SURAT

ઓએનજીસીના હિટ એન્ડ રન દુર્ઘટના ૧૦ કિમી દૂર ભટાર આવી અટકી, એકનું મોત ત્રણ ઘાયલ

સુરત: શહેરમાં આજે સાંજે બનેલી એક ઘટનામાં ભારે થ્રીલીંક્સ જોવા મળ્યો હતો. ઓએનજીસી બ્રીજથી શરૂ થયેલી ૧૦ કિમીની ઘટનાએ કાયદો વ્યવસ્થા, લોકોની જાનમાલ સહિત ટ્રાફિક નિયમોને ખુલ્લો પડકાર આપ્યો હતો. સુરત શહેરના ઠેર ઠેર લાગેલા સીસીટીવી કેમેરા અને ખડકેલા પોલીસ પોઈન્ટ વચ્ચે એક દુર્ભાગ્યપુર્ણ ઘટના બની હતી.

આ કમનસીબ અકસ્માતમાં એક શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. જેને લઈને ભટાર ચાર રસ્તા આસપાસ વિસ્તારોમાં લોકોા ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ ઓએનજીસીના બ્રીજ પર એક લક્ઝુરીયસ મર્સડીસ કારના ચાલક GJ-19-BA-2453 એ એક કારને અડફેટે લીધા બાદ પૂરઝડપે કાર ભગાવી હતી.

તેમની આ લક્ઝુરિયસ કારનો પીછો કરતા અન્ય કારના ચાલકને જોયા બાદ ઓએનજીસી બ્રીજથી શરૂ થયેલી અકસ્માતની આ ઘટના ભટાર ચાર રસ્તા પાસે એવરસાઈન માર્બલના નાકે આવી અટકી હતી. પરંતુ આ ઘટનાના આરંભથી અંત વચ્ચે કેટલીક રોચક માહિતી જાણવા મળી છે. મળતી માહિતી મુજબ મર્સડિઝ કારના ચાલકે ongc બ્રિજ ઉપર કારના ચાલક દર્શનભાઈ અને તેમની પત્નીને અડફેટે લીધા હતા.

દર્શનભાઈ નીચે ઉતરીને મર્સડિઝ કાર ચાલકને પકડવાનો પ્રયાસ કરતા તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જેથી દર્શનભાઈ એક મોપેડ ચાલકની મદદ લઇ મર્સડિઝ ચાલકનો પીછો કર્યો હતો. પુરપાટ ઝડપે મર્સડિઝ ચાલકે કાર નેશનલ હાઈવે પરથી હંકારી સરથાણા એક્ઝિબિશન સેન્ટર પાસેથી લઈ ખાટું શ્યામ મંદિરથી અણુવ્રત દ્વાર સુધી લાવ્યા હતા. બાદમાં ત્યાં વધુ એક વાહન ચાલકને અડફેટે લીધો હતો. આ ઘટના દરમિયાન દર્શનભાઈએ મોપેડ ઉપરથી ઉતરી મર્સડિઝ કાર ચાલકને પકડવા પ્રયાસ કરતા તેઓ બોનેટ ઉપર કૂદી ગયા હતા.

અને અણુવ્રત દ્વારથી ભટાર ચાર રસ્તા એવરસાઈન માર્બલ સુધી આશરે એક કિલોમીટર કારના બોનેટ ઉપર લટકી રહેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ભટાર ચાર રસ્તા નજીક આવીને પહેલા સાયકલ સવાર શ્રમજીવીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. થોડા આગળ જઈ કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતા વધુ બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આ સાથેજ એવરસાઈન નજીક આ ઘટનાનો અંત આવ્યો હતો. અને બોનેટ પર લટકેલા દર્શનભાઈ બોનેટ પરથી ફંગોળાઈને નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ આસપાસના રહીશો દોડી આવ્યા હતા. મર્સડિઝ કાર ચાલક ત્યાંથી ભાગી છુટ્યો હતો.

અણુવ્રત દ્રાર પાસેથી ફિલ્મી સ્ટાઈલમાં ભુસ્કો મારી કાચ પર ચઢી ગયેલા યુવાનને જોઈ લોકોએ પકડો પકડો બૂમ પણ મારી
ઓએનજીસીથી આખા શહેરમાં બેફામ કાર હંકારી આવેલા યુવાનને પડકાર આપવા છેક ઓએનજીસીથી પીછો કરતા આવેલા યુવાને હિંમતભેર કાર પર ભુસ્કો માર્યો હતો. અણુવ્રત દ્રાર પાસે ભારે ભીડભાડ વચ્ચે બનેલી આ ઘટના ફુલસ્પીડે જતી કારના બોનેટ પર કાચ પકડી ઉભેલા યુવાનને જોઈ લોકોએ પકડો પકડો કરી બૂમો પાડી હતી. પરંતુ બેફામ ગતિએ જતા કાર તાલકે સડસડાટ ગાડી દોડાવી દીધી હતી. આ દરમિયાન બ્રેડલાઈનર સર્કલ પાસે ઉભેલા ટીઆરબી જવાનો પણ દંગ રહી ગયા હતા. આ કારને લઈને કોઈ અઘટીત ઘટના બની હોવાનો અનુમાન લગાવી કારનો પીછો કરી દોડ્યા હતા.

ઘટના બની તે સમયે સણીયા ગામમાં રહેતો ઇન્દ્રજીત આહીર નોકરી પુરી કરી ઘરે જતો હતો. સમગ્ર ઘટના તેની નજરે જોઇ હતી. તેને જણાવ્યું હતું કે ongc બ્રિજ નજીક સ્વીફ્ટ કારમાં એક દંપતી સવાર હતું ત્યારે આ મર્સડિઝ ચાલકે તેમને અડફેટે લીધા હતા. ત્યાંથી સ્વીફ્ટ ચાલકે તેનો પીછો કર્યો હતો. તેની પાછલ તે પોતે અને અન્ય ૩-૪ બાઈક સવાર પણ દોડ્યા હતા. અને ભટાર ચાર રસ્તા નજીક અકસ્માત સર્જાયો હતો. સ્વીફ્ટ ચાલક સહિત અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા અને એકનું મોત થયું હતું.

સમગ્ર રૂટના સીસીટીવીની તપાસ જરૂરી, ડ્રાઈવર મુકાયો હોવાની આશંકા
આ ઘટના બની ત્યાંથી ભટાર ચાર રસ્તા સુધી રૂટના સમગ્ર સીસીટીવી કેમેરા ચેક કરવા જરૂરી બન્યા છે. આ ઘટનામાં મર્સિડીઝના માલિકની જગ્યાએ ડ્રાઇવર મુકાયો હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ સંજોગોમાં જો પોલીસ સીસીટીવી કેમેરાના આધારે સાચી દિશામાં તપાસ કરે તો ઘણી સાચી માહિતી સામે આવી શકે છે.

ડ્રાઇવર તેના માલિકને એરપોર્ટ લેવા જતો હોવાની વાત
આ મર્સડિઝ કાર શેખાવતી ઇન્ફોટેક નામે રજીસ્ટર છે. કાર લવકુશ તિવારી નામનો ડ્રાઈવર ચલાવતો હોવાની વાત છે. કેટલાક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કાર લવકુશ તિવારી નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો. અને તે એરપોર્ટ પર તેના માલિકને લેવા ગયો હતો. દરમિયાન ongc બ્રિજ પાસે સર્કલ નજીક અકસ્માત સર્જાતા એ ત્યાથી યુટર્ન લઇ ભાગ્યો હતો.

હોલીવુડના ફિલ્મો જેવા દ્રશ્યો, મર્સડિઝ કારના દરવાજા ગાયબ
ongc થી ભટાર વચ્ચે સર્જાયેલી હિટએન્ડ રનની આ ઘટના દરમિયાન મર્સડીઝ કારના ચોમેરથી થયેલા ફુરચે ફુરચા હોલિવુડ પિક્ચરના ઘટનાઓને પણ યાદ અપાવે તેવી હતી. સુરત શહેર જેવા ભરચક વિસ્તારમાં અને તેમાંય નવી લકઝુરિયસ મર્સડિઝ કાર જેના દરવાજા સહિત અકસ્માત બાદ ગાયબ હોય તે ઘટના જ ઘણી ચોંકાવનારી દેખાઈ રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top