Charchapatra

ઉમેદવારો બેફામ ચૂંટણી ખર્ચ કરે છે, તેમને ક્યાં મોંઘવારી નડે છે

ભારત એ લોકશાહીને વરેલો દેશ છે. જે દર પાંચ વર્ષે ચૂંટણી વડે અલગ અલગ પક્ષોમાંથી ચૂંટાઇને પસંદગી મુજબ આવતા હોય છે. દેશની સર્વોચ્ચ લોકસભાના બંધારણ મુજબ દેશનુન સુકાન સેવાકિય પ્રવૃત્તિના શપથ લઇને આવે છે. ચૂંટણી દેશના તેમજ સમાજના નિર્માણ અને તેના ઉત્થાન માટે લડવામાં આવતી હોય છે. આથી ભારત જેવા સામાન્ય દેશની આમજનતાની સાચી ફરજ અદા કરે છે કે પછી સંસદોને મન આપણે શું? જે ઘણી જ ખર્ચાળ હોવાથી સરવાળે આવો બોજ આમજનતા ઉપર લદાતો હોય છે. એ નિર્વિવાદ છે. રાજકારણીઓની આમજનતા માટેની ચૂંટણી એટલે કરદાતાઓના નાણાંની ચટણી. હાલમાં લોકસભાની ચૂંટણીની તારીખો નક્કી થતા દેશના અગ્રણીઓએ વિચાર્યું હતું કે વિશ્વમાં થતી ચૂંટણી કરતા પણ ભારતમાં થતી ચૂંટણી પ્રક્રિયા વધુ પડતી ખર્ચાળ છે.

જે અગાઉના પાંચ વર્ષ કરતા ડબલ થશે એવું અનુમાન કર્યું છે. ખર્ચાળ ચૂંટણી પ્રવૃત્તિમાં અબજો રૂપિયા ખર્ચાશે તે સમયે તેઓને મોંઘવારી ને છે! કે પછી મોંઘવારી નડતી નથી? આપણા દેશમાં મોંઘવારી દિનબદિન વધતી જતી હોય છે. આથી આર્થિક રીતે કૌટુંબિક ખર્ચાને પહોંચી ન વળતા લોકો આપઘાત કરે છે અને આમજનતામાંથી સમાજના નાગરિકો જીવન ટૂંકાવતા હોય છે. જે અંગે લોકો વડે કહેવાતા સેવકો અને સચિવો વિચારવંત રીતે મોંઘવારી ઘટાડવા પ્રયત્નો કરે છે ખરા? કે પછી તેમને મન આને કહેવાય દેશની પ્રગતિ? કે વિકાસ? કે પછી આમજનતાના સારા દિવસો? મોંઘવારીને નાથવા માટે ખરેખર તો મોરારજી દેસાઇને યાદ કરવા પડે.
સુરત     – ભૂપેન્દ્ર સી. મારફતિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હેપીનેસ શા માટે નથી?
વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ એટલે કે વૈશ્વિક ખુશાલી સૂચકાંક જાહેર થયો અને આપણે વળી પાછા અનહેપી(નાખુશ) થઇ ગયા.  વાસ્તવમાં વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે શા માટે પાછળ છીએ એ માટેનાં કારણો તપાસવાની જરૂર છે.આપણા તમામ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં આપણે ખુશ કેવી રીતે રહી શકીએ એનું અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવેલું જ છે.આપણે વર્તમાનમાં જીવીએ,આપણી પાસે જે કંઈ પણ છે તેમાં આનંદ અને સંતોષ માનીએ, આપણી પાસે જે કંઇ છે એ માટે આપણે ઈશ્વરનો આભાર માનતા રહીએ,બીજાઓ સાથે સરખામણી ન કરીએ,બીજાઓનો પૂરેપૂરો સ્વીકાર કરીએ,બીજાઓની ખુશીમાં પણ ખુશ રહીએ,ઈર્ષ્યા,દ્વેષ અને અહંકારથી બચીએ તો ભલે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં આપણો નંબર ન આવે પણ આપણે, આપણા જીવનમાં તો હેપી થઇ જ શકીએ.અલબત્ત, આવું કહેવું સહેલું છે,પણ એને અમલમાં મૂકવું ખૂબ અઘરું છે.જો આવું થશે તો ચોક્કસ જ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે આગળ આવી શકીશું.
નવસારી – ઇન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top