વડોદરા : શહેરનો સૌથી પ્રચલિત અને સળગતો પ્રશ્ન જો હોય તો તે રખડતા ઢોરનો જ છે. તમે જ્યાં જુવો ત્યાં તમને જાહેર રોડ રસ્તા પર રખડતા ઢોર જોવા મળશે જ તેમાં કોઈ સંકાને સ્થાન નથી. હજી તો માંડ થોડા દિવસ અગાઉ રસ્તે રખડતા ઢોરને કારણે મૃત્યુ પામેલા રાજપૂત પરિવારને સાત્વના આપવા માટે તે વિસ્તારનાં કેટલાક ઢોરવાડા સીલ કરવામાં આવ્યા હતા. આમ તો સ્થાનિકો લોકોમાં ચર્ચા જ ચાલે છે કે મેયરની આવી તો કેવી કામગીરી છે કે ઢોરવાડા સીલ કરે છે અને ઢોર પકડીને ઢોર પાર્ટી લઇ જાય છે છતાં પણ ભર રસ્તે રખડતા ઢોર જોવા મળે છે માટે વડોદરાની જનતા તેમની કામગીરીને સો સો સલામ કરે છે.
અગાઉ કેટલાક સમયથી રસ્તે રખડતા ઢોરને પરિણામે કેટલાક લોકો મૃત્યુ પામે છે કે પછી કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થતી હોય છે. જો જે તે વિસ્તારમાં મૃત્યુ પામે તે વિસ્તારમાં મેયર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે અને તે વિસ્તારનાં ઢોરવાડા સિલ કરવામાં આવે છે અને તેમના ઢોર પણ ઢોર પાર્ટી દ્વારા પકડીને પાંજરાપોળમાં મુકવામાં આવે છે છતાં પણ શહેરના ભરચક ટ્રાફિક વાળા વિસ્તારમાં તો રખડતા ઢોર રસ્તે જોવા મળે છે. અમુક લોકોએ તો નામ ન કહેવાની શરતે પણ પાલિકાના પદાધિકારીઓ પર ચાબખા માર્યા હતા અને જણાવ્યું હતું કે પાલિકાના કમિશ્નર, મેયર, ડે. મેયર સ્થાયી ચેરમેન આ જાહેર રોડ રસ્તા પરથી ક્યારે પસાર જ નથી થતા કે પછી તે લોકો આ પશુ પાલકોને બચવાનો પ્રયાસ કરે છે કે જાણે કોઈ મોટી દુર્ઘટનાની હજી આ પાલિકાના પદાધિકારીઓ રહા જુવે છે તે પ્રશ્નએ શહેરમાં ચર્ચાયે જોર પકડ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે શહેરના પ્રથમ નાગરિક એવા કેયુર રોકડીયા જણાવે છે કે અમારી ઢોર પાર્ટી દ્વારા ઢોર પકડવાની કામગીરી કરે છે તો પછી કેમ આ રસ્તે રખડતા ઢોર કેમ એમને દેખાતા નથી કે પછી આંખ આડા કાન કરે છે. જો ઢોર પકડવાની કામગીરી કરાતી હોય તો પછી આ ઢોર કોના તે પણ એક પ્રશ્ન શહેરીજનોને સતાવી રહ્યો છે.
શહેરમાં ઢોરોના કારણે થયેલા ગંભીર 3 બનાવો
પ્રથમ બનાવ – ચાર મહિના પહેલા વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી ગોવર્ધન ટાઉનશિપમાં રહેતા 18 વર્ષનો હેનીલ નીતિન પટેલે ગાયની અડફેટે આંખ ફૂટી ગઈ હતી. હેનીલ પોલિટેક્નિકમાં ડિપ્લોમાના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. હેનિલ કામ અર્થે સિટીમાં ગયો હતો ત્યારે ત્યાંથી ઘરે પરત આવી રહ્યો હતો તે સમયે સોસાયટીના નાકે ડિવાઇડર કૂદીને આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી અને ત્યાર બાદ અકસ્માતમાં રોડ પર પડેલા હેનીલને ગાયે ભેટી મારતાં એનું શિંગડું હેનીલની આંખમાં ખૂંપી ગયું હતું. 18 વર્ષના દીકરાએ આંખ ગુમાવતા પિતા નીતિનભાઈએ પોતાના એડ્વોકેટ મારફતે 25 લાખના વળતર માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર, વડોદરા પોલીસ કમિશનર, વડોદરા કલેકટર અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી.
બીજો બનાવ – 3 મહિના પહેલા વડોદરાના અલકાપુરી જેતલપુર રોડ વિસ્તારમાંથી હિરેન પરમાર મોડી સાંજે પોતાની એક્ટિવા ઉપર પસાર થઈ રહ્યા હતા. ટેટુ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હિરેન પરમારને એકાએક દોડી આવેલી ગાયે ભેટી મારતા તેઓ રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેમાં તેઓને મોઢા ઉપર તેમજ હાથ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચહેરા ઉપર થયેલી નાની-મોટી ઇજાઓના કારણે તેઓને 12 ટાંકા લેવાનો વખત આવ્યો હતો. નોંધનીય છે કે, હિરેન પરમારના 15 દિવસ બાદ લગ્ન થવાના હતા, ત્યારે લગ્ન પહેલા જ તેમનો ચહેરો ખરાબ થઈ જતા તેઓએ પાલિકા તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. લગ્નના પંદર દિવસ પહેલા યુવાનને ચહેરા પર 12 ટાંકા આવ્યા હતા.
ત્રીજો બનાવ – વડોદરામાં જન્માષ્ટમીની રાત્રે રખડતી ગાયની અડફેટે આવતાં એક ઘરના મોભીનું કરૂણ મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા બીજા દિવસે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોત્રી વિસ્તારમાં નંદાલય હવેલી પાસે આવેલ ઢોરવાડાની ગાયોનો કબજે કરવામાં આવી હતી. એટલું જ નહીં આ તમામ ઢોરવાડાને સીલ મારીને નોટીસ પણ લગાવવામાં આવી છે. પાલિકાની આ કાર્યવાહીના પગલે પશુપાલકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. તે સાહી હજી સુકાઈ નથી ત્યારે તો આજ રોજ ખટબાં ગામ પાસે રખડતા ઢોરને પગલે છકડો પલટી ખાઈ જતા એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું.