National

રોકડ કૌભાંડમાં ફસાયેલા ઝારખંડના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પર મોટી કાર્યવાહી, પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

હાવડા: પશ્ચિમ બંગાળના હાવડા (Howrah) જિલ્લામાં શનિવારે રાત્રે પોલીસે ઝારખંડના (Jharkhand) ત્રણ કોંગ્રેસના (Congress) ધારાસભ્યોને રોક્યા અને તેમના વાહનોની તલાશી લીધી. કારમાંથી (car) મોટી સંખ્યામાં રોકડ રૂપિયા (Case) મળી આવ્યા હતા. ડ્રાઈવર સહિત કારમાં સવાર કુલ પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા ત્રણેય ધારાસભ્યોની સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ત્રણેય ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે બાતમીદારની સૂચના પર અમે આ કાર્યવાહી હાથ ધરી હતી અમને માહિતી મળી હતી કે આ વાહનમાં મોટી માત્રામાં રોકડ રૂપિયા લઈ જવામાં આવી રહી છે. કોંગરીમાં મુસાફરી કરી રહેલા ધારાસભ્યો ઈરફાન અંસારી, રાજેશ કચપ અને નમન બિક્સલને પંચલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાનીહાટી ખાતે નેશનલ હાઈવે-16 પર રોકવામાં આવ્યા હતા. હાવડા (ગ્રામ્ય) પોલીસ અધિક્ષક સ્વાતિ ભંગાલિયાએ જણાવ્યું હતું કે, “અમને સચોટ માહિતી મળી હતી કે એક કારમાં મોટી રકમ રૂપિયા લઈ જવામાં આવી રહ્યા છે. અમે વાહનોની શોધખોળ શરૂ કરી અને આ કારને રોકી જેમાં ત્રણ ધારાસભ્યોને સવાર હતા જ્યારે કારની તપાસ કરવલામાં આવી ત્યારે કારમાંથી રોકડા રૂપિયા મળી આવ્યા હતા.”

પશ્ચિમ બંગાળના હાવડામાં શનિવારે ઝારખંડના ત્રણ કોંગ્રેસના ધારાસભ્યોની રોકડ સાથે ધરપકડ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુરે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે. ઠાકુરે કહ્યું કે ભાજપ પૈસાના આધારે સરકારને પછાડવાનું ષડયંત્ર કરી રહી છે. મહારાષ્ટ્રની જેમ ઝારખંડમાં પણ હોર્સ ટ્રેડિંગ કરીને સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જણાવી દઈએ કે શનિવારે જામતારા ધારાસભ્ય ઈરફાન અંસારી, ખિજરીના ધારાસભ્ય રાજેશ કછાપ અને કોલેબીરાના ધારાસભ્ય નમન બિક્સલની મોટી રોકડ સાથે ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે સાંજે હાવડામાં તેમની કારમાંથી મોટી માત્રામાં રોકડ મળી આવી હતી.

ભાજપ ઝારખંડમાં પણ ‘ઓપરેશન લોટસ’ ચલાવી રહ્યું છેઃ જયરામ રમેશ
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું, “ઝારખંડમાં બીજેપીનું ઓપરેશન લોટસ આજે રાત્રે હાવડામાં ખુલ્લું પડી ગયું. દિલ્હીમાં ‘હમ દો’નો ગેમ પ્લાન ઝારખંડમાં કરવાનો છે જે તેમણે મહારાષ્ટ્રમાં E-D (એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ)ની જોડીએ કર્યો છે.”

આસામ સરકારોને તોડવા માટે કેન્દ્રબિંદુ બની ગયું છેઃ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ઠાકુરે વધુમાં કહ્યું કે, બધાએ જોયું કે કેવી રીતે આસામ હવે સરકારોને તોડી પાડવાનું કેન્દ્રબિંદુ બની ગયું છે. 15 દિવસ સુધી ડ્રામા ચાલ્યો અને આખરે મહારાષ્ટ્ર સરકાર ઉથલાવી પડી. આ દર્શાવે છે કે ઝારખંડમાં પણ સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આવનારા સમયમાં બધું સ્પષ્ટ થઈ જશે. જો કે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે આ ઘટના દુ:ખદ છે અને રાજ્ય એકમ આ મામલે પાર્ટી હાઈકમાન્ડને રિપોર્ટ સોંપશે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ વિશે વાત કરવી યોગ્ય નહીં હોય, પરંતુ દેશની સ્થિતિ જોતા… ધરપકડ કરાયેલા ધારાસભ્ય આ બાબતનો વધુ સારી રીતે ખુલાસો કરી શકે છે. જો કે ઘટના દુ:ખદ છે. અમે અમારા હાઈકમાન્ડને રિપોર્ટ સોંપીશું. આ ષડયંત્રમાં સામેલ કોઈને પણ છોડવામાં આવશે નહીં.

બીજી સરકારને અસ્થિર કરવાનો ભાજપનો સ્વભાવઃ બંધુ તિર્કી
ઝારખંડ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બંધુ તિર્કીએ કહ્યું કે, સરકાર ભાજપની નથી છતાં પણ ભાજપ તેના સ્વાભાવ પ્રમાણે વર્તમાન સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી હેમંત સોરેનની સરકાર સામે પણ આવું જ કરવામાં આવ્યું છે. તેમને (ભાજપ દ્વારા) પૈસા આપવામાં આવે છે તેનું એકમાત્ર કારણ સરકારને તોડી પાડવાનું છે.

Most Popular

To Top