National

સાવધાન! રેમડેસિવિરના નામે વેચાય છે પાણી, ઇંજેક્શન વાસ્તવિક છે કે બનાવટી, આ રીતે ઓળખવું

નવી દિલ્હી: કોરોના વાયસર(CORONA VIRUS)ના વધતા જતા પ્રકોપના પગલે દેશની તમામ મોટી હોસ્પિટલો(HOSPITALS)માં ઓક્સિજન, પલંગ અને દવાઓની અછત છે. આ રોગચાળામાં એન્ટિવાયરલ ડ્રગ રેમડેસિવિર(REMDESIVIR)ની માંગમાં દિવસે ને દિવસે ઘણો વધારો થઇ રહ્યો છે. મોટાભાગના રાજ્યોમાં આ ઈંજેક્શન (INJECTION) સરળતાથી મળી રહ્યું નથી અને લોકોને તે મોંઘા ભાવે ખરીદવાની ફરજ પડે છે. 

કાળાબજારી (BLACK MARKETING) થકી ક્યાંક 20 હજાર અને ક્યાંક 40 હજારમાં લોકોને આ મોંઘી દવા મળી રહી છે અને આ જ ભાવે લોકો તેને ખરીદવા માટે દબાણ પણ કરે છે. ત્યારે હવે બનાવટી રેમડેસિવિરના સમાચાર સામે આવી રહ્યા છે. આ જીવલેણ રોગચાળામાં પણ લોકો નફાખોરીથી દૂર રહી શકતા નથી. જ્યારે લોકો તેને મોંઘા ભાવે ખરીદી રહ્યા છે, ત્યારે હવે નકલી રેમડેસિવિર લોકોની ચિંતામાં વધુ વધારો કર્યો છે. હાલમાં જ દિલ્હી-એનસીઆરમાં બનાવટી રેમડેસિવિર બનાવવાનો અને વેચવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે હવે આવી સ્થિતિમાં, બનાવટી રેમડેસિવિરને કેવી રીતે ઓળખવું તે પણ જાણવું જરૂરી છે.

તમે રેમડેસિવિરના પેકેટ ઉપરની કેટલીક ભૂલો વિશે વાંચીને વાસ્તવિક અને નકલી વચ્ચેનો તફાવત જાણી શકો છો. 100 મિલિગ્રામનું એક ઈંજેક્શન માત્ર પાવડરના સ્વરૂપમાં શીશીમાં રહે છે. બધા ઇન્જેક્શન 2021માં બનાવવામાં આવ્યા છે. (Rx Remdesivir) એ ઈંજેક્શનની બધી શીશીઓ પર લખેલું છે. ઈંજેક્શન બોક્સની પાછળના ભાગમાં એક બાર કોડ પણ બનાવવામાં આવે છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચના ડીસીપી મોનિકા ભારદ્વાજે પણ આ અંગે ટ્વીટ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અસલી અને નકલી દવા કેવી રીતે ઓળખવી.

અસલી રેમડેસિવિરના પેકેટ પર અંગ્રેજીમાં (For use in) લખાયેલું છે જ્યારે (for use in) બનાવટી છે. નકલી બોક્સ પર કૅપિટલ અક્ષરથી શરૂ થતો નથી. અસલ પેકેટની પાછળની ચેતવણી લાલ રંગની છે જ્યારે બનાવટી પેકેટ પરની ચેતવણી કાળી છે. બનાવટી પેકેટો પર જોડણી કરવામાં ઘણી ભૂલો છે, જે કાળજીપૂર્વક વાંચવામાં આવશે ત્યારે સ્પષ્ટ દેખાશે. વાસ્તવિક રેમડેસિવિર ઇંજેક્શનની ગ્લાસ શીશી ખૂબ હળકી છે. આ રોગચાળાના સમય દરમિયાન પણ લોકો કાળાબજારી કરવામાંથી ઉપર નથી આવતા, ત્યારે આવી સ્થિતિમાં તેને કોઈ પણ જગ્યાએથી ખરીદવાને બદલે તેને યોગ્ય જગ્યાએથી ખરીદવું જરૂરી છે.

કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા બ્લેક માર્કેટિંગ રેમડેસિવિર ઈંજેક્શનના આરોપમાં ક્રાઇમ બ્રાંચે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તેઓ 40 હજાર રૂપિયામાં રેમડેસિવિરનું ઈંજેક્શન વેચતા હતા. તેમની પાસેથી રેમડેસિવિરના ત્રણ ઇન્જેક્શન, 100 ઓક્સિમીટર અને 48 નાના ઓક્સિજન સિલિન્ડર પણ મળી આવ્યા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા ત્રણેયને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

Most Popular

To Top