રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમાં બનતી ગુનાહિત ઘટનાઓને કાબૂમાં લેવા માટે તેમજ આરોપીઓને ઝડપથી શોધી શકાય તે માટે રાજ્યમાં રહેણાંક સોસાયટીઓમા સીસીટીવી લગાવવાની પોલિસી અમલી બનાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે.
આ અંગે ગૃહ વિભાગના ટોચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યની રહેણાંક સોસાયટીઓમાં સીસીટીવી લગાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ નિયમો તૈયાર કરાશે, તેમ જ સીસીટીવી લગાવવાની મંજૂરી માટે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા મંજૂરી મળ્યા બાદ સોસાયટીઓમાં સીસીટીવી લગાવવામાં આવશે.
રહેણાંક સોસાયટીઓમાં સીસીટીવી પોલિસી અંતર્ગત સોસાયટીઓને ચાર ઝોનમાં વહેંચવામાં આવશે. જેમાં એક કમિટીની રચના પણ કરવામાં આવશે. આ કમિટીમાં પોલીસ મથકના તેમજ વહીવટી વિભાગના અધિકારીઓને સમાવવામાં આવશે. આ કમિટીની મંજૂરી બાદ રહેણાંક સોસાયટીઓમાં સીસીટીવી લગાવવામાં આવશે