે જ આ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પણ ખતરો ઉભો થયો છે. યુએનજીએના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે કહ્યું કે ગાઝામાં હિંસા બંધ થવી જોઈએ. ગાઝા ફ્રાન્સિસે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા બંનેનું ગંભીર ઉલ્લંઘન થયું છે. આ સાથે જ ફ્રાન્સિસે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સમર્થન વ્યક્ત કર્યું.
યુદ્ધવિરામ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કરનારા દેશોમાં યુએસ, ઓસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, ગ્વાટેમાલા, ઇઝરાયેલ, લાઇબેરિયા, માઇક્રોનેશિયા, નૌરુ, પાપુઆ ન્યૂ ગિની અને પેરાગ્વેનો સમાવેશ થાય છે.