થરાદ: થરાદ (Tharad) -ધાનેરા (Dhanera) હાઈવે (Highway) પર પૂરપાટ ઝડપે આવી રહેલી કાર (Car) અને બાઈક (Bike) ચાલક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને બચાવવા જતા કાર ત્રણ-ચાર પલટી મારી ખાડામાં પડી ગઈ હતી. અને કારના ભૂક્કે ભૂક્કા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં થરાદના ભોરડુ ગામ નજીક પેટ્રોલ પંપ પાસે એક 100થી વધુ સ્પીડ પર આવી રહેલી કારે બાઈકને બચાવવા જતા પલટી મારી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે.
થરાદ હાઈવે વિસ્તારોમાં અનેક અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે સીસીટીવીના આધારે જાણવા મળ્યું છે કે થરાદ ધાનેરા રોડ પર ભોરડું ગામ નજીક હાઇવે પેટ્રોલ પંપની આગળ 100ની સ્પીડે આવતી કારે બાઈક ચાલકને બચાવવા ગઈ હતી અને ફૂલ સ્પીડ હોવા છતાં બ્રેક મારી દેતા કાર પલટી ગઈ હતી, કાર પલટી માર્યા બાદ સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી કારમાં સવાર ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી.
જામનગર-કચ્છમાં લમ્પી વાયરસથી મૃત ગાયોના લાશોના ઢગલા પડ્યા છે
ગાંધીનગર: સૌરાષ્ટ્રમાં લમ્પી સ્કીન ડીસીઝના પગલે પશુઓના મૃત્યની સંખ્યા વધી છે. આ મૃત પશુઓનો નિકાલ નહીં તથાં પશુપાલકો ચિંતામાં મુકાયા છે. જ્યારે મૃત પશુઓમાંથી દુર્ગંધ પણ આવી રહી છે. ખાસ કરીને જામનગરના કાલાવાડ તથા કચ્છમાં આવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મળતી માહિતી પ્રમાણે જામનગરના કાલાવડમાં પણ લમ્પી વાઈરસના કારણે મોટી સંખ્યામાં ગાયો સહિત પશુઓના મૃત્યુ થયા છે. જો કે સિટીની બહાર લમ્પી વાઈરસના કારણે મૃત ગાયોની લાશો પડી રહી છે. તેનો સમયસર નિકાલ નહીં કરાતા આસપાસના રહીશો દુર્ગંધથી પરેશાન થઈ ગયા છે. કચ્છના ભૂજમાં નાગોર રોડ પર પડેલી ગાયની લાશોમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે.
સરકારે રાજ્યના 14 જિલ્લામાં પશુઓની અવરજવર મામલે પ્રતિબંધ મૂકવો પડ્યો: કોંગ્રેસ
તાજેતરમાં મોરબી સહિત કચ્છની મુલાકાતે આવેલા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે એવો દાવો કર્યો હતો કે લમ્પી વાયરસને – રોગચાળાને કારણે રાજ્યમાં ૨૦ થી ૨૫ હજાર ગાયોના મૃત્યુ થયા છે. જેના કારણે સરકાર દ્વારા 14 જિલ્લામાં પશુઓની અવર જવરના મામલે પ્રતિંબધ જાહેર કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાને ‘નિયંત્રિત વિસ્તાર’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.