Gujarat

રાજ્યના 69.42 લાખ NFSA કાર્ડ ધારકોને પરિવાર દીઠ 1 કિલો ચણા વિનામૂલ્યે અપાશે

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના ૮.૧૧ લાખ અંત્યોદય કાર્ડધારક પરિવારો તેમજ ૬૧.૩૧ લાખ જેટલા અગ્રતા ધરાવતા રેશન કાર્ડધારક પરિવારોના મળી સમગ્રતયા ૩.૩૭ કરોડ લોકોને પરિવાર દીઠ એક કિલો ચણાનું (Chickpeas) વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે આ વિનામૂલ્યે ચણાનું આવા લાભાર્થી પરિવારોને ફેબ્રુઆરી માસના તેમના નિયમીત મળતા અનાજ સાથે વિતરણ કરાશે.

અત્યાર સુધીમાં રાજ્યના પ.૩૦ કરોડ લોકોને ૧ર.પ૦ લાખ મેટ્રિક ટન અનાજ વિનામૂલ્યે વિતરણ કર્યું છે. એટલું જ નહીં, શહેરો અને ગામોમાં રિક્ષા-છકડો, નાના ટેમ્પા જેવા થ્રી વ્હિલર વાહનો ચલાવી રોજી-રોટી રળતા નાના વર્ગોને પણ કોરોના કાળ દરમિયાન NFSAનો લાભ આપવાની સંવેદના દર્શાવી છે. ધરતીપુત્રો-કિસાનોને તેમની ખેતપેદાશના પોષણક્ષમ ભાવો મળી રહે તેવા ઉદાત્ત ભાવ સાથે તુવેર, ચણા, રાયડો જેવા ઉત્પાદનો પણ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં કર્યો છે.

અન્ન-નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય તેમજ અંત્યોદય પરિવારોને વિનામૂલ્યે ૧ કિલો ચણા વિતરણ કરવાના નિર્ણયની વિગતો આપી હતી. રાદડિયાએ કહ્યું હતું કે, રાજ્યમાં ૧૦૫ ખરીદ કેન્દ્રો પરથી રૂ. ૬ હજાર પ્રતિ ક્વિન્ટલના ભાવે તુવેરની ખરીદી સરકાર કરશે. આ ખરીદી માટેની નોંધણી ખેડૂતો VCE, APMC મારફત તા.૧પ જાન્યુઆરીથી તા.૩૧ જાન્યુઆરી દરમ્યાન કરાવી શકશે. આ તુવેરની ખરીદી નક્કી કરેલા APMC કેન્દ્રો પરથી આગામી તા.૧ ફેબ્રુઆરી ર૦ર૧થી ૯૦ દિવસ એટલે કે ૧ મે-ર૦ર૧ સુધી કરવામાં આવશે. ચણા રૂા.૫૧૦૦/-પ્રતિ ક્વિન્ટલ ના ભાવે રાજયના કુલ ૧૮૮ ખરીદ કેન્દ્રો પરથી તેમજ રાયડો રૂા.૪૬૫૦/-પ્રતિ ક્વિન્ટલના ભાવે ૯૯ ખરીદ કેન્દ્રો પરથી ખરીદ કરવાનું નકકી કરવામાં આવેલું છે. આ માટેની નોંધણી V.C.E./A.P.M.C. મારફત તા.૦૧/૦૨/૨૦૨૧થી તા.૧૫/૦૨/૨૦૨૧ દરમિયાન કરાશે.

ચણા અને રાયડાની ખરીદી તા.૧૬/૦૨/૨૦૨૧થી તા.૧૬/૦૫/૨૦૨૧ સુધી (૯૦ દિવસ) નક્કી કરેલ એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્રો પરથી થશે. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ દ્વારા રાજયના કુલ-૧,૦૮,૭૭૨ ખેડૂતો પાસેથી રૂા.૧૦૬૦ કરોડની મગફળીની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ થઇ ગઇ છે. આ પૈકી રૂા.૯૨૮ કરોડનું ચૂકવણું ખેડૂતોને કરવામાં આવેલું છે. તેમજ રૂા.૧૨૮ કરોડની ડાંગરની ખરીદી થઇ છે અને રૂા.૧૦૪ કરોડનું ચૂકવણું ખેડૂતોને કરવામાં આવેલું છે. આ રકમ સીધી જ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top