SURAT

સુરતમાં હીટ એન્ડ રનઃ બાઈક પર જતા પરિવારને કારચાલકે ઉડાવ્યા, CCTV આવ્યા સામે

સુરતમાં એક તરફ હેલ્મેટને લઈને તંત્ર દ્વારા કડકાઈ અપનાવવામાં આવે છે. બીજી તરફ અકસ્માતોમાં પણ વધારો થઈ રહ્યો છે. બેફામ બનીને કાર ચલાવતા ચાલકો દ્વારા થયેલા અકસ્માતમાં વધુ એક વધારો થયો છે. લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે.

  • સુરત શહેરમાં કાર ચાલકો બની રહ્યા છે બેફામ
  • લાલદરવાજા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના
  • રાત્રિના સમયે કાર ચાલકે બાઈક સવાર ન અડફેટમાં લીધા
  • અકસ્માત કરી કાર ચાલક થયો ફરાર, સીસીટીવી આવ્યા સામે
  • અકસ્માત માં બેને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા

ફૂલ સ્પીડે કાર ચલાવતા એકે આગળ બાઈક પર જઈ રહેલા પરિવારને ઉડાવ્યો હતો. ત્યારબાદ કાર ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગર્ભવતી પત્ની અને પતિ ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે તેમની સાથે રહેલી ત્રણ વર્ષની બાળકીના હોઠમાં ઇજા થતા ચાર ચાર ટાંકા લેવા પડ્યા હતા. હાલ આ તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ મામલે મહીધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી છે. સલાબતપુરા વિસ્તારમાં 26 વર્ષીય સારિક અનવર ગુલામ દસ્તગીર તેમની પત્ની અને નાની 3 વર્ષની બાળકીને ઈજા પહોંચી હતી.

દરગાહ પર દર્શન કરી પરિવાર પરત ઘરે જઈ રહ્યો હતો
સુરતના સલાબતપુરા વિસ્તારમાં 26 વર્ષીય સારિક અનવર ગુલામ દસ્તગીર સંયુક્ત પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા-પિતા, પત્ની, ભાઈ-ભાભી અને એક ત્રણ વર્ષની દીકરી છે. સારિક ટેક્સ્ટાઈલ માર્કેટમાં સાડીઓનું કટિંગ અને ફોલ્ડિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. ગત 9 ફેબ્રુઆરીના રોજ રાત્રે સારિક તેની ગર્ભવતી પત્ની અને ત્રણ વર્ષીય દીકરી બાઇક પર ફૂલવાડી ખાતે આવેલી દરગાહ પર દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી રાત્રે 11 વાગ્યે દર્શન કરીને પરત ઘરે પરત ફરી રહ્યા હતા.

સારિક બાઈક પર પરિવાર સાથે મહિધરપુરા ગોતાલાવાડી અને લાલ દરવાજા વચ્ચે આવેલા સુઝુકીના શોરૂમ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન બમ્પ પાસે બાઇક ધીમી કરતા પાછળથી પૂરપાટ અને ગફલતભરી રીતે કાર ચલાવીને આવેલા ચાલકે બાઈકને ટક્કર મારી આખા પરિવારને ઉડાવી દીધો હતો. ગર્ભવતી માતાએ બાળકીને પકડી રાખી હતી અને રોડ પર પટકાયાં હતાં. પતિને પણ ઇજા થવા છતાં દીકરીને ઉઠાવીને કાર પાછળ દોડ્યો હતો, જોકે કારચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો.

Most Popular

To Top