Dakshin Gujarat

કીમ-નવાપરા રોડ પર વકીલની કારને ટક્કર મારી કાર ચાલક ભાગ્યો અને કારમાંથી મળ્યો..

હથોડા: પાલોદ પોલીસ ચોકી પાછળના વિસ્તારમાં આવેલા કીમ-નવાપરા રોડ પર ગત રાત્રે એક વિચિત્ર બનાવ બન્યો હતો. અહીંથી પસાર થઈ રહેલા વકીલને કાર સાથે પાછળથી ધડાકાભેર બુટલેગરની કાર અથડાતાં બુટલેગરની કારમાંથી રૂપિયા એક લાખનો ઇંગ્લિશ દારૂ મળી આવતાં પાલોદ પોલીસ દોડતી થઈ ગઈ હતી.

ઘટનાની વિગત એવી છે કે ઓલપાડના અણીતા ગામે રહેતા એડ્વોકેટ શૈલેષકુમાર રમેશભાઈ ચૌહાણ પોતાની જીજે 05 આર ડબ્લ્યૂ 9271 નંબરની કાર લઈને પલસાણા ખાતે ગયા હતા અને પલસાણાથી પરત પોતાની ઓફિસે જઈ રહ્યા હતા. તેઓ રાત્રિના 10:30 વાગ્યાના સમયે પાલોદ પોલીસ ચોકી હદ વિસ્તારના કીમ નવાપરા રોડ પરથી પસાર થતા હતા ત્યારે પાછળથી ધસી આવેલી જીજે 16 બીએન 3933 નંબરની ઇકો કારના ચાલકે કોઈક કારણસર ધડાકાભેર પાછળથી કાર અથડાવતા વકીલની ગાડીને મોટું નુકસાન પહોંચ્યું હતું.

અકસ્માત બાદ ઇકો કારનો ચાલક ભાગી છૂટ્યો હતો અને લોકો એકત્ર થયા હતા. ઈકો કાર દારૂથી છલોછલ ભરેલી હોવાનું જાણતાં નજીકમાં આવેલી પાલોદ પોલીસને જાણ કરતાં પાલોદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચી રૂપિયા એક લાખનો દારૂ ભરેલી કારમાં કબજો લઈ અકસ્માત અંગેની તેમજ કારમાંથી મળેલા દારૂ અંગેની અલગ અલગ બે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top