Vadodara

કતલના ઈરાદે લઈ જવાતા 10 ગૌવંશને બચાવાયા

જાંબુઘોડા : પાવાગઢ પોલીસે શિવરાજપુર પાસેના ટાઢોડિયા ગામે થી કતલ ના ઈરાદે લઈ જવાતા ૧૦ ગૌવંશ ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તારીખ 23, 9, 2021 ના રોજ પંચમહાલ રેન્જના ડી.આઇ.જી. એમ.એસ.ભરાડા અને પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ ના ઓ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ને નેસ્તનાબૂદ કરવા માટે સુચના સંદર્ભે પાવાગઢ પી.એસ.આઇ આર.જે. જાડેજા. સ્ટાફના માણસો સાથે શિવરાજપુર તરફ વાહન ચેકિંગમાં હતા.

તે સમયે સામેથી આવતી મહિન્દ્રા ટેમ્પો નંબર જી.જે 09. Z.4389 ના ચાલકને વાહન ચેકિંગ દરમિયાન રોકતા મહિન્દ્રા ગાડીનો ચાલક પોલીસને જોઇ પોતાનું વાહન પુરઝડપે હંકારી નાશી છુટતા પોલીસને શંકા જતા પોલીસે ખાનગી વાહનમાં મહિન્દ્રા ચાલકનો ફિલ્મી ઢબે પીછો કરતા શિવરાજપુરના ટાઢોડિયા પાસે મહેન્દ્રા ગાડીના ચાલકે  રોડની સાઈડમાં પોતાનું વાહન ઉતારી નાસી જતા પોતાનું વાહન ત્યાજ મૂકી જંગલ વિસ્તાર નો લાભ લઈ ડ્રાઇવર અને કલીનર નાસી છૂટયા હતા જ્યારે રોડની સાઈડમાં ઉભેલી મહિન્દ્રા ગાડીમાં પોલીસે તાટપત્રી હટાવી જોતા પ્લાસ્ટિક ના થેલા મુકેલા હોય.

જ્યારે પ્લાસ્ટિક ના થેલા હટાવી જોતા નીચે લોખંડ ની જાળી નીચે ટૂંકા દોરડા વડે ખીચોખીચ અને દયનીય હાલતમાં ઘાસ ચારા તથા પાણીની સગવડ વિના દસ જેટલાં ગૌવંશ જેમાં ગાયો નંગ આઠ અને વાછરડાં નંગ બે જેમાંથી એક વાછરડાનું મરણ થયેલ નજરે પડયું હતું. પોલીસે તમામ પશુઓને સલામત રીતે નીચે ઉતારી જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ખાતે આવેલ પાંજરાપોળ ખાતે રવાના કરાયા હતા જ્યારે પાવાગઢ પી.એસ.ઈ. આર.જે.જાડેજા એ રૂ 3,9500 ના મુદ્દામાલ સાથે નાસી છુટેલ બે ઇસમો સામે પશુ સંરક્ષણ અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Most Popular

To Top