વડોદરા: મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિભાગોમાં ભરતી કરવામાં આવી હતી. પરીક્ષા બાદ પસંદગી ઉમેદવારો આજે આરોગ્ય વિભાગની કચેરી ખાતે દસ્તાવેજ ચકાસણી માટે આવ્યા હતા. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા થોડા મહિના અગાઉ ભરતી બહાર પડી હતી.વિવિધ આરોગ્ય વિભાગ જાહેરાત માં પરીક્ષા બાદ યોગ્ય ઉમેદવાર ની પસંદગી કરવામાં આવી હતી.280 થી વધુ આરોગ્ય કર્મચારીઓ ની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મેડિકલ ઓફિસર, સિનિયર હેલ્થ વર્કર ,લેબ ટેક્નિશયન, ફાર્માસિસ્ટ અનેક પસંદ થયેલા ઉમેદવારો મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ કચેરી ખાતે દસ્તાવેજ ચકાસણી કરવા માટે ઉમટી પડ્યા હતા જોકે જે પ્રમાણે કોરોનાની મહામારી ચાલી રહી હતી તેમાં આરોગ્ય વિભાગ ની કર્મચારીઓની ઘટ સામે આવી હતી તેને લઈને સરકાર દ્વારા અલગ-અલગ વિભાગમાં આરોગ્ય કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે જોકે દસ્તાવેજ ચકાસણી કર્યા બાદ તેઓને ફરજ પર હાજર થશે.