આણંદ : તારાપુર તાલુકાના મહિયારી ગામ પાસેથી પસાર થતી માયનોર કેનાલ ઓવરફ્લો થતાં આસપાસની 50 વિઘા જમીનમાં ફરી વળ્યાં હતાં. જેના કારણે ઘઉંના પાકને ભારે નુકશાન પહોંચ્યું હતું. આ ઘટનાથી ખેડૂતોમાં ભારે રોષની લાગણી જન્મી હતી. કેનાલના પાણી ઘઉંનાં ખેતરોમાં દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયાં હતાં. તારાપુરના ખેડૂતો માથે એક પછી એક ઘાત આવતી જાય છે. ચોમાસાના પાછોતરા વરસાદ બાદ રવિપાક પર આશા મંડાઇ હતી. પંરતુ ખાતરની અછતથી જજુમી રહેલા આ ખેડૂતો હજુ બહાર આવે તો હવે નહેર વિભાગની બેદરકારીના કારણે નહેર ઓવરફ્લો થતાં પાકને નુકશાન થઇ રહ્યું છે. મહિયારી ગામ પાસે માયનોર કેનાલ રાત્રિના ઓવરફ્લો થઇ હતી. સવાર પડતાં સુધીમાં 50 વિઘા જમીન પર પાણી ફરી વળતાં ઘઉંના પાકને ભારે નુકશાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બે-બે વખત કેનાલનું પાણી ઓવરફ્લો થતા ખેડૂતોની આશાઓ પર પાણી ફરી ગયું છે. કેનાલની સાફ સફાઈ અને કેનાલને ઊંડી નહી કરાતા ખેડૂતોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહિયારીમાં કેનાલ ઓવરફ્લો થતાં 50 વિઘા જમીનમાં ઘઉં પાક ડૂબ્યો
By
Posted on