BARDOLI : સુરત જિલ્લા પંચાયતમાં આજે ભાજપ દ્વારા એક બેઠકને બાદ કરતાં બાકીની 35 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં હતાં. આ ઉમેદવારો પૈકી જિલ્લા ભાજપ (BHAJAP) સંગઠનના મહામંત્રી ભાવેશ પટેલનું નામ જાહેર થતાં તેમણે મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને હવે જિલ્લા પંચાયતની વાંકાનેર બેઠક પરથી તેમને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. આથી તેઓ ત્યાંથી ચૂંટણી લડશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની બારડોલી તાલુકામાં આવેલી અન્ય ચાર બેઠકોમાં સુરાલી બેઠક પર માજી તાલુકા પ્રમુખ જિતેન્દ્ર પટેલ ( JITENDRA PATEL) , વરાડ બેઠક પર રોશન પટેલ ( ROSHAN PATEL) , કડોદ બેઠક પર દીપિકા પટેલ ( DIPIKA PATEL) અને રેખા હળપતિ ને ટીકીટ આપવામાં આવી છે.
બારડોલી તાલુકા પંચાયતની તમામ નવ બેઠકો પર નવા જ ઉમેદવારો મુકાયા
બારડોલી તાલુકાની તમામ જિલ્લા પંચાયતની બેઠક પર નવા ઉમેદવારો મુકવામાં આવ્યા છે.અન્ય જિલ્લા પંચાયત બેઠક પર પણ ‘નો રિપોટેશન’ની ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે. ઉમરપાડાના વાડી બેઠક પરથી ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવાને ટીકીટ આપવામાં આવી છે. બીજી તરફ મહુવા તાલુકાની મહુવા બેઠક અને માંડવી તાલુકાની ગોદાવાડી પર ઉમેદવારની જાહેરાત બાકી રાખવામાં આવી છે. પલસાણા તાલુકાના કારેલી બેઠક પર ભાવિની અતુલભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે.
ભ્રષ્ટાચારનો એક બીજા સામે આક્ષેપ કરનારા તમામની ટિકિટ કપાઇ
બારડોલી નગરપાલિકામાં ગત ટર્મ દરમ્યાન ભ્રષ્ટાચારનો એક બીજા સામે આક્ષેપ કરનારા તમામની ટિકિટો ભાજપ મોવડી મંડળે કાપી નાખતા સોપો પડી જવા પામ્યો છે. જેની સામે ભારે વિરોધ હતો એ માજી કારોબારી ચેરમેન રાજેશ પટેલ (રેમ્બો)ની અને પ્રમુખ ગણેશ ચૌધરીની ટીકીટ પણ કપાય જતા મોવડી મંડળને કરવામાં આવેલી રજૂઆતોનો ફાયદો થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બારડોલી નગરપાલિકામાં કુલ 36 બેઠકો પર માત્ર 4 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે બાકીના તમામ નવા ઉમેદવારો છે.
સુરત જિલ્લા પંચાયતના ઉમેદવાર
1 મહુવા – પેન્ડિંગ
2 કરચેલીયા – રીટા પટેલ
3 વલવાડા – રાકેશ પટેલ
4 અનાવલ – સંગીતા આહિર
5 પલસાણા – કાજલ ચૌધરી
6 ચલથાણ – રમેશ રાઠોડ
7 કારેલી – ભાવિની પટેલ
8 મોરા – અશોક રાઠોડ
9 લાજપોર – જયશ્રી રાઠોડ
10 હજીરા -નિલેશ તડવી
11 ઝંખવાવ – દિનેશ સુરતી
12 નાની નરોલી – અફઝલ ખાન હબીબ ખાન પઠાણ
13 કોસંબા – અમિષા પરમાર
14 માંગરોળ – નયના સોલંકી
15 પીપોદરા – નયના વસાવા
16 કડોદ – દીપિકા પટેલ
17 બાબેન – રેખા હળપતિ
18 વરાડ – રોશન પટેલ
19 વાંકાનેર -ભાવેશ પટેલ
20 સુરાલી – જિતેન્દ્ર પટેલ
21 દેવગઢ – છના વસાવા
22 ઘંટોલી – જશવંત ચૌધરી
23 ગોદાવાડી – પેન્ડિગ
24 તડકેશ્વર – હેમલતા પટેલ
25 અરેઠ – ગીતા પટેલ
26 ઘાણાવડ -રાજેન્દ્ર વસાવા
27 વાડી – દરિયાબેન વસાવા
28 કામરેજ – સુમન રાઠોડ
29 નવાગામ – મુકેશ રાઠોડ
30 ખોલવડ – રવજી વસાવા
31 ઉંભેળ – ભારતી રાઠોડ
32 મોર – કરિશ્મા રાઠોડ
33 પિંજરત – મોના રાઠોડ
34 સાયણ – અશોક રાઠોડ
35 ઓલપાડ – સીતા રાઠોડ
36 કીમ -કરશન ઢોડિયા