Charchapatra

સુરતમાં મેટ્રો રેલવેની કામગીરી રાત્રે ન થઈ શકે?

 ‘ગુજરાતમિત્ર’માં મેટ્રો રેલની કામગીરી અંગે વાંચવા મળ્યું. શહેરના જુદા-જુદા ભાગોમાં આ કામ ખૂબ જોરમાં ચાલી રહ્યું છે. સારી વાત છે. ભવિષ્યમાં વાહનવ્યવહારને નજરમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરાકર આ કાર્યમાં ખૂબ સક્રિય છે. હાલમાં આ કાર્યથી શહેરની આમ જનતાને નોકરી, ધંધા તથા વ્યાપાર અંગે પોતાનાં સ્થળો પર સમયસર પહોંચવાનું ખૂબ અઘરું થઈ ગયું છે. આજકાલ સામાન્ય પ્રજા પાસે પણ નાનાં મોટાં વાહનો તો છે. પણ તેમાં લાખો લીટર પેટ્રોલ ડીઝલ વગેરેનો ઉપરોક્ત કામગીરીને કારણે વધુ ને વધુ બગાડ થાય છે. વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. જેને કારણે લોકોનાં સ્વાસ્થ્ય પણ બગાડે છે. મારો અનુભવ જણાવું છું.

મારા જીવનમાં હું ત્રણ દેશમાં ફર્યો છું ઈંગ્લેન્ડ, દુબઈ અબુધાબી અને અમેરિકા. આ દેશમાં આવાં કાર્યો ત્યાંની સરકાર રાત્રે હોલોઝેન, લાઈટમાં કોન્ટ્રાક્ટર પાસે કરાવે છે અને દિવસ દરમિયાન જાહેર પબ્લીકને માટે રસ્તો ખુલ્લો કરી આપે છે. આ કામમાં રેલવે હોય. ફ્લાઈ ઓવર બ્રીજ હોય, નહેર હોય, નદી હોય કે બીજા કોઈ કન્ટ્રકશનનાં કામો હોય. જેથી કરીને લોકોનું કામકાજ પણ સરળ રીતે ચાલે છે. આવી કામગીરીથી દરેકને ફાયદો થાય છે. આપણે ત્યાં પણ આ રીતે કામ થાય તો ફક્ત મોબાઈલ હોલોઝાન લાઈટ મૂકીને રાત્રે કામ થઈ શકે. દરેક શહેરમાં ઈલેક્ટ્રીકસીટીની સગવડ તો છે જ. આથી વિશેષ મારે કશું કહેવાનું નથી.
અડાજણ          – રમેશ વૈદ્યઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

બીઆરટીએસનું સમયપત્રક દરેક બસ સ્ટેન્ડે મૂકો
મુંબઈમાં શહેરી બસ સેવા છે અને દરેક બસ સ્ટેન્ડ પર એ બસોના નંબર સાથે તે ક્યારે આવશે તેની વિગતો હોય છે. સુરતમાં બી.આર.ટી.એસ.ની સેવા છે, પણ કઈ બસ ક્યારે આવશે, ક્યાં જશે તેની કોઈ જ વિગતો બસ સ્ટેન્ડ પર હોતી નથી. પ્રવાસીઓ પૂછતાં પૂછતાં થાકી જાય છે, પણ જવાબ નથી મળતા. એટલે આ દરેક બસોનું સમયપત્રક ગુજરાતી અને હિન્દી ભાષામાં તરત ઉપલબ્ધ થવું જોઈએ. તેની પુસ્તિકા બનાવીને વેચી શકાય જેથી પ્રવાસી ઘરેથી જ બસ નક્કી કરીને નીકળી શકે. બસ સ્ટેન્ડો પરના ઈન્ડીકેટરો પણ સમારકામ માંગે છે. બી.આર.ટી.એસ.ની સેવાને વધુ પ્રવાસીલક્ષી બનાવો.
સારોલી    – અશોકકુમાર ભૂતોડિયાઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top