સુરત: ભુસાવલ રેલવે યાર્ડમાં નોન ઇન્ટરલોકિંગના કામના કારણે તા.30 અને 31 માર્ચના રોજ સુરત-અમરાવતી એક્સપ્રેસ સહિતની ટ્રેનો રદ્દ રહેશે અને અમદાવાદ-પુરી સહિતની ટ્રેન ડાયવર્ટેડ રૂટથી આવશે અને જશે.
રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર તા.30 અને 31મી માર્ચના રોજ ટ્રેન નંબર 20925 સુરત-અમરાવતી એક્સપ્રેસ રદ્દ રહેશે. 31મી માર્ચ અને 1લી એપ્રિલના રોજ ટ્રેન નંબર 20926 અમરાવતી-સુરત એક્સપ્રેસ રદ્દ રહેશે. 30મી માર્ચના રોજ ટ્રેન નંબર 22138 અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ રદ્દ રહેશે.
જે ટ્રેન ડાયવર્ટ કરાઈ છે તેમાં 30 માર્ચના રોજ ટ્રેન નંબર 12844 અમદાવાદ-પુરી એક્સપ્રેસ વાયા છાયાપુરી, રતલામ, ભોપાલ, ઇટાસરી થઈને જશે. 30 માર્ચના રોજ ટ્રેન નંબર 22967 અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ વાયા છાયાપુરી, રતલામ, ભોપાલ, ઇટારસી થઈને જશે. 30 માર્ચના રોજ ટ્રેન નંબર 12655 અમદાવાદ-ચેન્નાઈ નવજીનવ એક્સપ્રેસ છાયાપુરી, ભોપાલ, ઇટાસરી-અકોલા થઈને જશે.
30 માર્ચના રોજ ટ્રે નંબર 12656 ચેન્નાઈ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ વાયા ખંડવા, ઇટારસી, ભોપાલ, રતલામ, છાયાપુરી થઈને જશે. 31 માર્ચના રોજ ટ્રેન નંબર 19045 સુરત-છપરા તાપ્તીગંગા એક્સપ્રેસ વાયા વડોદરા, ભોપાલ, ઇટારસી થઈને જશે. 31 માર્ચના રોજ ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ વાયા છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, બીના થઈને જશે. 30 માર્ચના રોજ ટ્રેન નંબર 20904 વારાણસી-એક્તાનગર મહામના એક્સપ્રેસ વાયા ઇટારસી, ભોપાલ, રતલામ, વડોદરા આવશે. તેમજ 30 માર્ચના રોજ સુરત-ભુસાવલ પેસેન્જર પાલધી-ભુસાવલ વચ્ચે રદ્દ રહેશે. 30-31 માર્ચના રોજ ભુસાવલ-સુરત પેસેન્જર ધરણગાંવથી રવાના થશે.